જાગ રે માનવ જાગ…!


જાગ રે માનવ જાગ…! 

જાગ રે માનવ જાગ, જાગ રે માનવ જાગ,

વૃક્ષો તો આગને પણ બનાવશે બાગ…જાગ રે માનવ જાગ…! 

વન તો છે. કુદરતી સંપત્તિ,

દૂર કરશે આપણી વિપત્તિ…જાગ રે માનવ જાગ…! 

વૃક્ષો તો આપશે ગુંદર – લાખ,

એ તો છે. સજીવ સૃષ્ટિની પાંખ…જાગ રે માનવ જાગ…! 

જંગલો છે. તો લઈશું આપણે શ્વાસ,

બીજા તો કોની પર મુકીશું વિશ્વાસ…જાગ રે માનવ જાગ…! 

વૃક્ષો તો છે. આપણા આંખ, નાક, કાન

વધારશે આપણા પર્યાવરણની મુસ્કાન…જાગ રે માનવ જાગ…! 

વૃક્ષો તો ઝુકીને પણ આપે ફળ,

માનવીના ઉદરને વળે છે. કળ…જાગ રે માનવ જાગ…! 

વૃક્ષો તો કપાઈને પણ આપે સુગંધ,

તો ચાલો કરીએ વૃક્ષ છેદન બંધ…જાગ રે માનવ જાગ…! 

વૃક્ષો તો આપશે ઔષધિ-મલમ,

કરીએ આપણે લાખો સલામ…જાગ રે માનવ જાગ…! 

ન લાગવા દેશે પર્યાવરણને દાગ,

આવરણ હટાવી થઈ જા તું સજાગ…જાગ રે માનવ જાગ…! 

વૃક્ષો તો ખેંચી લાવશે પાણી,

કિશોર કહે મારી છે, આકાશવાણી…જાગ રે માનવ જાગ…! 

ડો.કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા શાળા, રાંદેરરોડ, સુરત-૯

Advertisements

One response to this post.

 1. આદરણીય ડૉ.કિશોરભાઈ,

  જનહિતાર્થે પર્યાવરણ ની સાર-સંભાળ લેવા અને તેની કાળજી રાખવાની સમજણ કાવ્ય રચના દ્વારા ખૂબજ સુંદર ભાવ સાથે હકીકતનું નિર્દેશન કર્યવા કોશીશ કરેલ છે…

  સુંદર ભવ સાથેની રચના !

  ધન્યવાદ !

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s