Archive for July, 2010

!!!…ગુજરાતીજન તો તેને રે કહીએ…!!!


!!!…ગુજરાતીજન તો તેને રે કહીએ…!!!


ગુજરાતીજન તો તેને રે કહીએ, જે બીજાને મદદ કરી જાણે રે.
કવિતા અને ગઝલ લખે તોય, મન અભિમાન ન આણે રે
ગુજરાતીજન તો તેને રે કહીએ…!

સકળ લોકમાં સૌને કોમેન્ટસ આપે, નિંદા ન કરે કોઈની રે.
વાણી, વર્તન શુધ્ધ રાખે, ધન્ય ધન્ય છે તેમની જનેતા રે
…ગુજરાતીજન તો તેને રે કહીએ…!

શાયરી – ગઝલમાં સમય કાઢી, પરસ્પર દેવોભવોની ભાવના રે.
સત્યના માર્ગે ચાલે અને ચલાવે, તોય કાળું નાંણું નવ ઝાલે હાથ રે
…ગુજરાતીજન તો તેને રે કહીએ…!

મોહ માયા પર કાબુ જેનો, સેવા ભાવ તેમના મનમાં રે.
સ્વરે સ્વરે ઈશ્વર બેઠો તોય, તિરથ માત-પિતાના ચરણોમાં રે
.
..ગુજરાતીજન તો તેને રે કહીએ…!

લોભ-થોભ છોડ્યો જેણે, તન મનમાં શાંતિ તેને રે.
કિશોર પટેલની રચના જોતાં, ગુજરાતી સમાજે તેને તાર્યો  રે
…ગુજરાતીજન તો તેને રે કહીએ…!

ડો.કિશોરભાઈ એમ.પટેલ
આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

તા.૨૯ / ૭ / ૨૦૧૦
સમય ઃ રાત્રે ઃ ૮-૫૦ કલાકે

ગુજરાતીજન તો તેને રે કહીએ

!!!…ગુરુપૂર્ણિમાએ મારા ગુરુજનોને વંદન્…!!!


!!!…ગુરુપૂર્ણિમાએ મારા ગુરુજનોને વંદન્…!!!


સાદરવંદન…,

૧. ઊઠો, જાગો અને ઉત્તમ પુરુષોને ચરણે બેસી જ્ઞાનવાન બનો….ક્ઠ ઉપનિષદ

૨. ગુરુની સેવા કરો અને નમ્રતાપૂર્વક,વિવેકપૂર્વક ફરી ફરી પ્રશ્નો પૂછી જ્ઞાન

મેળવો…ગીતા

૩. જે મારી ભણી વળેલો છે, તેવા માનવીએ બતાવેલ માર્ગે ચાલો….કુરાન

૪. ગુરુ-મુખે જ્ઞાન મપાય, જો ગુરુ-વચન સાંભળશો તો આત્માની દાબડીમાં પુરાયેલા

રત્નો હાથ લાગશે…..નાનક

૫. એક અક્ષરનો પણ જો ગુરુએ બોધ આપ્યો હોય તો પૃથ્વી પર એવું કોઈ દ્રવ્ય નથી જે

આપીને એ ગુરુ-ઋણમાંથી મુક્ત થવાય….ચાણક્ય

…….સંકલન……..

ડો.કિશોરભાઈ એમ.પટેલ


!!!…ગણિત મહારાણી…!!!


!!!…ગણિત મહારાણી…!!!

. ગણિત બધા વિષયોની મહારાણી છે…….ગણિતશાસ્ત્રી…..ગોસ

. ગણિતશાસ્ત્રી એટલે માનવીય વિચારધારાના ઉંચામાં ઉચા પગથિયે પહોંચેલો

માણસ. ગણિતશાસ્ત્રી…..હેવલોક એલિસ

. બુધ્ધિપૂર્વક દલીલ કરી શકે એવો ગણિતશાસ્ત્રી મને ભાગ્યેજ જોવા મળ્યો છે.

…..પ્લેટો…..

….સંકલન….

ડો.કિશોરભાઈ એમ.પટેલ

!!!…Maths Magic…!!!


!!!…Maths Magic…!!!


૧. સૌ પ્રથમ તમારા મોબાઈલનો છેલ્લો નંબર લખો. ( ધારોકે છેલ્લો નંબર…૪ )

૨. છેલ્લા નંબરને ૨ વડે ગુણો. ( ૪ ગુણ્યા ૨ = ૮ થયા )

૩. જે જવાબ આવ્યો તેમાં ૫ ઉમેરો. ( ૮ + ૫ = ૧૩ થયા )

૪. જે જવાબ આવ્યો તેને ૫૦ વડે ગુણો. ( ૧૩ ગુણ્યા ૫૦ = ૬૫૦ થયા )

૫. જે જવાબ આવ્યો તેમાં તમારી ઉંમર ઉમેરો.( ૬૫૦ + ધારોકે ૩૦ ઉંમર = ૬૮૦ થયા)

૬. જે જવાબ આવ્યો તેમાં ૩૬૫ ઉમેરો. ( ૬૮૦ + ૩૬૫ = ૧૦૪૫ થયા )

૭. જે જવાબ આવ્યો તેમાંથી ૬૧૫ બાદ કરો.(૧૦૪૫-૬૧૫=પરિણામનું અવલોકન કરો.)

પરંતુ અભિપ્રાય આપવાનું ભુલશો નહિ.

……..અજ્ઞાત……..

ડો.કિશોરભાઈ એમ.પટેલ

આઈ. એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,સુરત-૯