!!!…કદરદાનની એક કદર…!!!


!!!…કદરદાનની એક કદર…!!!

 

       વર્ષોથી અમેરિકા ખાતે વસતા “ સુરજબા મેમોરિયલ પબ્લિક ટ્રસ્ટ ” મુ. જેસરવા, તા. પેટલાદ, જિ. આણંદના ઝંડાપ્રેમી “ સ્વપ્ન ” તખલ્લુસથી જાણીતા આધુનિક http://gujarati.nu તથા http://gujarati.be ના ગુજરાતી નવા આંગતુક સાહિત્યપ્રેમીઓમાં જાણીતા કવિશ્રી ગોવિંદભાઈ આઈ.પટેલ અને તેમના ભાઈશ્રી.ચીમનભાઈ પટેલ વર્ષોથી અમેરિકા ખાતેથી http://swapnasamarpan.wordpress.com/ ભારતીય સંસ્કૃતિને દીપાવી ગુજરાતી ભાષા પ્રત્યેનો અનન્ય પ્રેમની વર્ષા વરસાવી રહ્યા છે.

 

ઝંડાપ્રેમી એટલે ગોવિંદભાઈ

વતનપ્રેમી એટલે ગોવિંદભાઈ

ગુજરાતી ભાષાના પ્રેમી એટલે ગોવિંદભાઈ

 

“ પરાર્થે સમર્પણ સાહિત્ય સ્પર્ધા ” ના આયોજક એટલે શ્રી. ગોવિંદભાઈ

જેમની ચિત્રલેખાએ ઝંડાપ્રેમી તરીકે બે વાર નોંધ લીધી છે એવા ગોવિંદભાઈ

જેમણે રાજકોટ, પેટલાદ, સુરતમાં ભારત અને ગુજરાતના ઝંડાઓનું વિતરણ કરેલ છે, એવા શ્રી. ગોવિંદભાઈ પટેલને શત શત પ્રણામ…!

 

હાલમાં જ ગામ જેસરવાનાં સ્વાતંત્ર્ય સેનાની શ્રી મહીજીભાઈ મરઘાભાઈ પટેલ ૧૭ મે ૨૦૧૧ના રોજ 100 માં વર્ષમાં પ્રવેશ્યા. એક દેશદાઝ અને સેવાનીજાગૃત મૂર્તિ એવા આદરણીય શ્રી મહીજીકાકાને શત શત સલામ સાથે જન્મ શતાબ્દી વર્ષની શુભ કામના……!  

 

શ્રી.મહીજીકાકાના 100 વર્ષ પૂર્ણ થતાં તેમનો વતનપ્રેમ બેવડાઈને શ્રી મહીજીકાકાન જન્મ શતાબ્દિને જાણે પોતાની જન્મ જયંતિ તરીકે મનાવતા ન હોય તેમ ઉજવીને ચાર ચાંદ લગાવી દીધા છે. શ્રી. ગોવિંદભાઈએ વતનની પ્રાથમિક શાળાના પ્રવેશોત્સવ વખતે 4100 બાળકો માટે 4500 બેગો બનાવી મફત વિતરણ કરેલ છે, ભલે કોઈ રાજકારણીઓ નોંધ ન લે, પરંતુ સગા દીકરાની માફક તેમણી સ્વાતંત્ર્ય સેનાનીના જન્મ જયંતિ ઉજવીને સાચો વતનપ્રેમ દર્શાવેલ છે. તેવા શ્રી. ગોવિંદભાઈને મારા ગુજરાતી ભાઈઓ વતી શત શત વંદન…!

 

ગામ જેસરવાથી વધુ તેમના વિશે જાણવાનો પ્રયત્ન કરતાં શ્રી. અવકાશભાઈ અને શ્રી. હર્ષદભાઈ જણાવે છે કે અમારા સમગ્ર ગામનો પાણી વેરો,વીજળી વેરો, અનેક્વાર અનેક શાળાઓમાં ચોપડાં, પેન, પેન્સિલ વિગેરે બાળકોને પુરા પાડેલ છે. વળી અમેરિકાથી જ્યારે પણ વતન આવે ત્યારે મોટર ગાડીમાં ન ફરતાં સાયકલ પર તેમને ફરતાં અમોએ જોયા છે, કેમ સાયકલ ફરો છો? એમ જ્યારે પુછવામાં આવે ત્યારે તેઓ કહે છે કે એટલા પૈસા વધુ બચે તો આપણાં ગામના બાળકોને વધુ કાંઈક આપી શકાય…..!

ધન્ય છે તેમના સંસ્કારોને, ધન્ય છે માતા-પિતાને, ધન્ય છે તેમની જનેતાને…! 

 ++++++++++++++++++++++++++++++++++++++++++

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત

Advertisements

18 responses to this post.

 1. Really nice to learn about Govindbhai. He is light to the new generation.

  Like

  Reply

 2. Posted by CHANDU on 24/06/2011 at 2:15 am

  કિશોરભાઈ
  ખરેખર ખુબ ગમ્યું . સારા કાર્યોની સરાહના યોગ્ય સમયે થવી જોઈએ.
  સેવા,શિક્ષણ વતનપ્રેમ અને રાષ્ટ્ર પ્રેમનું જીવંત ઉદાહરણ એટલે ગોવિંદ રાજા.

  Like

  Reply

 3. શ્રી ગોવિંદભાઈના અ વતન પ્રેમ અને તેમના પ્રેરક કાર્યોની નોંધ આપે મોકી સમાજ માટે એક સારું ઉદાહરણ પૂરું પાડેલ છે.

  ધન્યવાદ.

  Like

  Reply

 4. Posted by HASMUKH on 25/06/2011 at 10:42 am

  શ્રી કિશોરભાઈ,
  સેવા અને શિક્ષણ માટે હદમ તૈયાર રહે તેમનું નામ જ ગોવિંદભાઈ.

  Like

  Reply

 5. Posted by ARVIND on 25/06/2011 at 10:45 am

  શ્રી કિશોરભાઈ,
  ગોવિંદકાકાને નજદીકથી જાણ્યા અને માન્યા છે
  સેવાની જાગૃત મૂર્તિ એટલે ગોવીન્દ્કાકા

  Like

  Reply

 6. Posted by BANTI on 25/06/2011 at 10:51 am

  અમેરિકામાં રહીને પણ વતન અને શિક્ષણ પ્રત્યે લાગણી ધરાવનારા ખુબ ઓછા મળે છે.

  શ્રી મહીજીકાકાને શત શત પ્રણામ અને ગોવિંદભાઈને વંદન

  Like

  Reply

 7. શ્રી ગોવિંદભાઈ ઍટલે સેવા સાદગી અને સતત પ્રેમ વરસતી ધારા .
  વતન પ્રેમને કર્મ યોગથી છલકાવતા અને શબ્દ દ્વારા ભાવથી ભીંજાતા હૃદયને વાચા આપનાર
  કવિ. આ સુંદર બ્લોગ પોષ્ટ વડે ડોશ્રી કિશોરભાઈ આપે ઉત્તમ યોગદાન આપ્યું અને વાંચી
  અનહદ આનંદ થયો.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  Reply

 8. Posted by ભરત ચૌહાણ on 27/06/2011 at 9:52 am

  Namskar,
  Sahebji,
  Sara Karyani samaj sudhi vat pahochadva nu karya abhinandan ne patra chhe

  Like

  Reply

 9. ઉમદા કામને આ રીતે સામે લાવવું એ પણ ધન્યવાદને પાત્ર છે.

  Like

  Reply

 10. શ્રી કિશોરભાઈ,

  આપનો ખુબ આભાર. મારા પત્યે આવી અનહદ લાગણી બતાવતો અનન્ય લેખ

  પ્રસ્તુત કરવા બદલ હું ઋણી છું

  Like

  Reply

 11. Posted by jayendra on 29/06/2011 at 9:09 pm

  શ્રી કિશોરભાઈ,
  સુંદર ફોટા સાથે સુંદર રજૂઆત. યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિ ના કાર્યને
  બીરદાવવું એ જ ખરી માણસાઈ છે. આપને અભિનંદન.

  Like

  Reply

 12. સારા માણસોની સરાહના થવી જ જોઈએ . અને આ કામ શ્રી કીશોર્ભીએ નિભાવી છે
  ગોવિંદભાઈ એટલે જીવતો જાગતો વતન પ્રેમ નો છલકાતો દરિયો
  અભિનંદન

  Like

  Reply

 13. Posted by ruchit on 08/07/2011 at 11:29 am

  શ્રી કિશોરભાઈ,

  સુંદર ફોટા સાથે સુદ્ર રજૂઆત કરી છે સાહેબ

  મેં પણ તેમના ફ્લેગના પ્રદર્શન જોયા છે.

  Like

  Reply

 14. Posted by atish on 09/07/2011 at 7:07 am

  ઉમદા કાર્યની ઉમદા સરાહના કેવા આપ માહિર છો.
  અભિનંદન.

  Like

  Reply

 15. Posted by kalp on 09/07/2011 at 7:10 am

  શ્રી કિશોરભાઈ,

  યોગ્ય વ્યક્તિને યોગ્ય સન્માન મળવું જોઈએ અને આવા સેવા યજ્ઞમાં

  આપ પાયાનું પગથીયું બન્યા તે એક અભિનંદનીય કાર્ય છે.

  Like

  Reply

 16. માન.શ્રી. કિશોરભાઇ, નમસ્કાર.

  હવે માન. ગોવિંદભાઇના ઝંડાપ્રેમનો પ્રસાદ પામવાનું સદ્‌ભાગ્ય જુનાગઢને પણ સાંપડ્યું છે. તેઓની આ દેશભક્તિ અને શિક્ષણપ્રેમની ભાવનાને શતઃશતઃ પ્રણામ. મને તો હજુ માત્ર ફોન દ્વારા વાત કરવાનું સૌભાગ્ય જ પ્રાપ્ત થયું છે, પરંતુ એ વ્હાલપભરી અને ઉત્સાહસભર વાણી નવું જોમ ભરી દે છે. આપનું પણ માર્ગદર્શન અને પ્રેમ અમોને મળતા રહે તેવી અભ્યર્થના.

  (જુનાગઢ વિસ્તારની વધુને વધુ શાળા-સંસ્થાઓમાં ધ્વજપ્રદર્શનીઓ દ્વારા સૌને રાષ્ટ્રપ્રેમનું પીયૂષપાન કરવાનો અવસર પ્રાપ્ત થાય અને માન. ગોવિંદભાઇના પ્રેરણાત્મક કાર્યથી જ્ઞાનપ્રાપ્તિ કરે તેવો અમે નમ્ર પ્રયાસ કરીશું.) આભાર.

  Like

  Reply

 17. Posted by mukesh on 16/07/2011 at 10:13 am

  શ્રી કિશોરભાઈ,

  ખરેખર સુંદર પ્રયાસ કરી એક કદરદાનની કદર લોકો સમક્ષ લાવ્યા છો.

  ચિત્રલેખા તો “જેસરવાના ઝંડા પ્રેમી ગોવિંદ કાકા ” તરીકે ઓળખાવે છે.

  રાષ્ટ્ર ભાવના જગાવવા અમેરિકાથી પોતાના ખર્ચે ભારતના રાષ્ટ્ર ધ્વજ

  મોકલે છે. વાહ રાષ્ટ્ર પ્રેમ.અને દેશ દાઝ.

  Like

  Reply

 18. Posted by derik on 16/07/2011 at 10:43 am

  શ્રી કિશોરભાઈ

  ,કદરદાનની આપે કદર કરી એજ એક મોટું મહાદાન છે.

  આપના આ લેખ થકી સર્વ વિદિત થાય અને આવા કર્યો કરે.જેનું

  શ્રેય આપને જાય છે.

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s