!!!…પ્રેમના પવનમાં પ્રેમીને બોલાવી દઉં…!!!


!!!…પ્રેમના પવનમાં પ્રેમીને બોલાવી દઉં…!!!

 

શબ્દના શણગારથી પ્રેમને શણગારી લઉં

વિશ્વમાં પ્રેમનો સંદેશો ફેલાવી દઉં

 

મારા અવગુણોને ફગાવી દઉં

મિત્રોને પ્રેમથી મનાવી લઉં

 

વહેમને દફનાવી દઉં

પ્રેમને જગાવી દઉં

 

પ્રેમના મેસેજ કરી સતાવી લઉં

પ્રેમના પવનમાં પ્રેમીને બોલાવી દઉં

 

પ્રેમને શ્રીફળથી સ્વીકારી લઉં

પ્રભુ સ્મરણ કરી સમાવી લઉં

 

ગુણોને અપનાવી લઉં

એકતા જગાવી દઉં

 

કિશોર કહે પ્રેમના વાયરામાં શોર મચાવી લઉં

દુનિયા આખીને કળશના પ્રેમે નચાવી લઉં


*********************************************

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા, ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત-9

( નોંધ : ઉપર કળશ જેવો આકાર છે. તે ધ્યાનથી જુઓ )

 

 

12 responses to this post.

 1. આદરણીય શ્રી કિશોરભાઈ, ( લઘુબંધુ )

  કિશોર કહે પ્રેમના વાયરામાં શોર મચાવી લઉં

  દુનિયા આખીને કળશના પ્રેમે નચાવી લઉં

  દુનિયામાં અમે પણ રહીએ છીએ. અમનેય નચાવશો ખરા.?

  પ્રેમથી અમને અને જગતને તરબોળ કરી દેવાના આપ .

  આપના કાવ્ય રસના ઝરા હમેશ વહેતા રહે ને પ્રેમ વરસાવતા રહે.

  એવી શુભ કામના.

  Like

  Reply

 2. Posted by himanshupatel555 on 14/02/2011 at 6:34 am

  પ્રેમ અને પ્રેમ રસથી તરબતર શબ્દો,જગત તમારા પ્રમથી સતત નીતર્યા કરે… નીતર્યા કરે…

  Like

  Reply

 3. ડૉ.કિશોરભાઈ,

  પ્રેમ રસનો કળશ હંમેશ તમારો ભરેલ રહે.

  સુંદર રચના !

  Like

  Reply

 4. કિશોરભાઈ, સુંદર કાવ્ય ..પ્રેમ વિષે અને કળશ પણ સોહે છે ..લખતા રહેજો.
  પ્રેમને શ્રીફળથી સ્વીકારી લઉં
  પ્રભુ સ્મરણ કરી સમાવી લઉં

  Like

  Reply

 5. આદરણીય કિશોર સાહેબ,
  ” પ્રેમ ને શ્રીફળ થી સ્વીકારું લઉં
  પ્રભુ સ્મરણ કરી સમાવી લઉં ”

  બહુજ સુંદર પંક્તિ લખી છે. આપનાં વિચારો અને અને તેને અલંકારિક શબ્દો થી સજાવેલી આ કાવ્ય રચના સરસ છે.

  Like

  Reply

 6. ખુબ સુંદર રચના લખી છે કિશોરભાઈ….

  Like

  Reply

 7. પ્રેમને શ્રીફળથી સ્વીકારી લઉં

  પ્રભુ સ્મરણ કરી સમાવી લઉં

  ગુણોને અપનાવી લઉં

  એકતા જગાવી દઉં

  કિશોર કહે પ્રેમના વાયરામાં શોર મચાવી લઉં

  દુનિયા આખીને કળશના પ્રેમે નચાવી લઉં
  ……………………………………….
  પ્રેમની શક્તિનાં બંધન ઘણાં પાવન છે. સરસ વિચારો સાથે પ્રેમનો મહિમા આપે ઝીલ્યો.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  Reply

 8. beautiful poem..your Gujarati blog is also nice and good poems.
  Good luck..keep it up.

  Like

  Reply

 9. Posted by HASMUKH on 16/02/2011 at 12:27 pm

  આદરણીય શ્રી કિશોરભાઈ

  ખુબ જ સુન્દર કવિતા.

  Like

  Reply

 10. Posted by SAVITA on 16/02/2011 at 12:29 pm

  આદરણીય શ્રી કિશોરભાઈ

  શબ્દના શણગારથી પ્રેમને શણગારી લઉં

  વિશ્વમાં પ્રેમનો સંદેશો ફેલાવી દઉં

  ખુબ જ સુન્દર કવિતા. ભાવના ભર્યો સંદેશ.

  Like

  Reply

 11. વડીલ શ્રી કિશોરભાઇ,

  દુનિયામાં પ્રેમ,વિશ્વાસ અને પ્રમાણિકતા વધે એવી જ પ્રભુને પ્રાર્થના…

  સરસ કાવ્ય. અને એ પણ પાછુ કળશનાં આકારમાં.! વાહ ભાઇ…વાહ…

  Like

  Reply

 12. આ કવિતામાં આખુ વિશ્વ જાણે પ્રેમમય દીસે છે !સુન્દર રચના.

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: