!…વૃંદા તે વનમાં વાંસળી રે વાગી…!


 

!…વૃંદા તે વનમાં વાંસળી રે વાગી…!

 

 

 

વૃંદા તે વનમાં વાંસળી રે વાગી,

 

એ તો કોણે કોણે સાંભળી રે,

 

રાધા અને ગોપીઓએ સાંભળી…વૃંદા તે વનમાં વાંસળી રે વાગી…!

 

વૃંદા તે વનમાં વાંસળી રે વાગી,

 

એ તો કોણે કોણે સાંભળી રે,

 

મીરાં અને નરસૈયાએ સાંભળી…વૃંદા તે વનમાં વાંસળી રે વાગી…! 

 

 

 વૃંદા તે વનમાં વાંસળી રે વાગી,

 

એ તો કોણે કોણે સાંભળી રે,

 

મોરલા અને ગોવાળોએ સાંભળી…વૃંદા તે વનમાં વાંસળી રે વાગી…!

  

 

 

વૃંદા તે વનમાં વાંસળી રે વાગી,

 

એ તો કોણે કોણે સાંભળી રે,

 

મિત્ર સુદામા અને પાંડવોએ સાંભળી…વૃંદા તે વનમાં વાંસળી રે વાગી…!

 

 

 

 વૃંદા તે વનમાં વાંસળી રે વાગી,

 

એ તો કોણે કોણે સાંભળી રે,

 

કાળીનાગ અને રાણીઓએ સાંભળી…વૃંદા તે વનમાં વાંસળી રે વાગી…! 

 

 

 

 

 

 

 

 

 

વૃંદા તે વનમાં વાંસળી રે વાગી,

 

એ તો કોણે કોણે સાંભળી રે,

 

મેઘરાજા અને ગોવર્ધન પર્વતે સાંભળી…વૃંદા તે વનમાં વાંસળી રે વાગી…!

 

 

 

 

 

 

વૃંદા તે વનમાં વાંસળી રે વાગી,

 

એ તો કોણે કોણે સાંભળી રે,

 

વૃંદા તે વનના વનરાજે સાંભળી…વૃંદા તે વનમાં વાંસળી રે વાગી…!

  

 

++++++++++++++++++++++++++++++++++++++++++

 ( ચિત્ર બદ્લ નેટ જગત અને ગુગલનો આભાર ) 

 

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

 

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત 


6 responses to this post.

  1. આદરણીય ડૉ.કિશોરભાઈ,

    શ્રી કૃષ્ણની વાંસળી દ્વારા વ્યક્ત થતી તેમના પ્રત્યેની પ્રેમલક્ષણા ભક્તિ ખૂબજ સુંદર રીતે રચનામાં વર્ણવી છે…જે વાંસળીએ કોને કોને પોતાના સૂરમાં મોહિત કરેલા તેનું સુંદર વર્ણન જોવા મળ્યું.

    સુંદર રચના !
    ધન્યવાદ !

    Like

    Reply

  2. Posted by Anil BHATT on 28/08/2011 at 4:58 am

    અતિ એક મુગ્ધ વર્ણન

    Like

    Reply

  3. માનનીય શ્રી કિશોરભાઈ,
    વૃંદા તે વનમાં વાંસળી રે વાગી,

    એ તો કોણે કોણે સાંભળી રે,

    વૃંદા તે વનના વનરાજે સાંભળી…વૃંદા તે વનમાં વાંસળી રે વાગી…!

    ખુબ સરસ હૈયે હિલોળા લેવડાવે તેવી અદભૂત રચના રચી છે.

    “શિક્ષણ સરોવરમાં વાસળી વાગી

    કોને કોને સાંભળી

    ગોવિંદે સાંભળી બ્લોગ જગતના મિત્રોએ સાંભળી.”

    Like

    Reply

  4. Posted by chandravadan on 28/08/2011 at 8:41 pm

    કૃષ્ણની યાદમાં, એક કિશોરે એ તો વગાડી,

    એ સાંભળી, અમેરીકામાં ગોવીન્દે વગાડી,

    કિશોર અને ગોવીન્દ સૂરે, ચંદ્રે પણ વગાડી,

    ત્રણ વાંસળી સૂરે, કાનો તો વૃન્દાવન છોડે,

    છોડી, એ તો ત્રણેને ભક્તો કહી પકડે,

    આનંદ એનો ચંદ્ર કોને કહૅ ?

    કોઈને નહી તો કૃષ્ણને તો એ કહેતો રહે !

    ……ચંદ્રવદન
    Kishorbhai,
    Liked your Post !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Avo…ane Juni Posto Vancho !

    Like

    Reply

  5. ભક્તિભાવથી છલકતી લયથી ભરી રચના , દરેક રીતે અંતરને સ્પર્શે છે.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    Reply

  6. તમારી રચના પણ સારી અને પિક્ચર પણ ….સરસ છે બધુ….

    Like

    Reply

Leave a comment