જયશ્રીકૃષ્ણ
મારો જન્મ એક સાધારણ કુટુંબમાં થયો હતો, પિતાશ્રી. મોહનભાઈ માત્ર એક જ ચોપડી ભણેલા હતા. વણાટ ખાતામાં વણકર તરીકે કામ કરતા હતા, માતાશ્રી. ગંગાબેન માત્ર છ ચોપડી ભણેલા હતા પરંતુ તેમને તેમના બાળકો ભણાવવાનો ખુબજ શોખ હોવાથી આજે અમો બધા ઘરમાં થઈ 8 જેટલા શિક્ષકો છે.
અંગત અંગત : ઈ.સ. 1971 ની સાલમાં ધોરણ : 8 માં આઠમા નંબરે પાસ થયો, પરંતુ મારે ઘરના સામાજિક કારણોસર મારે અધવચ્ચેથી ભણવાનું છોડી દેવું પડ્યું. ત્યારબાદ ઈ.સ. 1978 માં નવી એસ.એસસી.ની પરીક્ષા મે ખાનગી ઉમેદવાર તરીકે પાછી આપી.
( ઈ.સ. 1971 થી ઈ.સ. 1985 સુધી મેં મારા કુટુંબને મદદરૂપ થવા બીજી નોકરી સ્વીકારી અને સાથે સાથે ભણવાનું ઈ.સ. 1978 થી ફરીથી શરૂ કર્યું. જે હવે અવિરત છે. ) કુદરતે મારે મહેનતને રંગ આપ્યો. પછી આજે હું તમારે સામે છું.
આભાર :મારા પરમ મિત્ર : શ્રી.કાંતિભાઈ કરસાળા (ગાયત્રી જ્ઞાનપ્રસાદી- જેતપુર)
જેમણે ભારે જહેમત ઉઠાવીને મને ” શિક્ષણ સરોવર ” બ્લોગની રચના કરવામાં અને વખતો વખત સુધારા વધારા કરી આધુનિક જગત સાથે તાલમેલ કરાવનારને મારા તરફ્થી “ જય ગુરૂદેવ ”
આખુ નામ : ડૉ.કિશોરભાઈ મોહનભાઈ પટેલ
જન્મ તારીખ : 26 / 09 / 1959
ઉંમર : 52 વર્ષ
અભ્યાસ : M.Com., M.A., M.Ed. ( Gold Medal ), Ph.D
નોકરી : શિક્ષક તરીકે ઉ.મા.વિભાગમાં
વિશેષ સિધ્ધિ : શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક વિજેતા – 2006
શોખ : ક્રિકેટ, કાવ્ય લેખન, શૈક્ષણિક લેખો લખવાનો
મારા શુભેચ્છકો :
1. મારો પરિવાર
મારા મિત્રો :
1. શ્રી. કાંતિભાઈ કરસાળા ( ગાયત્રી જ્ઞાનપ્રસાદી – જેતપુર )
2. શ્રી.ગોવિંદભાઈ પટેલ ( વડીલભાઈ – સ્વપ્ન, જેસરવાકર )
3. શ્રી. રમેશભાઈ પટેલ ( આકાશદીપ )
4. શ્રી. ધવલ નવનીત
5. શ્રી. ભરતભાઈ સૂચક
6. શ્રી. રજનીભાઈ ટાંક
પુસ્તક પ્રકાશન :
1. શબ્દનો પડછાયો ( કાવ્ય સંગ્રહ )
2. શબ્દના શિખરો ( કાવ્ય સંગ્રહ )
3. મારા શિક્ષણાનુંભવોની યાત્રા (શિક્ષણની સમસ્યા ઉકેલ પર લેખો )
4. શિક્ષણ સરોવર ( કાવ્ય સંગ્રહ )
વિશેષ શોખ : વિદ્યાર્થીઓને ખુબ ખુબ ભણાવવાનો
મહાનુંભાવોના પત્ર દ્વારા અભિનંદન :
1. આધુનિક ” જય જય ગરવી ગુજરાત ” કાવયની રચના કરવા બદલ ગુજરાત રાજ્યના
પૂર્વ શિક્ષણમંત્રી.શ્રીમતી આનંદીબેન પટેલના પત્ર દ્વારા અભિનંદન પ્રાપ્ત થયા.
2. ” જય જય સ્વર્ણિમ ગુજરાત ” કાવ્યની રચના કરવા બદલ ગુજરાત રાજ્યના
લોકલાડીલા મુખ્યમંત્રીશ્રી. નરેન્દ્રભાઈ મોદી સાહેબના પત્ર દ્વારા અભિનંદન મળ્યા.
3. ” હાલો હાલો ગુજરાતને આંગણે ” કાવ્યની રચના કરવા બદલ ગુજરાત રાજ્યના
લોકલાડીલા મુખ્યમંત્રીશ્રી. નરેન્દ્રભાઈ મોદી સાહેબના પત્ર દ્વારા અભિનંદન મળ્યા.
4. ” આપણે વૃક્ષોના ઋણી ” કાવ્યની રચના કરવા બદલ ગુજરાત રાજ્ય ઉ.મા.શિક્ષણ
બોર્ડના પૂર્વ અધ્યક્ષ શ્રી. આર. કે. પાઠક સાહેબના પત્ર દ્વારા અભિનંદન મળ્યા.
સામાજિક પ્રદાન :
1. બેટી બચાવો અભિયાન,
2. વ્યસન મુક્તિ અભિયાન,
3. નિર્મલ ગુજરાત અભિયાન,
4. માતૃવંદના અભિયાન,
5. નારી તું નારાયણી અભિયાન,
6. બાળ નિરોગી બારખડી અભિયાન,
7. શિક્ષક દેવો ભવ અભિયાન વિગેરે
શૈક્ષણિક સોફ્ટ્વેર ( ધોરણ 11 / 12 સામાન્ય પ્રવાહનાપ્રવાહના બાળકો માટે )
1. ધોરણ : 11 આંકડાશાસ્ત્ર વિષયના MCQ Type સોફટ્વેરની રચના કરી.
2. ધોરણ : 12 ” આંકડાશાસ્ત્ર ” વિષયના MCQ Type સોફટ્વેરની રચના કરી.
3. ધોરણ : 12 ” અર્થશાસ્ત્ર વિષય ” ના MCQ Type સોફટ્વેરની રચના કરી.
4. ધોરણ : 12 ” વાણિજ્ય વ્યવસ્થા ” વિષયના MCQ Type સોફટ્વેરની રચના કરી.
5. ધોરણ : 12 ” નામાના મૂળતત્વો ” વિષયના MCQ Type સોફટ્વેરની રચના કરી.
6. ધોરણ : 10 ” ગણિત ” વિષયના MCQ Type સોફટ્વેરની રચના કરી.
તાલીમ – સેમિનાર :
1. પ્રાથમિક, માધ્યમિક, ઉ.મા., કોલેજના અધ્યાપકોને ચૂટણીની તાલીમો આપી.
2. વસ્તી ગણતરીની તાલીમો આપી
3. ઉ.મા.શાળાના શિક્ષકોને આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વિષયની R.P, K.R.P તરીકેની
તાલીમો આપી.
મૂળ વતન : માસા- અમલસાડ, ચીજગામ, જિ. નવસારી, ગુજરાત
કર્મભૂમિ : સુરત


Posted by પરાર્થે સમર્પણ on 22/01/2011 at 12:26 pm
આદરણીય શ્રી કિશોરભાઈ,
આપનો પરિચય જાણતાં થાય છે કે આપે ગરીબી સાથે સ્વમના ભેર જિંદગી
જીવી જાણી ને માણી છે. હજરો વીટમ્બના છતાયે હરેક કદમ આગળ વધતા
રહી હિમ શિખરની ઉચીને પ્રાપ્ત કરી શિક્ષણ ક્ષેત્રે નામના મેળવી રાજ્ય
પારિતોષિક મેળવ્યું છે. શિક્ષણ પર લેખો અને કાવ્યો પણ સારા રચ્યા છે.
સાથે શિક્ષણ ઉપયોગી સોફ્ટવેર પણ બનાવ્યું છે.
આપના શિક્ષણ પ્રત્યેના સમર્પણ અને ભાવના ને ધગશને સો સો સલામ સાથે
લાખ લાખ અભિનંદન. આશીર્વાદ સહ ગોવિદ પટેલ ( સ્વપ્ન જેસરવાકર )
Posted by Dr.Kishor on 20/02/2011 at 10:49 am
આદરણીયશ્રી. મોટાભાઈ
આપનો પૂજ્યભાવ હંમેશા બનાવી રાખશોજી,
મારે પ્રેમ સિવાય બીજુ કશું જોઈતું નથી.
લિ.આપનો કિશોર
Posted by રૂપેન પટેલ on 24/01/2011 at 10:03 am
ડૉ કિશોરભાઈ તમારો પરિચય તો કાન્તીભાઈ કરશાળા પાસેથી મળ્યો જ હતો , પણ વધુ પરિચય અહિયાંથી જાણી આનંદ થયો . અત્યાર સુધી રોલ મોડલ વિશે પુસ્તકો અને સાંભળવામાં જ આવ્યુ હતું પણ ખરેખરા રોલ મોડલ આપ છો . આપ વધુ ને વધુ શિક્ષણ ક્ષેત્રમાં સેવાઓ આપી શિક્ષણનું સ્તર ઊંચું લાવો તે માટે ખુબ ખુબ શુભેચ્છાઓ .સુરત આવીશું તો આપને મળવાની તક ગુમાવીશ નહી .
Posted by Dr.Kishorbhai M. Patel on 24/01/2011 at 1:21 pm
Dear shree. Rupenbhai
Thanx,
U R most welcome
Posted by NIL on 09/02/2011 at 3:53 am
શ્રી કીશોરકાકા,
સંઘર્ષ ભર્યું જીવન જીવીને શિક્ષણને એક ઉચીએ લઇ જવાની નેમ સાથે
એક આદર્શ શિક્ષકનું દર્શન પ્રાપ્ત થયું .ખુબ જ સરસ પ્રવ્રીતીઓની ભરમાળ
સાથે હમેશ નવી ઉચીઓને મેળવતા જાવ એવી પ્રાર્થેના
Posted by chandravadan on 09/02/2011 at 6:54 am
Dear Kishorbhai,
It was nice of you to visit/comment on Chandrapukar.
I know visited one time before & clicked “like the Post”. I wanted to sy “THANK YOU ” but I did have tyour Email Address & I did mot know your Blog.
I did click on your Photo & came to know your Name.
Now reading your Profile I seem to know you better. I am HAPPY & PROUD for what you had done. May God guide you more !
Congratulations !
Welcome to Gujarati WebJagat !
Wish you all the BEST ALWAYS !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Kishorbhai…Thanks for your visit/comment on Chandrapukar . Hope to see you often on Chandrapukar !
Posted by Dr.Kishor on 20/02/2011 at 10:53 am
આપનો ખુબ ખુબ આભાર સાહેબ,
આપે મને આવકાર આપ્યો,
હું આ બ્લોગ જ્ગતમાં નવો નવો છું.
મારા લાયક સૂચનો જણાવશો.
કિશોરભાઈ
Posted by chandravadan on 09/02/2011 at 7:22 am
Kishorbhai, I tried to contact you via Email.
I failed….may be the Email Address had some error.
Please do revisit Chandrapukar & it will be nice to see you !
DR. CHANDRAVADAN
Posted by rajeshpadaya on 11/02/2011 at 9:04 am
Dear Brother Kishorbhai…..
“WISH YOU ALL THE BEST”
Posted by Dr.Kishor on 20/02/2011 at 10:53 am
આપની શુભેચ્છા બદલ આભાર સાહેબ
Posted by hema patel on 12/02/2011 at 5:49 am
કિશોરભાઈ, તમારા બ્લોગની મુલાકાત લીધી બહુજ સુન્દર બ્લોગ.
તમારી શિક્ષણ પ્રાપ્ત કરવાની એક તમ્મના માત્ર એ તમને ઉચાઈના
શિખરો પર પહોચાડ્યા અને તમે અત્યારે વાંચક મિત્રોને જ્ઞાન વહેચી
રહ્યા છો તે કોઈ નાની વાત નથી .તમે જીન્દગી પરીયંત જ્ઞાન વહેચતા
રહો, વધારે ઉચાઈઓ પર પહોચો અને પ્રભુ આપને સફળતા અપાવે એવી
શુભેચ્છા .
Posted by Dr.Kishor on 20/02/2011 at 10:46 am
આપનો ખુબ ખુબ આભાર
Posted by Ashokkumar M.patel on 14/02/2011 at 3:46 pm
After discussion with you.I visited your blog.i am so impressed.its so nice and impressive. I come to know that you are on the top of your field.your progres is unpredictable.heartly congatulation for all thoose sucsses and activity.see u latter……………………………………….(Ashok patel)
Posted by Vimesh Pandya on 16/02/2011 at 2:33 am
અદભુત…!!!
હું પણ એક શીક્ષકપુત્ર છું. મારી પાસે શબ્દો નથી.
મને ભણાવનાર શીક્ષક શ્રી બી.ડી. પંડ્યા સાહેબ પછી તમે પહેલા વ્યક્તિ છો જેમની પાસે શીક્ષણમાં આવી ડીગ્રી છે. એ એમકોમ, એમએડ, એલએલબી છે.
Posted by Dr.Kishor on 20/02/2011 at 10:45 am
મને સુંદર પ્રતિભાવ સ્વરૂપમાં પ્રેરણા આપી તે બદલ આભાર
Posted by પંચમ શુક્લ on 16/02/2011 at 8:05 pm
સરસ બ્લોગ. ઉપયોગી પ્રવૃત્તિઓ. એક સાચા શિક્ષકનો સંસ્પર્શ.
Posted by ડો. કિશોરભાઈ એમ. પટેલ on 20/02/2011 at 11:05 am
આપની વાત મારા દિલને સ્પર્શી ગઈ સાહેબ
આભાર
Posted by girishparikh on 20/02/2011 at 9:03 am
ડૉ. કિશોરભાઈઃ
જય શ્રી કૃષ્ણ.
નમસ્તે. આપના પ્રતિભાવ (on the Blog http://www.girishparikh.wordpress.com) બદલ ખૂબ ખૂબ આભાર.
આપના બ્લોગની મુલાકાત લીધી અને આપના વિશે વાંચ્યું. આપના મિત્રોની યાદીમાં મારું નામ ઉમેરશો તો ગૌરવ અનુભવીશ.
ઉમેરું છું કે મારા સ્વ. પૂજ્ય પિતાજી શ્રી હરિભાઈ જ. પરીખ શિક્ષક અને લેખક હતા.
–ગિરીશ પરીખ
Posted by Dr.Kishor on 20/02/2011 at 10:44 am
આપ સાહેબનો પ્રતિભાવ જાણી જાણે મારા અંગત કોઈ
મળ્યા હોય તેવો અહેસાસ થાય છે,
તમે તો હવેથી મારા દિલમાં વસો છો, ભાઈ
લિ.કિશોરભાઈ પટેલ
Posted by jani janki kishorkumar on 20/02/2011 at 10:46 pm
માનનીય સર, પ્રણામ .. તમારા શબ્દો વાચવાનો ,તમારા વિચારો , તમારા શબ્દો,તમારી રમૂજભરી વાતો મહાલવાનો ફરીથી અવસર મલ્યો…
શિક્ષણ સરોવર એ તમારા તરફથી અમોને આપેલી એક સુંદર ભેટ છે..એક સુંદર આશિષ છે.
Posted by સુનીલ શાહ on 21/02/2011 at 11:00 pm
પ્રિય ડૉ.કિશોરભાઈ,
તમારા વિશે ભાઈ કાંતિભાઈ પાસેથી સાંભળ્યું હતું. આજે બ્લોગ જોયા પછી તેની પ્રતિતી થઈ. સરસ બ્લોગ… બસ.. આમ જ આગળ વધતા રહો. મારી શુભેચ્છાઓ છે.
Posted by અમિત પટેલ on 08/03/2011 at 10:29 pm
કિશોરભાઈ પહેલા તો ” શ્રેષ્ઠ શિક્ષક ” નો પારિતોષિક મળ્યા બદલ અભિનંદન,ખરેખર તમે તેના હકદાર છો જ.
શિક્ષણ સાથે આટલા બધા ઓતપ્રોત થઈ કામ કરનારા તમારા જેવા શિક્ષકો મળવા મુશ્કેલ છે,
તમારો બ્લોગ “શિક્ષણ સરોવર” ખરેખર શિક્ષણ ના મહાસાગર સમાન છે.
અમિતભાઈ પટેલ
http://ashupatel.wordpress.com
Posted by Bina on 10/03/2011 at 9:04 pm
કિશોરભાઈ, તમારા બ્લોગની મુલાકાત લીધી બહુજ સુન્દર બ્લોગ છે. હું પણ એક શીક્ષકપુત્રી છુ. મારી ખુબ ખુબ શુભેચ્છા!
Posted by gujaratikavitaanegazal on 09/05/2011 at 7:45 pm
ખુબજ સરસ બ્લોગ
Posted by Dr.Kishorbhai Mohanbhai Patel on 09/05/2011 at 10:45 pm
સાહેબ આપના પ્રેરણાના શબ્દો જોઈને હું ખુશ થઈ ગયો
Posted by P. K. Davda on 04/06/2011 at 10:51 am
આપનો પરિચય વાંચ્યા પછી પ્રતિભાવ આપવા મારી પાસે કોઈ શબ્દ નથી.
બસ માત્ર શુભેચ્છાઓ છે.
-પી. કે. દાવડા
pkdavda@gmail.com
Posted by alplimadiwala on 04/06/2011 at 7:30 pm
સુંદર બ્લોગ, સુંદર પરિચય , સુંદર શબ્દો …અલ્પ લીમડીવાળા.
Posted by Ankit Patel on 23/06/2011 at 3:33 pm
કિશોરમામા,
તમારો બ્લોગ જોઇને ખૂબ આનંદ થયો, ખાસ કરીને ગુજરાતીમાં! કારણ કે ગુજરાતી અને બાકીની ભારતીય ભાષાઓને કમ્પ્યૂટરમાં લાવવું એ જ મારું મુખ્ય કામ છે.
અંકિત
http://www.ankit644.com/
Posted by વિશ્વદીપ બારડ on 27/06/2011 at 8:34 pm
આપની જીવનયાત્રાની ઝલક વાંચી…એટલુજ કહીશઃ
ઝંઝાવત સાથે ઝઝુમી જે માર્ગ બનાવે છે…તે જીવન સુરવીર બને છે,
ઉજ્જડબાગ કે વેરાન રણમાં ખિલાવે ફૂલ જે..તે જીવન માળી બને છે.
વિશ્વવિભુતી બની છે આ જગતમાં એ સૌ ધુળમાંથી આળોટી ઉભા થયા,
નિસ્વાર્થની દુનિયા માં જે જીવે છે માનવી , તે ધ્રુવનો તારો બને છે.
Posted by Daxesh Contractor on 06/07/2011 at 12:28 am
સુંદર અભિવ્યક્તિ … સાચા શિક્ષકો એ સમાજની મૂડી છે. તે થકી જ યુવા ભારતનું ઘડતર થાય … તમારી પ્રવૃતિઓને સલામ ..
Posted by આપણુ ગુજરાત on 09/10/2011 at 9:15 pm
આદરણીય સર,
ખુબ જ સુંદર બ્લોગ
અને એથી પણ સવિશેષ તમારી અભિવ્યક્તિ
અને મારા બ્લોગ પર મુલાકાત લઈ ને પ્રેરણા પુરી પાડી
તે બદલ ધન્યવાદ
મારી પાસે હવે કોઈ શબ્દ નથી
Just hats off to U Dear Sir
તમારા બ્લોગ ની મુલાકાત હુ અવાર નવાર લેતી રહિશ
જય શ્રી કૃષ્ણ
Posted by ranjit on 04/11/2011 at 3:14 pm
visit us at http://www.marugujarat.co.cc
સર , મને તમે જે સોફ્ટવેર ડેવલોપ કરેલ છે તે સોફ્ટવેર ની કોપી મળી શકે?
Posted by ડૉ. કિશોરભાઈ એમ.પટેલ on 08/01/2012 at 12:28 pm
ભાઈશ્રી.
આપને આ કોપી મળી શકે છે સાહેબ
Posted by ushapatel on 31/12/2011 at 4:54 am
આદરણીય ડૉ.કિશોરભાઈ..આપનો પરિચય આપના સુંદર કાર્યો અને જીવન-કવનની માહિતી કંઈક આવી જ હોઈ શકે..શિક્ષણજગતમાં બધાજ મિત્રો હોઈ શકે..જીવન બાગમાં આપનું ફૂલ સદા કાર્યો થકી મહેંક પ્રસરાવે એવી શુભભાવના સાથે નવા વર્ષની રંગીન ઉષાને સૌ વધાવી લઈએ..સર્વે સુખીન: સન્તુ| સર્વે સન્તુ નિરામયા:| અસ્તુ ઓમ શાંતિ..
Posted by ડૉ. કિશોરભાઈ એમ.પટેલ on 08/01/2012 at 12:30 pm
આદરણીયશ્રી. ઉષાબેન
આપની પ્રેરણાથી હુ ખુબ જ ગદગદિત થયો,
આંખોમાં હર્ષાશ્રુ આવી ગયા,
આવી પ્રેરણા હંમેશા આપતા રહેશોજી.
Posted by Manoj Shah on 07/01/2012 at 9:34 pm
Dr Patel:
Outstanding blog and impressive achievement for your education, When I left India in 1973, PhD was more difficult then MBBS, and so in my humble request Pl add PhD after your Name as this will provide lots of inspiration to young and old.
I opened your blog looking for where did you go for medical school, but you have better achievements.
I have signed up and so will be regular reader too.
I am retired and looking for these types of information and sharing with my friends.
Regards
JSK
Manoj Shah
Posted by ડૉ. કિશોરભાઈ એમ.પટેલ on 08/01/2012 at 12:27 pm
આદરણીયશ્રી. મનોજભાઈ સાહેબ
આપની પ્રેરણાથી હુ ખુબ જ ગદગદિત થયો સાહેબ
આંખોમાં હર્ષાશ્રુ આવી ગયા,
આવી લાગણીઓનો વરસાદ વરસાવતા રહેશોજી.
Posted by Jitendra Indave on 25/01/2012 at 1:13 pm
સરસ શરૂઆત કરી છે તમે ઈન્ટરનેટ વિશ્વમાં …બસ્સ આવો જ પ્રવાહ અવિરત ચાલુ રાખજો …ધન્યવાદ
Posted by ડૉ. કિશોરભાઈ એમ.પટેલ on 25/01/2012 at 4:32 pm
આદરણીયશ્રી. જિતેન્દ્રભાઈ
આપના લાગણીસભર શબ્દોથી ખુબ જ પ્રેરણા મળે છે સાહેબ
આપનો ખુબ ખુબ આભાર
Posted by Jitendra Indave on 25/01/2012 at 7:19 pm
તમે રાજ્ય પૃસ્કાર મેળવેલ શિક્ષક છો. તે મોટી સિદ્ધિ છે તમારી….પ્રથમ વખત મેં નોટીસ ન હતું કર્યું
તે સિદ્ધિ માટે તમને હાર્દિક અભિનંદન
સાહેબ , સુરત માં તમે કઈ સ્કુલ માં શિક્ષક છો?
Posted by ડૉ. કિશોરભાઈ એમ.પટેલ on 25/01/2012 at 10:27 pm
આદરણીયશ્રી. જીતુભાઈ
સાહેબ આપની પ્રેરણાથી હું ખુબજ ગદગદિત થઈ ગયો,
જાણે કોઈક જન્મના સંબંધ હોય તેવો અહેસાસ થાય છે.
સાહેબ હું સુરત શહેરની ઉ.મા.શાળામાં નોકરી કરૂ છું.
આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત – 9
Posted by Jitendra Indave on 26/01/2012 at 12:29 pm
જરાક માટે રહી ગયો . ગયા વર્ષેજ હું અને મારા બીજા શિક્ષક મિત્રો ટેકરાવાલા સ્કૂલ માં કમ્પ્યુટર લેબ નું સેટઅપ જોવા માટે આવેલા. ચાલો કોઈ વાત નહિ બીજી વાર મોકો મળે તો નક્કીજ મળીશું
Posted by ડૉ. કિશોરભાઈ એમ.પટેલ on 27/01/2012 at 1:19 pm
આદરણીયશ્રી. જીતેન્દ્રભાઈ
કોઈ ચિંતા ના કરશો, આમ પણ હું મહિને – બે મહિને
અમદાવાદ તરફ આવવાનું થાય જ છે સાહેબ
વિધાતા આગળ આપણે લાચાર છીએ સાહેબ
જરૂર મળવાનુ તે જ ગોઠવશે. સાહેબ
Posted by Vipul Desai on 29/01/2012 at 6:07 am
સ્નેહી કિશોરભાઈ,
આપના બ્લોગને જોયો હતો પરંતુ આપના વીશે વાંચીને ખુબ જ આનંદ થયો અને તમારા માટે ગર્વની લાગણી થઇ. આપની જીવનકથાને મળતી ઝૂલતી કથા( કદાચ એ બાળકની કથામાં વ્યથા વધારે છે) કહેતો એક અનાથ બાળકનો વિડીયો મારા બ્લોગમાં મુકીશ. મેં તો આ વિડીયો જોયો ત્યારે આંખમાંથી આંસુઓની ધાર બંધ નહોતી થતી. જોઈએ ત્યારે થાય છે કે આપણને જરાક તકલીફ થાય તો આપણે ઈશ્વરને ફરિયાદ કરીએ છીએ, પરંતુ આ અનાથ બાળકની સ્ટોરી જોઈને એમ થાય કે ઈશ્વર આપણી આટલી બધી તરફેણ કેમ કરતો હશે? પેલા અનાથ બાળકને કેમ આટલું બધું દુ:ખ? એની તકલીફો સામે આપણી તકલીફોને તકલીફો ગણવી કે ઈશ્વરની રહેમ?
વિપુલ એમ દેસાઈના સ્નેહવંદન
http://suratiundhiyu.wordpress.com/
Posted by ડૉ. કિશોરભાઈ એમ.પટેલ on 29/01/2012 at 2:52 pm
આદરણીયશ્રી. વિપુલભાઈ
આપે મારા પ્રત્યે વ્યક્ત કરેલ આપના લાગણી સભર શબ્દોનો
આભાર કયા શબ્દોમાં દર્શાવુ તે મને સમજ પડતી નથી.
આપનો ખુબ ખુબ આભાર
Posted by baboogudol on 14/04/2012 at 3:45 pm
વડીલ શ્રી કિશોરભાઈ
આપ ઈસ કૃપાથી કુશળ હશો
તમારા બ્લોગ ની અવાર નવર મુલાકાત તો લઉં છું તમારો બ્લોગ ખરેખર સુંદર છે
આ વખાણ નથી પણ હકીકત છે . મારે આપની મદદની જરૂર છે મને હસમુખભાઈ પટેલ (સામાજિક) વાળા
તરફથી એક ક્વીઝ બનાવવાનો સોફ્ટવેર મળેલ છે મેં ક્વીઝ પણ બનાવેલ પણ હવે તકલીફ એ છે
કે ક્વીઝ તો બની ગયી પણ આ સોફ્ટવેર ટ્રાયલ વર્ઝન હોવાથી તે સોફ્ટવેર ની વેબસાઈટ નું નામ આવે છે
આ તકલીફ મોથી મુક્તિ મેળવવા આપ શ્રી મને જરૂરી કી નંબર આપો તો રાહત રહે હું આશા રાખું છું કે
આપ શ્રી ના નહિ પાડો કારણ કે આનો ઉપયોગ વિદ્યાર્થી ઓ અને શિક્ષક ને ઉપયોગી થશે તે છે નહિ કે ધંધાદારી
હું પણ એક શાળામાં ગણિત વિજ્ઞાન શિક્ષક છું
ક્વીઝ માટે ની લિંક
https://docs.google.com/open?id=0B6nYNgUK_esIc2ZqUDRJNXRXdjg