Archive for June, 2011

!!!…કદરદાનની એક કદર…!!!


!!!…કદરદાનની એક કદર…!!!

 

       વર્ષોથી અમેરિકા ખાતે વસતા “ સુરજબા મેમોરિયલ પબ્લિક ટ્રસ્ટ ” મુ. જેસરવા, તા. પેટલાદ, જિ. આણંદના ઝંડાપ્રેમી “ સ્વપ્ન ” તખલ્લુસથી જાણીતા આધુનિક http://gujarati.nu તથા http://gujarati.be ના ગુજરાતી નવા આંગતુક સાહિત્યપ્રેમીઓમાં જાણીતા કવિશ્રી ગોવિંદભાઈ આઈ.પટેલ અને તેમના ભાઈશ્રી.ચીમનભાઈ પટેલ વર્ષોથી અમેરિકા ખાતેથી http://swapnasamarpan.wordpress.com/ ભારતીય સંસ્કૃતિને દીપાવી ગુજરાતી ભાષા પ્રત્યેનો અનન્ય પ્રેમની વર્ષા વરસાવી રહ્યા છે.

 

ઝંડાપ્રેમી એટલે ગોવિંદભાઈ

વતનપ્રેમી એટલે ગોવિંદભાઈ

ગુજરાતી ભાષાના પ્રેમી એટલે ગોવિંદભાઈ

 

“ પરાર્થે સમર્પણ સાહિત્ય સ્પર્ધા ” ના આયોજક એટલે શ્રી. ગોવિંદભાઈ

જેમની ચિત્રલેખાએ ઝંડાપ્રેમી તરીકે બે વાર નોંધ લીધી છે એવા ગોવિંદભાઈ

જેમણે રાજકોટ, પેટલાદ, સુરતમાં ભારત અને ગુજરાતના ઝંડાઓનું વિતરણ કરેલ છે, એવા શ્રી. ગોવિંદભાઈ પટેલને શત શત પ્રણામ…!

 

હાલમાં જ ગામ જેસરવાનાં સ્વાતંત્ર્ય સેનાની શ્રી મહીજીભાઈ મરઘાભાઈ પટેલ ૧૭ મે ૨૦૧૧ના રોજ 100 માં વર્ષમાં પ્રવેશ્યા. એક દેશદાઝ અને સેવાનીજાગૃત મૂર્તિ એવા આદરણીય શ્રી મહીજીકાકાને શત શત સલામ સાથે જન્મ શતાબ્દી વર્ષની શુભ કામના……!  

 

શ્રી.મહીજીકાકાના 100 વર્ષ પૂર્ણ થતાં તેમનો વતનપ્રેમ બેવડાઈને શ્રી મહીજીકાકાન જન્મ શતાબ્દિને જાણે પોતાની જન્મ જયંતિ તરીકે મનાવતા ન હોય તેમ ઉજવીને ચાર ચાંદ લગાવી દીધા છે. શ્રી. ગોવિંદભાઈએ વતનની પ્રાથમિક શાળાના પ્રવેશોત્સવ વખતે 4100 બાળકો માટે 4500 બેગો બનાવી મફત વિતરણ કરેલ છે, ભલે કોઈ રાજકારણીઓ નોંધ ન લે, પરંતુ સગા દીકરાની માફક તેમણી સ્વાતંત્ર્ય સેનાનીના જન્મ જયંતિ ઉજવીને સાચો વતનપ્રેમ દર્શાવેલ છે. તેવા શ્રી. ગોવિંદભાઈને મારા ગુજરાતી ભાઈઓ વતી શત શત વંદન…!

 

ગામ જેસરવાથી વધુ તેમના વિશે જાણવાનો પ્રયત્ન કરતાં શ્રી. અવકાશભાઈ અને શ્રી. હર્ષદભાઈ જણાવે છે કે અમારા સમગ્ર ગામનો પાણી વેરો,વીજળી વેરો, અનેક્વાર અનેક શાળાઓમાં ચોપડાં, પેન, પેન્સિલ વિગેરે બાળકોને પુરા પાડેલ છે. વળી અમેરિકાથી જ્યારે પણ વતન આવે ત્યારે મોટર ગાડીમાં ન ફરતાં સાયકલ પર તેમને ફરતાં અમોએ જોયા છે, કેમ સાયકલ ફરો છો? એમ જ્યારે પુછવામાં આવે ત્યારે તેઓ કહે છે કે એટલા પૈસા વધુ બચે તો આપણાં ગામના બાળકોને વધુ કાંઈક આપી શકાય…..!

ધન્ય છે તેમના સંસ્કારોને, ધન્ય છે માતા-પિતાને, ધન્ય છે તેમની જનેતાને…! 

 ++++++++++++++++++++++++++++++++++++++++++

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત

!…કેસર કેરીનો મજેદાર પમરાટ છે…!


!…કેસર કેરીનો મજેદાર પમરાટ છે…!

દરિયાની મધુર લહેર છે,

વરસાદી મોસમની મહેર છે,

વિકસતા ધમધમતા શહેર છે.

સૂકાઈ ગયેલ પાણીની નહેર છે,

ચારેકોર ગરમીની કહેર છે,

 

ગરમીનો ઉકળાટ છે,

રંગ લેતી કેરીનો ચળકાટ છે,

રસ જોઈ ચેહેરાનો મલકાટ છે,

કેસર કેરીનો મજેદાર પમરાટ છે,

  ++++++++++++++++++++++++++++++++++++++++++

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત

 

!… ધરતીના છોરૂને સજાવો રે…!


!… ધરતીના છોરૂને સજાવો રે…!

 

સમાજને જગાડીને

ધરતીના છોરૂને સજાવો રે

 

ધરતી માતાનું ઢાંકણ છે, વૃક્ષો

વૃક્ષો તો માનવ જાતની કરશે રક્ષા

 

કેવુ મજાનુ ઝાડ

એ તો કરે અમને લાડ

 

બનાવો વૃક્ષોની વાડ

ન પાડવી પડે પાણીની ત્રાડ

 

વૃક્ષો દે છે માનવીને સાદ

વૃક્ષો તો આપશે વરસાદ

 

હે માનવ તું તારા નિયમ ન લાદ

વૃક્ષો તો આપે ઔષધિની પ્રસાદ

 

++++++++++++++++++++++++++++++++++++++++++

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત