આદરણીય વાચક મિત્રો,
આજે આપણાં ગુજરાતી મિત્રો સમક્ષ એક નવી વિચારધારા લઈને આવ્યો છું. મને આશા કે તમને એ વિચારધારા ગમશે. કદાચ આ વિચારધારા આપને પસંદ ન પણ આવે તો વાંધો નહિ પરંતુ આપના બહુમૂલ્ય પ્રતિભાવ આપજો જેથી બીજીવાર જરૂર કાળજી લઈશ.
ખેતરમાં કણ કણ વાવીને અનાજનું ઉત્પાદન કરવું એ એક મોટી સાધના છે, મોટી તપસ્યા છે. આપણે તો કદાચ ઓફિસમાં બેઠા બેઠા એરકંડિશન સાથે પ્રોડક્ક્ષન પર ધ્યાન આપતા હોઈશું કે ઉત્પાદન કરતા હોઈએ. પરંતુ આ ઉત્પાદન જગતનો તાત જુઓ કાળઝાર ગરમીમાં તે પોતાના ખેતરમાં કામ કરતો હોઈ છે, કેટલી મોટી સાધના કહેવાય.
આજે જ્યારે આપણાથી માત્ર અર્ધો કલાક ગરમી સહન થઈ શકતી ન હોય તેવા સંજોગોમાં આ કામ ખરેખર તેમની સહનશક્તિને દાદ આપવી પડે કે સલામ કરવાનું મન થઈ આવે. માટે તેઓ દેશના સાચા મિશાલચીઓ છે.
પોતે કરેલ ઉત્પાદનમાંથી બધુ પોતાની પાસે રાખતો નથી, પોતાને જરૂર હોય તેટલુ રાખી તે જનસમુદાય સમક્ષ મુકે છે. ખેડુત જ્યારે ખેતરમાં કામ કરે છે ત્યારે તેની આર્થિકસ્થિતિ, મોઘાં ઉત્પાદનના સાધનોની ટાંચ હોવાં છતાં તે અનાજના એક દાણાંમાંથી કે કણ કણમાંથી તે અગણિત ઉત્પાદન કરી દુનિયાના લોકોની તે જઠરાગ્નિને તે ઠારે છે.
કહેવાય છે કે જગતના બધા દાનોમાંથી “ શ્રેષ્ઠદાન ” અન્નદાન છે પણ તે ક્ષણિક છે. ત્યાર બાદ બીજા સ્થાને “ વિદ્યાદાન ” આવે છે, એવું મારૂ માનવું છે. ખેડુત આમ જોવા જઈએ તો એક માતૃત્વનો ધર્મ બજાવે છે, જેમ એક માતા બાળકની માવજત કે લાલન પાલન કરી બાળ ઉછેરે કરે તેમ તે પૃથ્વી પરના જીવોનું જતન તન, મન અને ધનથી કરે છે.
આ લાગણીઓથી પ્રેરાયને તેઓ પર એક સ્વરચિત રચના રચવાનું મન થઈ આવ્યું તેથી આપ સમક્ષ એક સ્વરચિત મોકલાવું છું જે કદાચ આપને પસંદ આવે પણ ખરી…!
!!!…કણ કણ સાચવે તે કિસાન…!!!
જગતનો ઋષિ છે કિસાન
જગતની શાન છે કિસાન
ખેતર ખેડે તે કિસાન
ભૂમિને રિઝવે તે કિસાન
ભૂમિપુત્ર છે કિસાન
જગતનો તાત છે કિસાન
ખળ ખળ ધાન્યના ઝરણાં વહેવડાવે તે કિસાન
વર્ષરાણીને રિઝવતો કિસાન
જઠરાગ્નિને ઠારતો કિસાન
ધરાને હરિયાળી બનાવતો કિસાન
કણ કણ સાચવે તે કિસાન
કણ કણની કિંમત સમજે તે કિસાન
જળની જલધારા પારખે તે કિસાન
પળ પળ સાચવે તે કિસાન
કિશોર કહે ચાલો ત્યારે
જગતના તાતને વંદન કરીએ
++++++++++++++++++++++++++++++++++++++++++
ડૉ. કિશોરભાઈ એમ.પટેલ
આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત
પ્રતિભાવો…