!…તે મને કદી યાદ કર્યો…!


!…તે મને કદી યાદ કર્યો…!

માનવ ભગવાનને કહે છે,

કે તારામાં “ દયા “ નથી,

ભગવાન કહે છે કે,

મને “ યાદ” કર્યો નથી રે…તે મને કદી યાદ કર્યો…!

માનવ નૃત્ય કરનારીને,

“ નર્તકી ” કહે છે પણ,

એ નથી વિચારતો તે,

“ કીર્તન ” ની મહાનતા રે…તે મને કદી યાદ કર્યો…!

માનવે કદી ભગવાનની

પ્રાર્થનારૂપી “ કથા ” કરી નથી,

તો પછી ભગવાન તારો,

ક્યાંથી ઉતારે “ થાક ” રે…તે મને કદી યાદ કર્યો…!

માનવે કદી આંગણાંનો

“ કચરો ” સાફ કર્યો નથી,

તો પછી આંગણું “ રોચક

માનવ ક્યાંથી બનાવે રે…તે મને કદી યાદ કર્યો…!

માનવે કદી “ નદી ” તરફ

જોયુ એવું મને ખબર નથી,

તો પછી “ નદી ”  ક્યાંથી

જુએ “ દીન ” માનવને રે…તે મને કદી યાદ કર્યો…!

——————————————————————————————

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત – 9

નોંધ : દરેક લીલા રંગના શબ્દો ઉલટાવીને લખેલ છે.


 

 

6 responses to this post.

  1. પટેલ સાહેબ તમે વિચારશીલ રચના મૂકી છે . આંતરમન એક ક્ષણે વિચારે લાગી જાય તેવી વાત રચનામાં છે .

    Like

    Reply

  2. આદરણીય શ્રી કિશોરભાઈ,

    માનવે કદી આંગણાંનો

    “ કચરો ” સાફ કર્યો નથી,

    તો પછી આંગણું “ રોચક ”

    માનવ ક્યાંથી બનાવે રે…તે મને કદી યાદ કર્યો

    આપે સુંદર મનભાવન વ્યક્ત કરતી રચના મૂકી છે

    માનવ સ્વાર્થ વિના ક્યાં કદીયે કોઈને યાદ કરે છે

    ખુબ સુંદર ભાવ કાવ્યમય બનીને પીરસ્યો છે.

    અભિનંદન.

    Like

    Reply

  3. प्रिय श्री किशोर भाई ….अत्यंत सुन्दर एवम भावनाशील रचना को आपने आपके आंतर मन से हमें रसास्वाद कराया ..आपके भावजगत का शाब्दिक निरूपण हमें विशेष आनंद देता है ..आभार

    Like

    Reply

  4. ખુબ સરસ રચના છે કિશોરભાઈ,
    આ પોસ્ટ મેં મારા મોબાઈલ માં વાંચી હતી અને અને અહી તમે શબ્દો ને અવળા-સવળી કરી ને જે અંદાઝ થી રજુ કરી છે તે ખરેખર સરાહનીય છે.

    સરસ બ્લોગ.
    માધવ મેજિક બ્લોગ

    Like

    Reply

  5. Posted by HASMUKH on 16/02/2011 at 12:24 pm

    આદરણીય શ્રી કિશોરભાઈ,

    માનવે કદી ભગવાનની

    પ્રાર્થનારૂપી “ કથા ” કરી નથી,

    તો પછી ભગવાન તારો,

    સરસ રચના.

    Like

    Reply

  6. Posted by hirals on 22/02/2011 at 8:17 pm

    Interesting green word’s combination 🙂

    Like

    Reply

Leave a reply to Harshad / Madhav Cancel reply