!…આદિલને આ ‘ દિલ ‘ પહોંચે તો બસ છે…!


!…આદિલને આ ‘ દિલ ‘ પહોંચે તો બસ છે…!

આદિલને આ ‘ દિલ ‘ પહોંચે તો બસ છે,

એમનો પ્રેમ મને વહેંચે તો બસ છે.

 

એમના પ્રેમરસનો રસાસ્વાદ સરસ છે,

રસાસ્વાદમાં વહેવામાં જ મને રસ છે.

 

બાકી તો જીવન મારૂ આજ નિરસ છે,

એમના સ્પર્શથી જીવન બને પારસ.

 

આદિલને આ ‘ દિલ ‘ મળવા તરસે,

શબ્દ સ્વરૂપે મળે તોય મને બસ છે.

 

એમને આવકારવા હાથમાં છે શ્રીફળ,

લાગે છે મને કે થઈશ હું એક દિ’ સફળ.

 

આ ‘ દિલ ‘ ને વિશ્વાસ છે મારામાં,

કિશોર કહે મને વિશ્વાસ છે તારામાં.

*********************************

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત

 

 

9 responses to this post.

 1. આદરણીય શ્રી કિશોરભાઈ .

  એમને આવકારવા હાથમાં છે શ્રીફળ,

  લાગે છે મને કે થઈશ હું એક દિ’ સફળ.

  જરૂર સફળ થશો. શ્રીનું ફળ લઈને ઉભાચો તો તમારી મહેચ્છા પૂરી થશે.

  ખુબ જ સરસ.

  Like

  Reply

 2. ‘આદિલ’પ્રત્યેની આપની ભાવનાની કદર રૂપે,આપને અભિનંદન.

  Like

  Reply

 3. આ ‘ દિલ ‘ ને વિશ્વાસ છે મારામાં,

  કિશોર કહે મને વિશ્વાસ છે તારામાં.

  *********************************

  ડૉ. કિશોરભાઈ એમ.પટેલ
  ………………………………………………………….
  Very nice….આપને અભિનંદન.
  Ramesh Patel(Aakashdeep)

  Like

  Reply

 4. Posted by NISHIL on 10/02/2011 at 1:13 pm

  આદિલ ને આદિલ જરૂર પહોચશે.

  Like

  Reply

 5. આદિલને આ ‘ દિલ ‘ પહોંચે તો બસ છે,
  એમનો પ્રેમ મને વહેંચે તો બસ છે.

  એમના પ્રેમરસનો રસાસ્વાદ સરસ છે,
  રસાસ્વાદમાં વહેવામાં જ મને રસ છે.

  અપેક્ષા. ઉપેક્ષા અને આશા માં જરૂર આશા સફલા થશે.

  સરસ પ્રયત્ન !

  Like

  Reply

 6. એમનો પ્રેમ મને વહેંચે તો બસ છે.
  ખુબ સુંદર રચના કિશોરભાઈ…..

  Like

  Reply

 7. Posted by gujaratikavitaanegazal on 30/04/2011 at 9:42 am

  બાકી તો જીવન મારૂ આજ નિરસ છે,

  એમના સ્પર્શથી જીવન બને પારસ.

  આદિલને આ ‘ દિલ ‘ મળવા તરસે,

  શબ્દ સ્વરૂપે મળે તોય મને બસ છે.
  whah kishorebhai maja avi gaui

  Like

  Reply

 8. આ દિલ વહેવું છે શબ્દ થઇ મને તારા માં,
  તારા સ્નેહ નો સ્પર્શ મળે તો પણ બસ છે,
  સીમા દવે

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: