!!!…ચારે દિશામાં બેઠો છે. જગદીશ…!!!


!!!…ચારે દિશામાં બેઠો છે. જગદીશ…!!!

કોઈ વાર કરે,

કોઈ વ્યવહાર કરે

 

માનવ તું ન રાખ મનમાં રાઈ,

ન બતાવ જગતને તારી ચતુરાઈ

 

કોઈ વાર કરે

કોઈ તહેવાર ઉજવે,

 

માનવ તું મરક ‘ મરક ’ હશે

પણ ન વિચારે તારા ‘ કરમ ’ ને,

 

કોઈ વાર કરે

કોઈ જમણવાર કરે,

 

આખો દિ’ કરે લોકોની બુરાઈ

પછી ન છોડે પુણ્ય કમાવવાની અધિરાઈ,

 

માનવ તું સુધાર તારી સવાર

પુણ્ય કમાઈ લે તું વારંવાર,

 

માનવ પ્રભુના કરે ઉપવાસ

રાખે સદા અગણિત ફળની આશ,

 

કિશોર કહે

છોડમાં જો તું રણછોડ,

ચારે દિશામાં બેઠો છે. જગદીશ

*****************************************

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા, ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત

 

 

Advertisements

6 responses to this post.

 1. કિશોર કહે છોડમાં જો તું રણછોડ,
  કિશોરભાઈ જય રણછોડ . હોળી ધુળેટી પૂર્વે સરસ રચના થકી રણછોડરાય ને યાદ કર્યા છે .

  Like

  Reply

 2. સરસ રચના. ભગવાનમાં શ્રદ્ધા હોય તેને જીવનમાં ક્યાય મુશ્કેલી પડતી નથી.
  પ્રવીણ શાહ

  Like

  Reply

 3. અત્યંત સુંદર ભાવ ..!! આપને હોળી-ધૂળેટી ની ખુબ ખુબ શુભકામનાઓ …

  Like

  Reply

 4. શ્રી કિશોરકુમારમ

  જય જગદીશમ જય રણછોડમ

  ભજ ગોવિન્દમ ભજ ગોપલમ

  કિશોર ખાયે ધાણી ચણામમ

  સાથે ખાયે મીઠા મધ ખજુરમ

  ખુબ સરસ ભાવથી રણછોડને યાદ કર્યા છે.

  Like

  Reply

 5. માનવ પ્રભુના કરે ઉપવાસ

  રાખે સદા અગણિત ફળની આશ,

  સરસ રચના મૂકી છે…અને ખાસ તો ક્રુષ્ણભગવાનનો આંખો પટપટાવતો પોઝ જે ખુબ જ ગમ્યો….

  Like

  Reply

 6. આદરણીય ડૉ.કિશોરભાઈ,

  સર્વ પ્રથમ આપને હોળી-ધુળેટીની શુભકામના !

  સરસ રચના સાથે કાનાની આંખો મટકારટી તસ્વીર પસંદ આવી.

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s