!…श्रीराम भक्त वानर…!
This is a real incident which happened at a Shri Ramayan Katha in Gujarat.
These photos were captured by a photo journalist Shahid Mir. The photographs are self explanatory.
But in short it seems like that Shri Hanuman paid a visit during the katha pravachan and blessed
the Swamiji and Mahantji.
After blessings The Vanarji left.
Bajrangbali ki Jai
Jai Siya Ram
શ્રી કાલકા માતા મંદિર પટાંગણમાં રામકથા ગાયક દેવમિત્રાનંદ ગિરિજી અને રામકથા વાચક
મહંત ગોપાલદાસજી પ્રવચન આપી રહ્યા હતા. ઓચિંતા એક વાનર દર્શકો વચ્ચે અતિથિઓ માટેના
માર્ગેથી શાંતિપૂર્વક ચાલીને મંચ પર પહોંચ્યો. વાનરને જોઇને પહેલાં તો લોકો ચોંકી ગયા,
પરંતુ પછી વાનરનોધાર્મિક સ્વભાવ જોઇને મુગ્ધ થઇ ગયા. આ જંગલી વાનર હતો, તે ઓચિંતો
આવ્યો અને પછી જતો રહ્યો.આ દ્રશ્ય ફોટો જર્નાલિસ્ટ શાહિદ મીરે કેમેરામાં કેદ કર્યું હતું.
દર્શકો વચ્ચેથી ચાલીને વાનર સીધો મંચ પર ચડી ગયો હતો. તેનાથી સ્વામીજી એક પળ માટે
આશ્ચર્ય ચકિત થઇ ગયા હતા, પરંતુ વાનરનો શાંત સ્વભાવ જોઇને તેમણે પ્રવચન આપવાનું ચાલુ
રાખ્યુંહતું. ઓચિંતા વાનરને આવતો જોઇને બધા સંત મહાત્માઓએ સ્મિત સાથે હાથ જોડીને
અભિવાદન કર્યુંહતું. વાનર તેમની સામે જઇને બેસી ગયો. એક હાથ માઇક પર રાખીને વાનર
પ્રવચન સાંભળી રહ્યો હોય એવી રીતે શાંત બેસી ગયો હતો.
અહીં વાનરે ક્યારેક સ્વામીના માથે હાથ મૂક્યો તો ક્યારેક હાથ પકડ્યો. આવી રીતે વાનરે ઘણી વાર સ્વામીજીને
સ્પર્શ કર્યો. લાગતું હતું કે, તે સ્વામીજીને ગળે લાગવા માગતો હતો. વાનરે પોતાનું માથું સ્નેહભાવથી સ્વામીજીની છાતી
સાથે લગાવી દીધું હતું. વાનરનો આ વ્યવહાર જોઇને સ્વામીજીએ પણ આશીર્વાદ આપ્યા હતા.
ત્યાર બાદ વાનર ભગવાન શ્રીરામના ઉપાસક બડા રામદ્વારાના મહંત ગોપાલદાસજી પાસે ગયો.
મહંતજી પાસે પહોંચતાંની સાથે જ વાનરે પોતાના પગ તેમના ખોળામાં મૂકી દીધા. પછી તેમનો હાથ
પકડ્યો અને આશીર્વાદ આપી રહ્યો હોય એવી રીતે એક હાથ માથે મૂક્યો હતો. દરમિયાનમાં તે પોતાનું
મોઢું બે વાર મહંતજીના કાન સુધીલઇ ગયો હતો. વાનરે મહંતજીના કાનમાં કશું કહ્યું હોય એવું લાગ્યું
હતું. વાનરનો આત્મીય વ્યવહાર જોઇને મહંતજીએ પણ હાથ જોડીને આશીર્વાદ મેળવ્યા.
મહંતજી પાસેથી ઊઠીને વાનર સીધો એ જગ્યાએ પહોંચ્યો જ્યાં ટેબલ પર પ્રભુ શ્રીરામની તસવીર અનેપૂજાની સામગ્રી
રાખવામાં આવી હતી. થોડીક વાર સુધી આમ-તેમ જોયા બાદ વાનરે તસવીર
સમક્ષ રાખવામાં આવેલી પૂજાની થાળીમાંથી ગુલાબનાં ફૂલ ઉઠાવીને ખાધાં. ત્યાર બાદ શાંતિથી જ મંચ
પરથી ઊતરીને ચાલ્યો ગયો.
++++++++++++++++++++++++++++++++++++++++++++
સૌજન્ય : હિતેષભાઈ પંડ્યા સાહેબ ( ગાંધીનગર – ગુજરાત, ભારત )
દ્વારા મળેલ ઈ – મેઈલ પરથી આભાર સહ
journalist Shahid Mir નો પણ ખુબ ખુબ આભાર
સૌ ગુજરાતી સમાજને જોવાનો લાભ મળે તેવા ઉમદા ઉદેશથી મુકેલ છે.
( કોઈપણ મિત્રને તકલીફ હોય તો જણાવશો મારા બ્લોગ પરથી હટાવી લઈશ. )
સંકલન : ડૉ. કિશોરભાઈ એમ. પટેલ
આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત
પ્રતિભાવો…