!!!…દિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!


!!!…દિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!


એકાદશી, વાઘબારસ અને ધનતેરસ,

માં અંબાને યાદ કરી ધનપુજન કરશો રે…દિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!

દિપાવલિમાં આંગણું સજાવી,

મંદિર જેવા ઘરને સજાવજો રે…દિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!

જીવનને પ્રકાશમય બનાવવા,

દીપ પ્રગટાવી રોશની ફેલાવજો રે…દિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!

વ્હાલા બાળ વડીલોને નમન કરી,

નૂતન વર્ષમાં આશીર્વચન મેળવજો રે…દિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!

વડીલો ભલે ચોપડા પૂજન કરે,

બાળકો તમો ચોપડી પૂજન કરશો રે…દિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!

રોકેટ-ફટકડા, હવાઈ ભલે ઉડાવો,

સુતળી બોમ્બથી કાળજી રાખજો રે…દિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!

તનક તારા ટમ ટમ થાય,

તોય ભોંય ચકરડી ફેરવજો રે…દિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!

જગતને ભાઈચારાનો સંદેશો આપવા,

વડીલોનું કહ્યું માની દિપાવલિ મનાવો રે…દિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!

નૂતનવર્ષમાં મિઠાઈ વહેંચી,

સંસારમાં મિઠાશ ફેલાવશો રે…દિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!

કુટુંબમાં એકતાની લહેરકી પ્રસરાવી,

ભાઈબીજમાં બહેનીના આમંત્રણ સ્વીકારજો રે…દિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!

લાભ પાંચમના શુભ પ્રારંભથી,

કિશોર કહે કરો કાર્યનો આરંભ રે…દિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!

ડૉ.કિશોરભાઈ ઍમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

 

Advertisements

2 responses to this post.

 1. આદરણીય ડૉ. કિશોરભાઈ,

  દિવાળીના દરેક દિવસો અને ખાસ કરીને પાંચ દિવસ નું માહત્મ્ય ખૂબજ સુંદર રીતે રચના દ્વારા માણવા મળ્યું, ૨૦૬૮ ના શરૂ થતા નવા વર્ષ સાથે દિવાળી ની આપને તેમજ આપના પરીવારેન અંતરપૂર્વકની શુભકામનાઓ સાથે શુભેચ્છાઓ …

  Like

  Reply

 2. સંસારમાં મિઠાશ ફેલાવશો રે…દિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!

  કુટુંબમાં એકતાની લહેરકી પ્રસરાવી,

  ભાઈબીજમાં બહેનીના આમંત્રણ સ્વીકારજો રે…દિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!

  લાભ પાંચમના શુભ પ્રારંભથી,

  કિશોર કહે કરો કાર્યનો આરંભ રે…દિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!
  ડૉ. કિશોરભાઈ,
  very nice one.

  શુભ દીપાવલિ
  .આપના પરિવારને દિવાળીની શુભકામનાઓ.

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s