!!!…મે તને મલકાતી જોઈ માયરામાં…!!!


!!!…મે તને મલકાતી જોઈ માયરામાં…!!!

 

આવ્યો છે વસંતનો વાયરો,

ભેગા થયા સૌ ડાયરામાં

 

મે તને મલકાતી જોઈ માયરામાં,

વિચાર્યુ મેં, મળું તને છાંયડામાં

 

નયનોમાંથી નીતરતી શાયરીઓએ

ઉભરાતા સ્મિતોથી બનાવી યારી

 

બે x બે = ચાર નયનોની કયારી,

વસંતમાં લાગે યારોને પ્યારી પ્યારી

 

વસંતના વાયરામાં મલકાતી,

છલકાતી સ્નેહની કિકયારી

 

વસંતમાં સ્નેહના સરવાળા કરતાં,

ગુણોનો ગુણાકાર વધુ ગુણકારી,

 

વસંતના વાયરામાં બન્યો,

કિશોર એક પ્રેમનો શિકારી

***********************************

ડૉ.કિશોરભાઈ એમ.પટેલ

 

 

 

 

 

 

 

 

 

 

 

5 responses to this post.

  1. આદરણીય શ્રી કિશોરભાઈ,

    વસંતમાં સ્નેહના સરવાળા કરતાં,

    ગુણોનો ગુણાકાર વધુ ગુણકારી,

    અરે વાહ સ્નેહના સરવાળા અને ગુણોનો

    ગુણાકાર કરીએ તો જીવનમાં વસંત પસરે.

    Like

    Reply

  2. Posted by NISHI on 09/02/2011 at 2:12 am

    શ્રી કિશોરભાઈ,
    વસંતની મીઠ્ઠી મધુરી યાદ છલકાય છે.

    Like

    Reply

  3. Posted by NISHI on 09/02/2011 at 2:17 am

    શ્રી કિશોરભાઈ,
    વસંતના વાયરામાં સ્નેહની કિકિયારી..વાહ.વાહ

    Like

    Reply

  4. Posted by ZIGGI on 09/02/2011 at 3:02 am

    શ્રી કિશોરભાઈ
    .બે x બે = ચાર નયનોની કયારી,
    વસંતમાં લાગે યારોને પ્યારી પ્યારી
    ચાર આંખોથી વસંત પ્ર્યારી પોતીકી લાગે.

    Like

    Reply

  5. Posted by NIL on 09/02/2011 at 3:14 am

    શ્રી કિશોરકાકા,
    આવ્યો છે વસંતનો વાયરો,
    ભેગા થયા સૌ ડાયરામાં
    આપને વસંતના ખુબ અભિનંદન.
    જીવનની વસંત ખીલતી જ રહે. સુદર કાવ્યો રચતા રહે

    Like

    Reply

Leave a comment