બાળક ખોવાયું મારૂં મેળામાં…!


બાળક ખોવાયું મારૂં મેળામાં…!

શિસ્ત સંયમના પાઠોમાં,
બાળક ખોવાયું મારૂં મેળામાં…!

જ્ઞાન – અજ્ઞાનના પ્રવાહમાં,
બાળક ખોવાયું મારૂં મેળામાં…!

ટયુશન – અભ્યાસના ચક્કરમાં,
બાળક ખોવાયું મારૂં મેળામાં…!

શિક્ષણ પ્રોજેકટના કેલેન્ડરમાં,
બાળક ખોવાયું મારૂં મેળામાં…!

બદલાયા માળખા પ્રવાહના,
બાળક ખોવાયું મારૂં મેળામાં…!

સ્વાધ્યાયપોથીની ફિકરમાં,
બાળક ખોવાયું મારૂં મેળામાં…!

મોક કસોટીના ટેન્શનમાં,
બાળક ખોવાયું મારૂં મેળામાં…!

મારી હાઇસ્કૂલના ફળિયામાં,
બાળક ખોવાયું મારૂં મેળામાં…!

રજત જ્યંતિના મોકામાં,
બાળક ખોવાયું મારૂં મેળામાં…!

ભાગ લીધો અમે ક્વ્વાલીમાં,
બાળક ખોવાયું મારૂં મેળામાં…!

નિર્ણાયકો મુકાયા ચિંતામાં,
બાળક ખોવાયું મારૂં મેળામાં…!

કિશોર પટેલના વગડામાં,
બાળક ખોવાયું મારૂં મેળામાં…!

રચયિતા ઃ ડો. કિશોરભાઈ મોહનભાઈ પટેલ
આઈ.એન.ટેકરાવાલા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત-૯

Advertisements

7 responses to this post.

 1. ખુબ સુંદર ..સર

  ખોવાયેલું તે બાળક જ્ઞાનમાં તરબોળ થવાનું છે…. પણ ??
  જો બાળની આ સફર દરમિયાન વાલીનો સથવારો ને પ્રત્યક્ષતા ની હુફ્ફ ના મળે તો વિકારો તો આમ પણ મીંટ માંડીને બેઠા હોય છે ..પછી દોષ સંસ્થા પર ઢોળવો મૂર્ખતા છે ..અતિ સુંદર રચના કિશોર ભાઈ

  Like

  Reply

 2. ખુબ જ સાદગીથી ભરેલી અને સાચો પાઠ ભણાવતી સુંદર રચના.આનંદ થયો તમારા બ્લોગની મુલાકાત લઈને

  Like

  Reply

 3. કિશોરભાઈ સાહેબ સરસ ચોટદાર રચના છે અને આજના સમયની આ નરી વાસ્તવિકતા છે .

  Like

  Reply

 4. આદરણીય ડૉ. કિશોરભાઈ,

  મૂલ્યલક્ષી કેળવણીમાં માતાપિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા અગત્યની છે. જો તેમાં થોડી પણ કચાસ રહે છે ત્યારે આજના સમયમાં બાળક જરૂર મેળામાં ખોવાઈ જાય !

  ખૂબજ સમયોચિત રચના !

  અભિનંદન !

  Like

  Reply

 5. શિક્ષણ પ્રોજેકટના કેલેન્ડરમાં,
  બાળક ખોવાયું મારૂં મેળામાં…!

  બદલાયા માળખા પ્રવાહના,
  બાળક ખોવાયું મારૂં મેળામાં…!
  ………….

  ખૂબજ સમયોચિત રચના !

  અભિનંદન !

  Like

  Reply

 6. Posted by chandravadan on 26/11/2011 at 7:56 am

  કિશોર પટેલના વગડામાં,
  બાળક ખોવાયું મારૂં મેળામાં…!..
  Read the Post till the End.
  Enjoyed !
  DR. CHANDRAADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see you on Chandrapukar.

  Like

  Reply

 7. શ્રી કિશોરભાઈ,

  જ્ઞાન – અજ્ઞાનના પ્રવાહમાં,
  બાળક ખોવાયું મારૂં મેળામાં…!

  ટયુશન – અભ્યાસના ચક્કરમાં,
  બાળક ખોવાયું મારૂં મેળામાં

  આજની શિક્ષણ પદ્ધતિ અંગે લાલબતી ધરતી કવિતા

  સુંદર શબ્દો સજાવ્યા છે.

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s