!!!…ગુજરાતીજન તો તેને રે કહીએ…!!!


!!!…ગુજરાતીજન તો તેને રે કહીએ…!!!


ગુજરાતીજન તો તેને રે કહીએ, જે બીજાને મદદ કરી જાણે રે.
કવિતા અને ગઝલ લખે તોય, મન અભિમાન ન આણે રે
ગુજરાતીજન તો તેને રે કહીએ…!

સકળ લોકમાં સૌને કોમેન્ટસ આપે, નિંદા ન કરે કોઈની રે.
વાણી, વર્તન શુધ્ધ રાખે, ધન્ય ધન્ય છે તેમની જનેતા રે
…ગુજરાતીજન તો તેને રે કહીએ…!

શાયરી – ગઝલમાં સમય કાઢી, પરસ્પર દેવોભવોની ભાવના રે.
સત્યના માર્ગે ચાલે અને ચલાવે, તોય કાળું નાંણું નવ ઝાલે હાથ રે
…ગુજરાતીજન તો તેને રે કહીએ…!

મોહ માયા પર કાબુ જેનો, સેવા ભાવ તેમના મનમાં રે.
સ્વરે સ્વરે ઈશ્વર બેઠો તોય, તિરથ માત-પિતાના ચરણોમાં રે
.
..ગુજરાતીજન તો તેને રે કહીએ…!

લોભ-થોભ છોડ્યો જેણે, તન મનમાં શાંતિ તેને રે.
કિશોર પટેલની રચના જોતાં, ગુજરાતી સમાજે તેને તાર્યો  રે
…ગુજરાતીજન તો તેને રે કહીએ…!

ડો.કિશોરભાઈ એમ.પટેલ
આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

તા.૨૯ / ૭ / ૨૦૧૦
સમય ઃ રાત્રે ઃ ૮-૫૦ કલાકે

ગુજરાતીજન તો તેને રે કહીએ

Advertisements

9 responses to this post.

 1. મોહ માયા પર કાબુ જેનો, સેવા ભાવ તેમના મનમાં રે.
  સ્વરે સ્વરે ઈશ્વર બેઠો તોય, તિરથ માત-પિતાના ચરણોમાં રે…ગુજરાતીજ

  SACHI VAT CHE BHAI
  વાહ ભાઈ
  મોહ માયા પર કાબુ જેનો,
  પ્રભુ ભજન જેના મનમાં રે !
  સેવા ની કંઠી બધી પછી –
  અડસઠ તીર્થ ની નથી ઝંખના રે !!
  સીમા દેવ

  Like

  Reply

 2. Posted by Khushbu Naik(Desai) on 09/09/2010 at 6:04 pm

  Sir, Lamba samay pachi … tamane aa rite joy ne to aanad thayo j …pan gujarati wesite joy ne pan thayo… hu tamari juni vidhyarthini chu 🙂

  varash ’03.. viganan pravah 🙂
  Khushbu Naik (Desai)
  London,UK.

  Like

  Reply

 3. શ્રી કિશોરભાઈ,
  ગરવા ગુજરાતી જાનને ગજાવતું એક નવલું નજરાણું.
  અભિનંદન.

  Like

  Reply

 4. Posted by NISHI on 09/02/2011 at 2:19 am

  શ્રી કિશોરભાઈ
  ,વેપાર કરી જાણે. ગુજરાતને વધારે. માનવતા મહેકાવે.

  Like

  Reply

 5. Posted by NIL on 09/02/2011 at 3:07 am

  શ્રી કિશોરકાકા
  ગુજરાતી એટલે દુનિયાના ખૂણે ગુજરાત વસાવી શકે.
  વેપાર કરી શકે.

  Like

  Reply

 6. Posted by chandravadan on 15/09/2011 at 6:27 am

  એવા ગુજરાતીજન તો છે કિશોરભાઈ મારા પ્યારા,

  “શિક્ષણ સરોવર”પારે એ તો છે ખુબ જ ન્યારા !

  અમેરીકાના પાતાળેથી ચંદ્ર તો દોડી એવા જનને મળવા રે આવે,

  આવી, ગુણલા એના ગાતા, ગુજરાતમાં એમને એ તો નિહાળે !

  જલારામને યાદ કરી, હરિ હરિ પૂકારી, કિશોરને ગળે લગાડે,

  ત્યારે, “શિક્ષણ સરોવર”માં ભક્તિના ભાવે પ્રભુજી પધારે !

  >>>>>ચંદ્રવદન
  Nice Post !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Fari Chandrapukar Par Avjo !

  Like

  Reply

 7. આદરણીય ડૉ. કિશોરભાઈ,

  નરસિહ મહેતાની જાણીતી રચના ના ઢાળ મા ખોબ જ સુંદર ભાવ સાથેની રચના માણી ખુશી થઇ. આવી નેક અને ઉચ્ચ ભાવના વાળા ગુરુજી પ્રાપ્ત જે વિધાર્થીને પ્રાપ્ત થશે તેનું ભવિષ્ય ઉજ્જવળ જરૂર બની રહેશે,

  ધન્યવાદ ..!

  Like

  Reply

 8. શ્રી કિશોરભાઈ,
  વાહ!

  લોભ-થોભ છોડ્યો જેણે, તન મનમાં શાંતિ તેને રે.
  કિશોર પટેલની રચના જોતાં, ગુજરાતી સમાજે તેને તાર્યો રે…ગુજરાતીજન તો તેને રે કહીએ…!
  Enjoyed its beauty.

  Ramesh Patel(Aakashdeep)

  Like

  Reply

 9. લાવ્યા સાહેબ કઇક નવુ લાવ્યા ખરા… ફાઇંન રચના…..

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s