Archive for January, 2010

!!…Think Positive…!!!


!!…Think Positive…!!!


One Tree makes One Lac matchsticks,

But One matchstick can burn One lac Trees,

Similarly One Negative Thought can burn Thousands

Dreams,  So Think Positive always.

Happy 26 th January2010

Dr. Kishorbhai M.Patel

Smt. I.N.Tekrawala Higher Secondary School, Rander road, Surat

!!…વિચાર ૫રિવર્તનના ચાર આધાર છે…!!


!!…વિચાર ૫રિવર્તનના ચાર આધાર છે…!!

જો સફળ જીવન જીવવાની ઇચ્છાને સાકાર કરવી હોય તો

સૌથી ૫હેલાં આત્મનિરીક્ષણ કરવું જોઈએ. પોતાના વિચારો,

માન્યતાઓ, આસ્થાઓ તથા અભિમાનની સમીક્ષા કરવી જોઈએ

અને એમનામાં જેટલાં ૫ણ ખરાબ તત્વો હોય તેમને દુર કરવા માટે

મંડી જવું જોઈએ, ૫રંતુ આવું ત્યારે જ થઈ શકે છે કે

જયારે એમનું સ્થાન પૂરવા માટે સદ્દ્ વિચારોની

સ્થા૫નાની વ્યવસ્થા કરવામાં આવે.

વિચાર ૫રિવર્તનના ચાર આધાર છે.

સ્વાધ્યાય,

સત્સંગ,

મનન

અને

ચિંતન.

જો તમને અ૫નાવવામાં આવે તો જીવનનું સ્વરૂ૫ બદલાઈ જશે અને

અવસાદ ઉત્કર્ષમાં ફેરવાઈ જશે.


::: યુગ ઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય :::

વિદ્યાર્થીઓ/વાલીમિત્રોને/શિક્ષકોને/શાળાઓને પુસ્તક મેળવવાની ઉત્તમ તક ઃ


વિદ્યાર્થીઓ/વાલીમિત્રોને/શિક્ષકોને/શાળાઓને પુસ્તક મેળવવાની ઉત્તમ તક ઃ


સુરતમા પુસ્તક મેળો..


તારીખઃ ૨૨ જાન્યુઆરી ૨૦૧૦ થી તારીખઃ ૨૮ જાન્યુઆરી ૨૦૧૦

સ્થળઃ- વનિતા વિશ્રામ મેદાન,સુરત R.T.O ની સામે,અઠવાગેટ

ઃઃ શિક્ષણક્ષેત્રના પુસ્તકો એક જ જગ્યાએ ઉપલબ્ધ બનેલ છે.

તો વાલીમિત્રોને વિનંતિ કે જો આપનું બાળક

ધોરણ ઃ ૧૦ / ૧૨ બોર્ડની પરીક્ષા આપનાર હોય તો

પ્રશ્નપત્ર કે સુચના અનુસાર અથવા વિભાગવાર (મુજબ) પેપર મળતા હોય છે.

જુદી જુદી શાળાના પેપરો પણ મળતા હોય છે.

તે લઈ આપના બાળક પાસે વધુ પેપર લખવાની પ્રેકટિસ કરાવો.

ઘણાં અનુભવી શિક્ષકો દ્વારા પેપરો કાઢવામાં આવે છે.


ડો. કિશોરભાઈ એમ.પટેલ
Smt. I. N. Tekrawala Higher Secondary School, Rander road, Surat.

!!…કલાકાર હાથો વડે જીવનને શણગારે…!!


!!…કલાકાર હાથો વડે જીવનને શણગારે…!!


કલાકાર હાથો વડે જીવનને શણગારે

કલાકારિતાના અનેક ૫ક્ષ છે,

૫રંતુ દરેકની વ્યાખ્યા એક જ છે કે

અણગઢને સુગઢમાં બદલી દેવામાં આવે.

કુંભાર નકામી માટીને રમકડાંમાં બદલી નાખે છે.

સોની ધાતુના ટુકડામાંથી ઘરેણા બનાવી દે છે.

લોખંડને ઓગાળનારા તેના ઉ૫યોગી દાગીના

ભાગ બનાવીને સુંદર મશીન ઉભું કરી દે છે.

શિલ્પી ૫ત્થરના નાના મોટા ટુકડાઓને છીણી

હથોડીની મદદ વડે દેવપ્રતિમાઓમાં બદલી નાખે છે.

ઃઃ ગાયત્રી જ્ઞાન પ્રસાદ ઃઃ

સૌજન્યતા ઃ

ગાયત્રી જ્ઞાન મંદિર – જેતપુર

રજુઆતકર્તા ઃ

ડો.કિશોરભાઈ એમ.પટેલ
આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

!!…ગાયત્રી મહામંત્ર…!!


!!…ગાયત્રી મહામંત્ર…!!


ગાયત્રી મહામંત્ર

ૐ ભૂર્ભુવ:સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત્ !!

:– એ પરમાત્માનું આદિ નામ છેઓ (શ્રેષ્ઠ છે)

ભૂર્ :– જે સર્વે પ્રાણીઓને જીવિત રાખે છે.

ભુવ :- જે પોતાના ભક્તનાં સર્વ દુ:ખો દૂર કરે છે.

સ્વ :– જે સર્વ જગતને ગતિ આપે છે. (ચલાવે છે)

તત્ :- તે. (ભગવાન ભાસ્કર )

સવિતુર્ :– સર્વ જગતને ઉત્પન્ન કરનાર.

વરેણ્યમ્ :-અત્યંત આનંદદાયક

ભર્ગો :- તેજ (પ્રકાશ)

દેવસ્ય :- દેવનું.

ધીમહિ :– અમે ધ્યાન ધરીએ છીએ.

ધિયો :- બુદ્ધિને.

યો :– જે

ન: :– અમારી

પ્રચોદયાત્ :– પ્રેરણા કરે.


::: ભાવાર્થ :::

જે સર્વ પ્રાણીઓનું જીવન છે.

જે પોતાના દરેક ભક્તોનો સર્વ દુ:ખોનું નિવારણ કરનાર અને

જે સમસ્ત જગતને ઉત્પન્ન કરનાર તેમજ ચલાવવનાર છે.

તે ભગવાન સૂર્ય નારાયણના અત્યંત આનંદદાયક તેજ (પ્રકાશ) નું

અમે ધ્યાન ધરીએ છીએ અને એવા ભગવાન સવિતાદેવ અમારી બુધ્ધિમાં પ્રેરણા કરો.

:: ગાયત્રી જ્ઞાનપ્રસાદી ::

::: સૌજન્યતા :::

આદરણીયશ્રી. કાંતિભાઈ કરસાળા

રજુઆતકર્તાઃ ડો. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

!!…વૃક્ષરાજને હંમેશા નમસ્કાર કરો…!!


!!…વૃક્ષરાજને હંમેશા નમસ્કાર કરો…!!

વૃક્ષના મૂળમાં બ્રહ્મા,

છાલમા વિષ્ણું ડાળીઓમાં રુદ્ર તથા મહેશ

તેમજ પાને પાને દેવતાઓનો નિવાસ છે.

વૃક્ષરાજને હંમેશા નમસ્કાર કરો…!!


રજુઆતકર્તાઃ

ડો.કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

!!…બોર્ડની પરીક્ષા ઃ બાળકો / માતા-પિતા સાવધાન…!!


!!…બોર્ડની પરીક્ષા ઃ બાળકો / માતા-પિતા સાવધાન…!!

આખરી ૪૦ દિવસ માટે રાખવાની સાવધાનીઓ ઃ


૧. દરરોજ તમારા બાળકો સાથે શાન્તિ-ખુશીથી રજુ થાવ.

૨. બાળકોના ખોરાક્ની કાળજી રાખો,સુપાચ્ય – હલકો ખોરાક આપો.

૩. ગાડી-વાહન ધીમે હંકારવાની સલાહ આપો.

૪. ટ્કાવારી બાબતે દરરોજ ટોક્-ટોક કરશો નહિ.

૫. ઝડપી પુનરાવર્તન થાય તેવું સમયપત્રક બનાવી અમલ કરાવો.

૬. પ્રશ્નપત્ર લખાવવાની ટેવ વધારો.

૭. જીવનમાં માત્ર ટકા જ મહત્વના નથી,પરંતુ આ દેશને સારા માણસની પણ જરુરત છે.

૮. બાળક હતાશા-નિરાશામાં ગરકાવ ન થાય તેની કાળજી રાખશો.

૯. અસામાન્ય સંજોગો ઉભા થાય તો તમારા શિક્ષકની સલાહ અવશ્ય લો.

૧૦. બોર્ડની પરીક્ષા હોય બાળકને એકલા-અટુલા પડવા દેશો નહિ.

૧૧. બાળક આનંદ પૂર્વક વાંચન કરે તેવા સંજોગો-અનૂકૂળતા કરી આપો.

૧૨. ઉત્તરો લખી લખીને તૈયાર કરાવો, વધુ યાદ રહેશે.

૧૩. ધોરણ ઃ ૧૦ માં કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકાશે નહિ.

૧૪. ધોરણ ઃ ૧૨ માં સાદા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકાશે.

૧૫. માતા-પિતાએ ઘરમાં ટી.વી., રેડિયો વગાડવાનું હાલ બિલકુલ બંધ રાખશો.

૧૬. માતા-પિતાએ ઘરમાં ક્રિકેટ મેચ જોવાનું બિલકુલ બંધ રાખશો, કારણકે બાળક્નું

ધ્યાન વિચલિત થશે.

૧૭. બાળકને પરીક્ષા દરમિયાન લીબું-રસ,જ્યુશ આપતા રહેવું જેથી સ્વસ્થ રહે.

૧૮. બાળક્નું વર્તન તમને અસાધારણ લાગે તો તમારા ફેમિલી ડોક્ટરની સલાહ લેવી.

૧૯. જો બન્ને (કપલ)નોકરી કરતા હોય તો હવે કોઈપણ એક બાળક પાસે રજા મુકી હાજર

રહો તો  પરીક્ષાના પરિણામમાં ચાર ચાન્દ લાગી જશે.

ડો.કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

!!…પૃથ્વી જ જેમની શય્યા છે…!!


!!…પૃથ્વી જ જેમની શય્યા છે…!!

ધીરજ જેમના પિતા છે અને
ક્ષમા જેમની જનની છે,
ચિર શાંતિ જેમની પત્ની છે,
સત્ય પુત્ર છે,
દયા બહેન છે,
મનને સંયમ ભાઈ છે,
પૃથ્વી જ જેમની શય્યા છે,
દિશાઓ વસ્ત્ર છે,
જ્ઞાનામૃત ભોજન છે –
આ બધાં જેમનાં કુટુંબીજનો છે,
એવા યોગીજનોને કોનો ભય હોઈ શકે?

:: ગાયત્રી જ્ઞાનપ્રસાદી ::

Special Thanx 2:
Mr. Kantibhai Karshala

Presented By:
Dr. Kishorbhai M.Patel

!!…શીખવા માટે જરૂરી…!!


!!…શીખવા માટે જરૂરી…!!


શીખવાની ઈચ્છા રાખનારને માટે

ડગલે ને ૫ગલે શિક્ષક હાજર છે,

૫ણ આજે શીખવું છે કોને ?

દરેક પોતાના અપૂર્ણતાના

અહંકારમાં અક્કડ થઈને ફરે છે.

શીખવા માટે હૃદયનાં દ્વાર ખોલી

નાખવામાં આવે તો વહેતા ૫વનની

જેમ સાચું શિક્ષણ સ્વયં આ૫ણા

હૃદયમાં પ્રવેશવા માંડે.

:: શ્રીરામ શર્મા આચાર્ય ::

સૌજન્ય : ગાયત્રી જ્ઞાન પ્રસાદ ( શ્રી.કાન્તિભાઈ કરસાલા )

સંકલન ઃ ડો.કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

!!…આપણો એક માત્ર શિક્ષક છે…!!


!!…આપણો એક માત્ર શિક્ષક છે…!!આપણો એક માત્ર શિક્ષક છે,

આદર્શ

તેનું શિક્ષણ લેનારા વિદ્યાર્થીઓ

નવરત્ન બની જાય છે,

આ સ્કૂલ કરતાં બીજી કોઈ

શિક્ષણ સંસ્થા મહાન નથી.


પંડિતશ્રી.રામશર્મા આચાર્ય

સૌજન્ય ઃ શ્રી.કાન્તિભાઈ કરસાલા

સંકલન ઃ ડો.કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯