મમતાનો મહાકુંભ એટલે ‘ મા ’


    

     મમતાનો મહાકુંભ એટલે ‘ મા ’      

                                                                      

મમતાનો મહાસાગર એટલે ‘ મા ’

મમતાનો મહાકુંભ એટલે ‘ મા ’

સ્નેહની કવિતા એટલે ‘ મા ’   

દરિયાદીલી એટલે ‘ મા ’

સ્નેહની સરિતા એટલે ‘ મા ’

સ્નેહનો સરવાળો એટલે ‘ મા ’  

બાળક જ્યારે આ પૃથ્વી પર અવતરે છે,

 ત્યારે શિખ્યા વિના પ્રથમ શબ્દ તે “ મા ” બોલે છે.

‘ મા ’ ના ખોળામાં બાળક સૌથી વધુ સલામત હોય છે.

‘ મા ’ ના પ્રેમ વિના પણ પ્રભુ ભક્તિ અધુરી છે. પ્રભુ પણ ‘ મા ’

 ને વંદન કરે છે. ‘ મા ’ નો પ્રેમ અંતરની ઉર્મિઓમાંથી પ્રગટે છે.

આપણે જ્યારે તકલીફમાં હોઈએ, ત્યારે સ્વભાવિક જ આપણાંથી ‘ મા ’

શબ્દ તરત જ બોલાય જાય છે. ઓ ‘ મા ’ તું મને બચાવ. ‘ મા ’ ના

  તમામ સંબધો ‘ મા ’ થી શરૂ થાય, ક્યાંતો ‘ મા ’ થી પૂર્ણ થાય.

 ‘ મા ’ ની બહેન ‘ માસી ’ અને તેનો પતિ ‘ માસાજી’ થાય.

 ‘ મા ’ નો ભાઈ ‘ મામા ’  અને તેની પત્ની ‘ મામી ’ થાય.

  માફી આપવામાં અને માંદગીમાં “ મા ” પ્રથમ હોય છે.

માલિકમાં પણ ‘ મા ’ પ્રથમ હોય છે.

બાળક ‘ મા ’ શબ્દ શીખવા દુનિયાની

કોઈ પાઠશાળામાં જતો નથી, તે

બાળકના ‘ મા ’  શબ્દથી ભાષાની શરૂઆત થાય છે.

આજના પવિત્ર દિવસે વિશ્વની દરેક માતાઓને કોટિ કોટિ વંદન.

+++++++++++++++++++++++++++++++++++++++++

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત 

Advertisements

7 responses to this post.

 1. Posted by ભરત ચૌહાણ on 07/05/2011 at 10:09 pm

  Namskar
  Sahebji
  Khub Saras Vat kari chhe

  Like

  Reply

 2. ડૉ. કિશોરભાઈ,

  ઈશ્વર પણ એવો કીમિયાગર છે કે માનવી જન્મ લઈને પહેલો શબ્દ જે બોલે છે તે મા છે, પરંતુ તેની (ઈશ્વરની) ગતિ ન્યારી છે કે જેનું ઋણ અનેક જન્મારા વીતી જાય તો પણ ચૂકવી ના શકાય તેને આજની સંસ્કૃતિએ યાદ કરવા એક દિવસ ફાળવ્યો છે અને જેને સૌ મને કમને પોતાના વિચારો દ્વારા પોતાના ભાવ વ્યક્ત કરવા કોશીશ કરે છે …ભલે ને હકીકત માંહ્યલા ગુણ માહ્દેવ જ જાણે !

  આપે ખૂબજ સુંદર ભાવ દ્વારા મા ના ગુણલા ગાયા છે …

  Like

  Reply

 3. ‘ મા ’ શબ્દથી ભાષાની શરૂઆત થાય છે.

  આજના પવિત્ર દિવસે વિશ્વની દરેક માતાઓને કોટિ કોટિ વંદન.
  ડૉ. કિશોરભાઈ,
  Bhav sabhar rachana

  Ramesh Patel(Aakashdeep)

  Like

  Reply

 4. ભાવભરી અભિવ્યક્તિ સહિત અતિ સુન્દર માતૃ વંદના .

  Like

  Reply

 5. Posted by chandravadan on 11/05/2011 at 11:59 pm

  Bhavbhari Kavya Post paying Respects/Vandana to MA (MOTHER)
  Liked the Post.
  DR. Chandravadan Mistry
  http://www.chandrapukar.wordpress.com
  Inviting you,Kishorbhai & your Readers to my Blog to read the New Posts !

  Like

  Reply

 6. મા

  જેનો જગમાં જડે નહીં જોટો..
  ઉપકાર કર્યો બહુ મોટો, કેવિ મીઠડી માં તેં બનાવી….

  નવ માસ તેં ભારને માણ્યો, સહિ પીડ અતિ જગ આણ્યો
  પય પાન કાજ ઉર તાણ્યો….કેવિ…

  મને પાપા પગલી ભરાવી, પડિ આખડી મુજને બચાવી
  જીવનની રાહ બતાવી….કેવિ..

  જ્યાં હું આવું રોતો રોતો, થોળો સાચો થોળો ખોટો
  ત્યાંતો આવે દેતી દોટો..કેવિ…

  જ્યારે યોવન મદ ભરી આવ્યું, ધિંગા મસ્તી તોફાન લાવ્યું
  પ્યારી ટપલી મારી ટપાર્યો…કેવિ…

  ભાલે માનવ બનું હું મોટો, ધન ધાન્ય રહે નહિં તોટો
  તોએ માને મન ઘાણી ખોટો…કેવિ..

  પ્રભુ “કેદાર” કરૂણા તારી, બસ એકજ અરજી મારી
  ભવે ભવ હું બનું એનો બેટો…કેવિ..

  રચયિતા
  કેદારસિંહજી મે જાડેજા
  ગાંધીધામ કચ્છ.
  http://www.kedarsinhjim.blogspot.com

  Like

  Reply

 7. આદરણીય શ્રી કિશોરભાઈ,

  મમતાના મહાકુંભમાં માં વિષે જાણવાનો અવસરીયો મળ્યો.

  ધન્ય બની ગયા.

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s