!…મારી વેદનાને વાચા આપો રે…!


!…મારી વેદનાને વાચા આપો રે…!

ગરીબીમાં ઘુમે રે ભારત ,

બેકારીમાં ફસાયુ રે ભારત …!

ભ્રષ્ટાચારમાં ભ્રષ્ટ થયું રે ભારત ,

કાળાધનમાં કાળુ થયું રે ભારત …!

નેતાઓનાં વચને ઘુમે રે ભારત,  

વચન જાય પણ પ્રાણ બચાવે રે ભારત …!

મોંઘવારીમાં ઘુમ્મર ઘુમ્મર થાય રે ભારત,    

ગરીબો ચકડોળે ચઢયા રે ભારત …!  

કેરોસીન – રાંધણગેસના ભાવો વધે રે ભારત,  

નર – નારીઓ તાળા મેળવે રે ભારત …!  

પેટ્રોલ – ડિઝલના ભાવો વધે રે ભારત,  

ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ થાય રે ભારત …!

શિક્ષણમાં આડેધડ ફી વધે રે ભારત ,

માત્ર ધનિકો જ ભણશે રે ભારત …!

પ્રજાજનો કાચા પડે રે ભારત , 

મારી વેદનાને વાચા આપો રે ભારત …! 

++++++++++++++++++++++++++++++++++++++++++

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત 

7 responses to this post.

 1. ગમે એટલી બુમો પડે પણ બહેરું ભારત સભરશે નહિ ,
  ગરીબો ની મૂંગી વેદના ને સાભરવા કાન કયાંથી લાવશો ભાઈ,

  Like

  Reply

 2. જય ગુરુદેવ,

  કિશોરભાઈ આપની વેદના ખરેખરે આબેહુબ વર્ણન કર્યું છે, અભિનંદનને પાત્ર છો.

  શું આવી વેદના ભારતવાસીઓ હસતા હસતા ક્યા સુધી સ્વિકારશે.

  મેરા ભારત મહાન ? મેરા ભારત મહાન ? મેરા ભારત મહાન ?

  Like

  Reply

 3. આદરણીય શ્રી ડૉ.કિશોરભાઈ,

  આપે આજના આપણા આ ભારત દેશ પ્રત્યેની દેશ દાજને અને તે અંગેની તમારી વેદના ને ખૂબજ યથાર્થ કવન રૂપે અહીં રજુ કરેલ છે.

  ધન્યવાદ.

  Like

  Reply

 4. ભારતની સાંપ્રત પરિસ્થિની સાચો ચિતાર થોડા શબ્દોમાં કિશોરભાઇ તમે આપી દિધો નીચે my blog

  Like

  Reply

 5. ja`I sta Anja 0e wart ma b2a befam 0e

  kone kheye tmarI vedna nI vat kar` ke Ae p`

  Amair 0e.

  Like

  Reply

 6. ડોશ્રી કિશોરભાઈ
  વેદનાઓની આ ભરમાળથી દેશ દુખી છે. એક ચીંતનશીલ કવિની લોકહિતથી છલકતી
  રચના..ખૂબ ખૂબ અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  Reply

 7. આદરણીય શ્રી કિશોરભાઈ,

  આજની સાંપ્રત પરસ્થિતિને વાચા આપતું આપનું કાવ્ય એક સીમા ચિન્હ રૂપ છે.

  એક જાગૃત નાગરિકની ફરજ બજાવી સમસ્યાઓને આપે બહુજ ખુબીથી વણી

  લીધી છે.

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: