Archive for February, 2011

!!!… સચિને શોર મચાવ્યો રે લોલ…!!


!!!… સચિને શોર મચાવ્યો રે લોલ…!!!

સચિન નચીન થઈ ખેલ્યો રે લોલ,

ચારે કોર ચોક્કાની ઝડી વરસાવી રે લોલ…!

 

નોખી અનોખી છાપ ઉપસાવી રે લોલ,

વન ડે માં કર્યા ઈગ્લેન્ડનાં લોલમ લોલ…!

 

ખુલી ગઈ બોલરોની પોલમ પોલ રે,

બોલ સ્ટ્રોસ કાંઈક બોલ રે બોલ…!

 

સચિનનું કદ માપો જરા વિરોધીઓ,

ચોગ્ગા-છગ્ગાની લંબાઈ જરા માપો રે…!

 

સોળ વર્ષે આવ્યો સચિન ક્રિકેટની દુનિયામાં,

સાડત્રીસનો સચિન લાગે એકવીસનો રે…!

 

વંદે માતરમ્ કરી ખેલ્યો આજે વન ડે રે,

ઈગ્લેન્ડને યાદ કરાવી તેની લેન્ડ રે…!

 

રન લેવા દોડે જાણે નાનો છોકરડો રે લોલ,

શતકોનો શહેનશાહ કોઈનાં સ્વપ્નમાં આવે રે…!

 

કિશોરનો શોર સાંભળી આજે,

સચિને શોર મચાવ્યો રે લોલ…!

( Thanx : marathiscraps123.com )

***************************************

ડૉ.કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત – 9

 

 

 

Advertisements

ગુ. રા. માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ: 10 નાં વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા માટેનાં 25 સંકલ્પો


!!!…પ્રેમની આધારશિલા…!!!


!!!…પ્રેમની આધારશિલા…!!!

પ્રેમનો કોઈ પ્રકાર નથી,

પ્રેમનો કોઈ આકાર નથી.

 

પ્રેમને સાકાર કરો તો,

પ્રભુનો કોઈ પ્રકાર નથી.

 

પ્રેમ કોઈ ગદ્ય કે પદ્ય નથી,

પ્રેમ એ તો વ્યાકરણ છે.

 

પ્રેમને કોઈ માપ નથી,

પ્રેમ અનંત-અમાપ છે.

 

પ્રેમને કોઈ સ્વાર્થ નથી,

પ્રેમ એ તો નિ:સ્વાર્થ છે.

 

પ્રેમ આંધળો હોય શકે,

પ્રેમ પાંગળો ન હોય શકે.

 

સાચો પ્રેમ તો પરવરદિગારની શાન છે,

કિશોર કહે I LOVE MY INDIA એજ મારી પહેચાન છે.


+++++++++++++++++++++++++++++++++++++++++++

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉમા.શાળા, રાંદેરરોડ, સુરત-9

Plz. Visit My Website :

http://www.drkishorpatel.org


!!!…અખુટ નવ રત્નો સમાન છે, બ્લોગોનો ભંડાર…!!!


!!!…અખુટ નવ રત્નો સમાન છે, બ્લોગોનો ભંડાર…!!!

જો કદાચ અણધારી થાય મારી વિદાય,

તો અવગુણોને અવગુણી યાદ કરશો સદાય.

 

આજનો દિ’ છેલ્લો છે એમ માની ચાલુ છું રોજ,

આપની નવી ‘ કૃતિ ’ મુકતા રહેશો દરરોજ.

 

દેહનું વિસર્જન થાય તે પહેલાં,

સર્જન કરી લઉં, નવસર્જન કરી લઉં.

 

હજારો માઈલ દુર છો આપ સૌ,

પરંતુ માઈલો સુધી ફેલાઈ છે આપની સ્માઈલ.

 

મળે છે, જ્યારે આપના સંદેશાઓ,

ત્યારે યાદ આવે છે ચારે દિશાઓ.

 

બ્લોગ જગતનો એક છે હું પથિક,

મળ્યા મને મિત્રો આપ સૌ રસિક

 

અખુટ નવ રત્નો સમાન છે, બ્લોગોનો ભંડાર,

કિશોર તું પણ તારી એક કવિતા કંડાર.

 

************************************************

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

શ્રીમતી આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ, સુરત-9

 

!!!…હું આગળ જતાં પલભર અટકી ગયો…!!!


!!!…હું આગળ જતાં પલભર અટકી ગયો…!!!

શબ્દના સાગરમાં ડુબકી,

લગાવી તો હું ઝબકી ગયો.

સામે દેખાયા મને ક્ટકી ખાનારા,

હું આગળ જતાં પલભર અટકી ગયો.

 

ગરીબી સામે કેટલા ટકી ગયા,

ને કેટલા મોંઘવારીમાં લટકી ગયા.

 

મોઘવારી માટે હું જવાબદાર નથી,

એમ એકબીજાને ખો આપી આજે કેટલા છટકી ગયા.

 

વચન આપનારા મોટાભાગના છકી ગયા,

આમ તેમ જોતાં મોટાભાગના ભટકી ગયા.

 

યાદ રાખજો આવનારા દિવસોમાં જો ચીટકી ગયા,

તો જરૂર ખાલી નીકળશે મતપેટીની મટકી.

 

કિશોર કહે સમય વહી જશે ટીક ટીક કરતો,

સેવક બની સમાજની સેવા તો કરી લે ઠીક ઠીક.


*******************************************

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

 

 

!!!…પ્રેમના પવનમાં પ્રેમીને બોલાવી દઉં…!!!


!!!…પ્રેમના પવનમાં પ્રેમીને બોલાવી દઉં…!!!

 

શબ્દના શણગારથી પ્રેમને શણગારી લઉં

વિશ્વમાં પ્રેમનો સંદેશો ફેલાવી દઉં

 

મારા અવગુણોને ફગાવી દઉં

મિત્રોને પ્રેમથી મનાવી લઉં

 

વહેમને દફનાવી દઉં

પ્રેમને જગાવી દઉં

 

પ્રેમના મેસેજ કરી સતાવી લઉં

પ્રેમના પવનમાં પ્રેમીને બોલાવી દઉં

 

પ્રેમને શ્રીફળથી સ્વીકારી લઉં

પ્રભુ સ્મરણ કરી સમાવી લઉં

 

ગુણોને અપનાવી લઉં

એકતા જગાવી દઉં

 

કિશોર કહે પ્રેમના વાયરામાં શોર મચાવી લઉં

દુનિયા આખીને કળશના પ્રેમે નચાવી લઉં


*********************************************

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા, ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત-9

( નોંધ : ઉપર કળશ જેવો આકાર છે. તે ધ્યાનથી જુઓ )

 

 

ધોરણ : 10 / 12 બોર્ડના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વાલીઓએ ધ્યાનમાં રાખવાની બાબતો :


ધોરણ : 10 / 12 બોર્ડના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વાલીઓએ ધ્યાનમાં રાખવાની બાબતો :

( નોંધ : આ માહિતી ગુજરાત રાજ્ય મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડને ધ્યાનમાં લઈ લખેલ છે.)

સુચના :

ઉપરની માહિતી મારા શિક્ષક તરીકેના અનુભવને આધારે લખુ છું, તમારે છેલ્લામાં છેલ્લી માહિતી બોર્ડ અને આપના શિક્ષકમિત્રો આપે તે ધ્યાન પર લેવી.


1. બાળક પક્ષે :

1. પરીક્ષા હોલમાં બોર્ડ તરફથી મળેલ પરીક્ષા રસીદ લઈ જવી.

2. જરૂરી બોલપેન, પેંસિલ, રબર, કંપાસના સાધનો રાખી શકાય.

3. ધોરણ : 10 બાળકો કેલ્ક્યુલેટર લઈ શકશે નહિ. માત્ર ધોરણ : 12 બાળકો સાદુ કેલ્ક્યુલેટર લઈ શકશે.

4. પરીક્ષા રસીદમાં સુપરવાઈઝરની સહી કરાવવાનું ભુલશો નહિ.

5. બારકોડ સ્ટીકર તમારા સુપરવાઈઝર પાસેથી લગાડાવશો.

6. OMR Sheet બોર્ડ અને શાળાએ સુચના આપી છે તે મુજબ ગોળ રાઉંડને ઘાટુ કરશો.

7. પ્રશ્નના ઉત્તરો વિભાગવાર એટલે કે Section મુજબ જ લખવા.

8. સમય જોતા જશો, સારા અક્ષરો કાઢવા, છેકછાક ઓછી કરવી.

9. રફ ગણતરી બોર્ડે સુચવેલ જગ્યાએ જ કરવી, ઉપર રફ ગણતરી એમ લખવું.

10. નવો વિભાગ નવા પાના પર જ શરૂ કરવો.

11. અંતે લખેલ પાનાની ગણતરી કરી સુપરવાઈઝરને લખાવવા.

12. મૂળ જવાબવહી + લીધેલ પુરવણીનો સરવાળો મુખ્ય ઉત્તરવહી પર લખવો.

13. પુરવણી યોગ્ય ક્રમમાં બાંધી છે કે કેમ તે ખાસ ધ્યાન રાખવું.

14. ખાખી સ્ટીકર જરૂરિયાત મુજબના લઈ લગાવવા.

15. ઉત્તરવહી દોરીથી જ બાંધશો.

Best Luck ને બદલે બેસ્ટ લખ

2. શિક્ષક પક્ષે :

1. બોર્ડની સૂચના પ્રમાણે જ કામગીરી કરવી, બાળક્ને બારકોડ સ્ટીકર લગાડી આપવું.

2. બોર્ડના બધા બાળકો આપનાં શરણે છે, તેથી સૂચના શાંતિપ્રિય ભાષામાં જ સમજ આપવી.

3. બોર્ડે સૂચવેલ સમયપત્રક મુજબ અને પરીક્ષાના સ્થળ સંચાલક તરફથી મળેલ યોગ્ય

સૂચનાઓ આપવી.

4. બોર્ડે આપેલ રસીદમાં સહી કરી આપવી.

5. વર્ગખંડનો માહોલ મધુર અવાજથી શાતિંમય રહે તેમ કરવું.

6. પરીક્ષા હોલમાં બાળક માંદુ થાય તો બોર્ડના નિયમ અનુસાર સ્થળ સંચાલકને વાત કરવી.

3. વાલી પક્ષે :

1. બોર્ડની પરીક્ષાના આ લખાય રહ્યું છે ત્યારે માત્ર 25 થી 27 દિવસ બાકી છે. તેથી આપના બાળકની વિશેષ કાળજી રાખવી.

2. ટી.વી.તમારે જ ન જોવું, જેથી બાળક્ની ઈચ્છા ન થાય, સો ટકા કેબલ લાઈન કાઢી નાંખો.

3. બાળક સાથે શાંત ભાષામાં જ વાતો કરવી.

4. બાળક્ને તેમના મિત્રો સાથે સરખામણી ન કરવી. કારણ કે દરેક બાળક કોઈને કોઈ ક્ષેત્રમાં આગળ હોઈ શકે.

5. તમારા બાળક્ને દરરોજ શાળા એ કે ટ્યુશને મુકવા જવું. કારણ કે તેઓ ટેંશનમાં હોય છે.

6. મિત્રોની હાજરીમાં તમારા બાળક્ને ઉતારી પાડ્શે નહિ. તેના મિત્રો ને આવકારો.

7. બાળકની વર્તણૂકમાં થોડો ફેરફાર જણાય તો શિક્ષક્નો અથવા ડોકટરી સલાહ લેવામાં

વિલંબ કરશો નહિ.

8. બાળકના ખોરાકની કાળજી રાખશો. સુપાચ્ય ખોરાક જ આપશો.

9. બાળક પર વાંચન બાબતે ધારવા કરતાં વધુ દબાણ આપશો નહિ.

10. બાળકે જો પોતે વાહન ચલાવતો હોય તો તેને ધીમે વાહન હંકારવાનું કહેશો.

11. બોર્ડની પરીક્ષા વખતે બાળક્ને લેવા મુકવા અવશ્ય જવું.

12. બાળકને ખુબ જ સાચવવાના દિવસો આવી ગયા, તેમની નજીક જ માતા-પિતાએ રહેવું.

13. પરીક્ષા સ્થળે સમય કરતાં વહેલા પહોંચવું, જેથી ટ્રાફિકની સમસ્યા ન ઉદભવે.

14. બાળક્માં હતાશા, નિરાશા, માનસિક તાણ ન અનુભવે તે કાળજી રાખશો. આવું માલુમ પડે તો શિક્ષકનો અથવા ડૉકટરી સલાહ લેવી.

15. પરીક્ષા દિવસો દરમિયાન ઘરે બાળક્ને એકલા મુકી બહાર જવું નહિ.

16. ઘરમાં પાણી ધોળાયું હોય તો તરત જ સાફ કરવું, બાળક ઉતાવળમાં ઘરમાં પડી ન જાય.

17. પરીક્ષાના આગલા દિવસે જ બાળકે લઈ જવાની વસ્તુઓ/સાધનો બધી તૈયારી કરી દેવી.

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

( ઉપરના તમામ મારા અંગત વિચારો છે, કોઈ બાબત લખવાની રહી ગઈ તેનો પણ તમારે અમલ કરવો, તે બાબત ખાસ ધ્યાન રાખશો, બોર્ડની સૂચના, ડોકટરની સલાહ, શાળાએ આપેલ સૂચનાનો, પરીક્ષાના સ્થળ સંચાલકની જ સૂચનાનો જ અમલ કરવો.)