ગુજરાતી સમાજ મારો ઘડવૈયો…!


ગુજરાતી સમાજ મારો ઘડવૈયો…!

મારો છે. ગુજરાતી સમાજ,
એના પર છે. મને નાઝ…ગુજરાતી સમાજ મારો ઘડવૈયો…!

સંસ્કૃતિનું ઘડતર કરે છે. આજ,
એજ છે, સમાજનો સરતાજ…ગુજરાતી સમાજ મારો ઘડવૈયો…!

હે! યુવાનો બનીએ સમાજના વનરાજ,
આપો શિક્ષણમાં એક સાંજ…ગુજરાતી સમાજ મારો ઘડવૈયો…!

કરશે એક દિ’ બધા પર રાજ,
પહેરાવશે સમાજને સભ્યતાનો સરતાજ…ગુજરાતી સમાજ મારો ઘડવૈયો…!

વડીલો કરશો ના કદી નારાજ,
યુવાનો રાખશે આપની લાજ…ગુજરાતી સમાજ મારો ઘડવૈયો…!

અંધશ્રધ્ધા માટે કરો ઇલાજ,
લગનથી કરીએ સમાજના કામકાજ…ગુજરાતી સમાજ મારો ઘડવૈયો…!

સમાજની સેવા કરવાનો રિવાજ,
શિક્ષણ દ્વારા લાવીએ વૈજ્ઞાનિક મિજાજ…ગુજરાતી સમાજ મારો ઘડવૈયો…!

જન સેવાથી પ્રસન્ન થશે નટરાજ,
કિશોર કહે છે, કે લોકોના દિલમાં બિરાજ…ગુજરાતી સમાજ મારો ઘડવૈયો…!

રચયિતા ઃ ડો.કિશોરભાઇ મોહનભાઇ પટેલ

આઇ.એન.ટેકરાવાલા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત-૯

NOTE : U Visit my website : http://www.drkishorpatel.org

Advertisements

7 responses to this post.

 1. સ્નેહી કિશોર્ભાઈ

  ઘણી જ સુંદર રચના બદલ ખૂબ ખૂબ અભિનંદન.

  ગુજરાતી તરીકે ગુજરાત અને ગુજરાતીઓની અસ્મિતા અંગેની રચના ખરેખર અભિનંદનને પાત્ર છે. દરેક ગુજરાતીની છાતી ગજ ગજ ફૂલતી હશે જ.
  અમૄતગિરિ ગોસ્વામી

  Like

  Reply

 2. અત્યંત સુંદર ..આપની કાવ્ય કણિકાઓ મનને ચિંતન કરવા મજબુર કરે છે પરિણામ સ્વરૂપ સમાજ માટે કઈક કરી છૂટવાની નેમે બંધાવે છે ..પ્રેરણા આપે છે ..જીવન માં ઘણા જીવે છે પણ આપતો જીવંત છો એમ હું માનું છું …આપ મારા મિત્ર છો તે મારે મન એક વિશેષ આનંદ છે ….

  Like

  Reply

 3. આદરણીય ડો. કિશોરભાઈ,

  ગુજરાતી હોવાનું ગૌરવ દરેક ગુજરાતીને હોવું જોઈએ….

  Like

  Reply

 4. Posted by chandravadan on 01/01/2012 at 11:53 pm

  Kishorbhai,
  Nice Vicharo…Nicely said in the Words….and wonderfully placed as your Rachana.
  Liked the Post !
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

  Like

  Reply

 5. વાહ વાહ કીશોરભાઇ… ઘણા બધા પાસાને આવરી લેતી આ રચના ઘણી ગમી….. સરસ

  Like

  Reply

 6. સુંદર અને ગૌરવ ભરતી રચના. સાચે જ આપણને ઘડનારો તો આ સમાજ જ છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  Reply

 7. શ્રી કિશોરભાઈ,

  કરશે એક દિ’ બધા પર રાજ,
  પહેરાવશે સમાજને સભ્યતાનો સરતાજ…ગુજરાતી સમાજ મારો ઘડવૈયો…!

  સુંદર શબ્દો સજાવ્યા છે.

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s