મમતાનો મહાસાગર એટલે ‘ મા ’
મમતાનો મહાકુંભ એટલે ‘ મા ’
સ્નેહની કવિતા એટલે ‘ મા ’
દરિયાદીલી એટલે ‘ મા ’
સ્નેહની સરિતા એટલે ‘ મા ’
સ્નેહનો સરવાળો એટલે ‘ મા ’
બાળક જ્યારે આ પૃથ્વી પર અવતરે છે,
ત્યારે શિખ્યા વિના પ્રથમ શબ્દ તે “ મા ” બોલે છે.
‘ મા ’ ના ખોળામાં બાળક સૌથી વધુ સલામત હોય છે.
‘ મા ’ ના પ્રેમ વિના પણ પ્રભુ ભક્તિ અધુરી છે. પ્રભુ પણ ‘ મા ’
ને વંદન કરે છે. ‘ મા ’ નો પ્રેમ અંતરની ઉર્મિઓમાંથી પ્રગટે છે.
આપણે જ્યારે તકલીફમાં હોઈએ, ત્યારે સ્વભાવિક જ આપણાંથી ‘ મા ’
શબ્દ તરત જ બોલાય જાય છે. ઓ ‘ મા ’ તું મને બચાવ. ‘ મા ’ ના
તમામ સંબધો ‘ મા ’ થી શરૂ થાય, ક્યાંતો ‘ મા ’ થી પૂર્ણ થાય.
‘ મા ’ ની બહેન ‘ માસી ’ અને તેનો પતિ ‘ માસાજી’ થાય.
‘ મા ’ નો ભાઈ ‘ મામા ’ અને તેની પત્ની ‘ મામી ’ થાય.
માફી આપવામાં અને માંદગીમાં “ મા ” પ્રથમ હોય છે.
માલિકમાં પણ ‘ મા ’ પ્રથમ હોય છે.
બાળક ‘ મા ’ શબ્દ શીખવા દુનિયાની
કોઈ પાઠશાળામાં જતો નથી, તે
બાળકના ‘ મા ’ શબ્દથી ભાષાની શરૂઆત થાય છે.
આજના પવિત્ર દિવસે વિશ્વની દરેક માતાઓને કોટિ કોટિ વંદન.
+++++++++++++++++++++++++++++++++++++++++
ડૉ. કિશોરભાઈ એમ.પટેલ
આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત
પ્રતિભાવો…