Archive for July 18th, 2011

!…દસે વાગે પડે સ્કુલનો બેલ…!


!…દસે વાગે સ્કુલનો બેલ…!

એકડો સાવ એકલપેટો

બગડો સાવ બગડેલ

તગડો પાડે ત્રાડ

ચોગડામાં બહુ ચતુરાઈ

પાંચે પકડાવી પેન

છગડાએ ખોલી છત્રી

સાતડો રમે સંતાકુકડી

આઠડો સાવ ઠંડો

નવડો નવરો પડે

દસે વાગે પડે સ્કુલનો બેલ

++++++++++++++++++++++++++++++++++++++++++

( ખાસનોંધ : ચિત્ર લેવા બદલ ગુગલનો આભાર ) 

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત