Archive for December, 2010
31 Dec
નવા વર્ષની અનેક શુભકામનાઓ
25 Dec
!…ખાસ દિવસના ખાસ હાઈકુઓ…!
!…ખાસ દિવસના ખાસ હાઈકુઓ…!
***************************
જીવન છે, લીલુછમ
પરમાર્થે જીવન જીવી
બનાવો જીવનને નંદનવન
***************************
મોંઘેરી દોલત છે,પુસ્તક
પુસ્તકની બારીએથી
જોઉં છું,વિશ્વ આખું નજદીક
***************************
આકાશના વિસ્તારને
પામી શકે જો આ
સાંકળા મનના માનવીઓ
માનવ
વ્યક્તિ મટી બને મહામાનવ
*********************************
આગ્યાના અજવાળે
ચઢતો રહું છું સોપાનો
એક પછી એક શબ્દોના
************************************
ડો.કિશોરભાઈ એમ.પટેલ
આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત
Plz. Visit My website : http://www.drkishorpatel.org
12 Dec
!…પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે…!
!…પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે…!
” શિક્ષણ સરોવર ” બ્લોગની પ્રથમ વર્ષગાંઠ તા.૧૦ / ૧૨ / ૨૦૦૯ ના રોજ
આદરણીયશ્રી.કાન્તિભાઈ કરસાલા સાહેબની વિશાળ દરિયાદીલી મદદથી શરૂ કરેલ.
સ્પેશિયલ થેંક્સ ટુ શ્રી.કાન્તિભાઈ કરસાલા સાહેબ
કારણ કે મારા બ્લોગની સંપૂર્ણ સજાવટ તથા આધુનિકતા ઍમણે જ બક્ષી છે.
તેમના વિના હું હંમેશા અધુરો છું અને રહીશ, આ બ્લોગ જગતમાં
નવા સુધારા જ્યારે કહ્યા ત્યારે વિના સંકોચે કરીને મને સતોષ આપેલ છે.
આ બ્લોગ જગતમાં હું નવો નવો હોવાથી જન્મ તારીખ પણ મારા જેવાને યાદ ન રહી ખેર,
પણ મને મળેલા સાથ સહકારને હું કેમ કરી ભૂલી શકું.
સૌ પ્રથમ મને ગુજરાતી કવિતા અને ગઝલ નિંગમાં જોડાવા માટે શ્રી.હિતેષભાઈ પંડ્યા સાહેબ(ગાંધીનગર) આમંત્રણ આપેલ,
હું જોડાયો. ઍમનો આ તબક્કે આભાર. કેમકે સારો માર્ગ બતાવ્યો,
નહિ તો મને આ દિશામાં ઓળખનાર કોણ?
મેં દાવેદારી આ સાઈટને કરી.
શ્રી.ભરતભાઈ સૂચકે સ્વીકાર કરી મને ઍમની આ સાઈટ પર સભ્ય તરીકે મને
” ગુજરાતી કવિતા અને ગઝલ નિંગમાં ” મને દાખલ કર્યો.
તેથી આ સાઈટ મારી માતૃસંસ્થા થઈ.
આભાર શ્રી.ભરતભાઈ સૂચક સાહેબ
શ્રી.ધવલભાઈ નવનીત સાહેબ મારી સમસ્યાઓ સોલ્વ કરતા રહ્યા, આભાર શ્રી.ધવલભાઈ
મારી કોઈપણ પોસ્ટ બિરદાવવાની ઍકપણ તક ચુક્યા નથી તેવા મિત્રોને કેમ ભુલી શકાય.
શ્રી.ભરતભાઈ સૂચક
શ્રી.ધવલભાઈ નવનીત
શ્રી.કાન્તિભાઈ કરસાલા
શ્રી.રજની ટાંક
શ્રી.રમેશભાઈ ( આકાશદીપ )
શ્રી.જયકાંતભાઈ જાની
શ્રી.ગોવિંદભાઈ પટેલ ( સ્વપ્ન )
બહેનશ્રી.સીમાબેન
મને મળેલ તે વખતેની સહકાર યાદી વિશાળ છે.જેમાં…….!
શ્રી.હિતેષભાઈ પંડ્યા સાહેબ ( ગાંધીનગર )
શ્રી.ભરતભાઈ સૂચક
શ્રી.ધવલભાઈ નવનીત
શ્રી.કાન્તિભાઈ કરસાલા
શ્રી.રજની ટાંક
શ્રી.રમેશભાઈ ( આકાશદીપ )
શ્રી.જયકાંતભાઈ જાની
શ્રી.ગોવિંદભાઈ પટેલ ( સ્વપ્ન )
શ્રી.જુ’ભાઈ
શ્રી.સીમાબેન
શ્રી.પારૂબેન
શ્રી.પી.યુ.ઠક્ક્રર
શ્રી.દાવડા સાહેબ
શ્રી.રઘુવીર મહેતા સાહેબ ( મુંબઈ )
આવા અનેક મિત્રોના સાથ સહકારને આ તબક્કે યાદ કરૂ છું અને ઋણ સ્વીકાર કરૂ છું.
અંતે હવે મને ” વિચારોના આ વૃંદાવન ” માં આપના તરફ્થી સૂચનો જોઈઍ છે,
ખામી ખુબી જોઈઍ છે તે હું જરૂર પ્રતિક્ષા કરીશ.
મારા બ્લોગની મુલાકત લઈ ખામીઓ જણાવવા વિનંતિ છે કે કેમકે
” વખાણે તે યાર કહેવાય,
વખોડે તે પ્યાર કહેવાય.”
લિ.આપનો કિશોર
12 Dec
!…ક્યા નામે લખવી આમનોંધ…!
!…ક્યા નામે લખવી આમનોંધ…!
રોજ રોજ લખીઍ રોજમેળ,
તોય ન થયો મનમેળ રે…ક્યા નામે લખવી આમનોંધ…!
ખાતા કર્યા ઉધાર-જમા,
તોય ન મળી બાકી રે…ક્યા નામે લખવી આમનોંધ…!
બાબત જે લખવામાં,
કોઈ કસર ના છોડી રે…ક્યા નામે લખવી આમનોંધ…!
કાચો નફો શોધવામાં,
રહી ગયો આખર સ્ટોક રે…ક્યા નામે લખવી આમનોંધ…!
જેમ તેમ શોધ્યો ચોખ્ખો નફો,
મળેલ ડિવિડંડ નોંધવાનું રહી ગયું રે…ક્યા નામે લખવી આમનોંધ…!
હવાલા નાંખીને આપી અસરો,
તોય ન મળ્યુ પાકુ સરવૈયુ રે…ક્યા નામે લખવી આમનોંધ…!
પાકુ સરવૈયું ઍ ખાતુ નથી,
ઍ તો છે ઍક પત્રક રે…ક્યા નામે લખવી આમનોંધ…!
ધંધામાં ઘાલખાધ ખાય ખાયને,
કાપ્યો ઘસારો પાઘડી પહેરીને રે…ક્યા નામે લખવી આમનોંધ…!
દેશીનામાના ૮ સળ પાડી,
થાક્યો હવે આ કિશોર રે…ક્યા નામે લખવી આમનોંધ…!
********************************************
ડૉ.કિશોરભાઈ ઍમ.પટેલ
આઈ.ઍન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯
9 Dec
હે…! માનવ તું શાને ફૂલાય છે…!!!
હે…! માનવ તું શાને ફૂલાય છે…!!!
ગરીબી-બેકારી વધે છે, દુનિયામાં આજે,
નથી મળતું લોકોને, કામકાજ આજે…હે…! માનવ તું શાને ફૂલાય છે…!
અંશ્રધ્ધાળુ માને છે.ગરીબીને કર્મનું ફળ,
ગરીબી નથી,ગયા જન્મનું કર્મફળ…હે…! માનવ તું શાને ફૂલાય છે…!
ભ્રષ્ટાચારી-દગાબાજની દુનિયામાં આજ,
શિક્ષણવિદો આપો, સમસ્યાનો કોઈ ઈલાજ…હે…! માનવ તું શાને ફૂલાય છે…!
દેશનો ચોથો ભાગ મરે ભુખમરામાં,
હવે તો ખમ્મા-ખમ્મા કરો, મારા રામ…હે…! માનવ તું શાને ફૂલાય છે…!
અહમ અને વહેમની આ દુનિયામાં આજે,
ટી.વી.નું રિમોટ ગયું બાળકોના હાથમાં…હે…! માનવ તું શાને ફૂલાય છે…!
સંસ્કાર-સંસ્કૃતિની કવિતા ભણાવવામાં,
જીવનના પાઠો, ભણાવવાના ગયા રહી…હે…! માનવ તું શાને ફૂલાય છે…!
કિશોર કહે, હજુ પણ નથી ગયા દિ’,
તું ફુલાય જવાને બદલે, ફેલાય જા…હે…! માનવ તું શાને ફૂલાય છે…!
***************************************************
ડૉ.કિશોરભાઈ ઍમ.પટેલ
ગુજરાત, સુરત-૯
7 Dec
!…હે આંકડાશાસ્ત્રના રાજા…!
!…હે આંકડાશાસ્ત્રના રાજા…!
હે… સરેરાશોના રાજા,
એ તો છે, મધ્યક
પરંતુ ખુલ્લા છેડાવાળા (2)
આવૃતિ વિતરણ માટે
બાદશાહ છે, મધ્યસ્થ…!
હે… પ્રસારમાનના રાજા,
એ તો છે, પ્રમાણિત વિચલન (2)
પરંતુ ખુલ્લા છેડાવાળા
આવૃતિ વિતરણ માટે
બાદશાહ છે, ચતુર્થક વિચલન…!
હે… વિષમતાંકના રાજા,
એ તો છે, કાર્લપિયર્સન
પરંતુ ખુલ્લા છેડાવાળા (2)
આવૃતિ વિતરણ માટે
બાદશાહ છે, બાઉલી…!
***********************
ડૉ. કિશોરભાઈ એમ.પટેલ
આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત
પ્રતિભાવો…