!…હું જાઉ સવાર-સાંજ શાળામાં…!


!…હું જાઉ સવાર-સાંજ શાળામાં…!


સવારની શાળામાં શિક્ષકો વઢે,

સાંજની શાળામાં મમ્મી-પપ્પા વઢે…હું જાઉ સવાર-સાંજ શાળામાં…!

મારી બબ્બે પાળીની શાળા,

વડીલોની તો ઍકજ પાળીની શાળા…હું જાઉ સવાર-સાંજ શાળામાં…!

સવારે મમ્મી લાલુ-ટીનુ કહી ઉઠાડે,

શાળામાં શિક્ષકો કહે ગ…ગ…ડો…હું જાઉ સવાર-સાંજ શાળામાં…!

સવારની શાળામાં દ..દફતરનો દ..બોલું,

મમ્મી-પપ્પા બોલે ડ..ડૉકટરનો ડ…હું જાઉ સવાર-સાંજ શાળામાં…!

સવારની શાળામાં ઈ..ઈ..ઈસ્કુલનો ઈ,

મમ્મી-પપ્પા બોલે ઈ..ઈજનેરનો ઈ…હું જાઉ સવાર-સાંજ શાળામાં…!

સવારની શાળામાં ચાલે ચાર લીટી,

લેશન આપે ચાલીસ લીટીનું…હું જાઉ સવાર-સાંજ શાળામાં…!

સવારે શાળામાં,બપોરે ટયુશનમાં,

સાંજની શાળામાં મમ્મી કરે લેશન…હું જાઉ સવાર-સાંજ શાળામાં…!

ભગવાન તમારી માફક આપો ચાર હાથ,

ચાર વિષયનું લેશન થાય એક સાથ…હું જાઉ સવાર-સાંજ શાળામાં…!

કિશોર કહે તું શું કામ લે ટેન્શન,

પછી હું પકડું ટી.વી.નું સ્ટેશન…હું જાઉ સવાર-સાંજ શાળામાં…!


++++++++++++++++++++++++++++++++++++

ડો.કિશોરભાઈ ઍમ.પટેલ

આઈ.ઍન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત્-૯

 

Advertisements

4 responses to this post.

 1. આદરણીય શ્રી કિશોરભાઈ,

  ખુબ જ કાવ્યમાં શાળા અને ઘરના વાતાવરણનો સમન્વય સાધ્યો છે.

  ધન્યવાદ….પર્યાવરણ ઉપયોગી છે.

  Like

  Reply

 2. આદરણીય ડૉ.કિશોરભાઈ,

  આજના શિક્ષણમાં પેઠેલી વ્યવસાયની મહત્વતા ને કારણે શિક્ષકો ને તેમજ આર્થિક ઉપાર્જન ની દોડ ને કારણે ઘરમાં વડીલો પાસે સમય રહ્યો નથી અને આજનો વિધાર્થી દોજખ મા ફસાયેલો પડ્યો છે જે સમય આ રચનાના ભાવ ખૂબજ અગત્યની રજૂઆત કરે છે…

  રચનાના સુંદર ભાવ …

  ધન્યવાદ ….!

  Like

  Reply

 3. Posted by chandravadan on 23/09/2011 at 12:32 am

  સવારની શાળામાં દ..દફતરનો દ..બોલું,

  મમ્મી-પપ્પા બોલે ડ..ડૉકટરનો ડ…હું જાઉ સવાર-સાંજ શાળામાં…!
  Wah ! DoctorNu Pan Chhe KavyaMa…Shala Vishe Tame Kahi Didhu !
  Gamyu.
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo, Kishorbhai !

  Like

  Reply

 4. નમસ્કાર
  કિશોરભાઇ
  એક શિક્ષક તરીકે વિદ્યાર્થીની મનો વ્યથાને સારી રીતે સમજી કાવ્ય રૂપે સુંદર રજુ કરી

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s