!…સર્વોદય દિને બાપુને વંદન…!


!…સર્વોદય દિને બાપુને વંદન…!


વંદન કરી લઉં,

સર્જન કરી લઉં,

વિચારોનું નવસર્જન કરી લઉં


સર્વેનો ઉદય છે બાપુ,

શ્રમનું ગૌરવ છે બાપુને,

વિશ્વનું ગૌરવ છે બાપુ


સત્યના આગ્રહી છે બાપુ,

સત્ય, અહિંસાના પુજારી છે બાપુ,

સત્યમ્, શિવમ્, સુંદરમ્ છે બાપુસત્ય જેમનું મંદિર છે તે બાપુ,

અહિંસા જેમનો આધારસ્તંભ છે તે બાપુ,

ચરખો જેમનું પ્રતિક છે તે બાપુ


આંધીનો સામનો કરે તે ગાંધી બાપુ,

સાદગી જેમનો જીવનમંત્ર છે તે ગાંધી બાપુ,

સરળતા જેમનો વૈભવ છે તે મહાત્મા ગાંધી.

**********************************************

ડૉ.કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત

 

6 responses to this post.

 1. આદરણીય શ્રી કિશોરભાઈ,
  સર્વેનો ઉદય છે
  શ્રમનું ગૌરવ છે બાપુને,
  વિશ્વનું ગૌરવ છે બાપુ
  પૂજ્ય મહાત્મા ગાંધી બાપુના આદર્શ વિચારોની માળા સરસ ગુથી છે
  સરસ ખુબ સરસ.

  Like

  Reply

 2. ધન્યવાદ શ્રી કિશોરભાઈ.

  બાપુને લાખો કરોડો વંદન…..

  Like

  Reply

 3. Posted by JAY on 11/02/2011 at 12:26 pm

  શ્રી કિશોરભાઈ,

  ગધ્જીના ઉચ્ચ આદર્શો અમાપ છે. દુનિયાને હવે સમજાયું.

  Like

  Reply

 4. શું સાહેબ તમે પણ, ગાંધીજી તો કહે,

  પણ તમને સાચી વાત કહું, ‘સ્વાશ્રય’ તો માત્ર નિબંધમાં શોભે. ઘરનું કામ તો આપણાથી થતું હશે? એ તો કામવાળા જ કરે.

  નહિંતર , પુરુષો પાણીનો પ્યાલો ય ના ભરે એવું કેવી રીતે બને? કોણ ગાંધીની વાતો માને છે વડીલો તે અમે આ બધું સમજીએ?


  very nice poem…but children and parents are there to read and understand this?

  Like

  Reply

 5. શ્રમનું ગૌરવ છે બાપુને,


  આ ગૌરવ માત્ર એક વ્યક્તિનો ઇતિહાસ છે. પણ અહિં તો પપ્પા ચા પણ ના મુકી શકે અને મમ્મી કામવાળા વગર જીવી પણ ના શકે. ટીનુ મીનુ જાતે ભણી પણ ના શકે. ટ્યુશનમાં ગોખે નહિં તો ૧૦૦ માંથી ૧૦૦ કેવી રીતે આવે?

  મમ્મી જાતે ઘરનું કામ કરે તો સ્ટેટસનું શું થાય? અને પપ્પા જો ઘરકામમાં મદદ કરે તો દાદીને ખોટું ના લાગે?

  શ્રમ વિચારવામાં કરીએ તો ૯૦ માર્ક્સ આવે, પણ ગોખવામાં કરીએ તો ૧૦૦/૧૦૦ આવે.

  ખોટું હોય તો બોલો ગાંધી બાપુ, તમે આવું જ કંઇ કહ્યું હશે.


  સત્ય બોલીએ તો સ્માર્ટ કેવી રીતે કહેવાઇએ?

  આવું તો કેટલું ય છે અને હશે. જે ખાલી નિબંધમાં ગોખીને લખવાનું હોય!

  Like

  Reply

 6. Posted by RASIKBHAI AMIN on 10/07/2012 at 9:21 pm

  સ્નેહી બંધુ શ્રી કિશોરભાઈ આપના બ્લોગ પરથી બાળકોને ઉપયોગી ઘણુ સાહિત્ય મળ્યુ છે, આભાર

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: