તું વાર્ષિક હિસાબ શેનો માંગે છે?


તુ વાર્ષિક હિસાબ શેનો માંગે છે? 

ખાતાઓની ખતવણી કરૂ છું. 

તારો પ્રેમ એ ઉધારબાકી છે. 

મારૂ હૈયુ એ જમાબાકી છે. 

બાકીઓ શોધતા સરવૈયુ બનાવું છું. 

તો ઉપલક ખાતુ બનાવું છું. 

તું તો વેપારખાતાનો કાચો નફો છે.

હું તારા માટે ચોખ્ખો નફો જ છું.

મળેલ વટાવની અસર આપી હોય તો 

તો અગાઉથી ચુકવેલ પ્રિમિયમ આપી દેજે

નહિ તો ન  x નુ માં ચોખ્ખી ખોટ થશે. 

હું તારા દિલનો દેવાદાર છું.

તું મારા દિલની લેણદાર છે.

એક હવાલાની અસર બાકી છે.

કોઈ કસર છોડે તે પહેલાં

વાર્ષિક હિસાબ શેનો માંગે છે? 

+++++++++++++++++++++++++++++++++

ડૉ. કિશોરભાઈ  એમ. પટેલ 

આઈ. એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત 

8 responses to this post.

  1. માનનીય શ્રી કિશોરભાઈ

    વાણીજ્ય ની ભાષા માં ખુબ સૂચક રીતે આપે આપની દિલ ની વાત કહી દીધી છે .

    અભિનંદન

    બકુલ શાહ

    Like

    Reply

  2. આદરણીય ડૉ.કિશોરભાઈ,

    ધોરણ ૮ માં વાણીજ્ય શાખાની શરૂઆત ૪.૫ દાયકાથી વધુ સમય પહેલા કરે અને તે સમયે અમારા શિક્ષક વ.શ્રી સેવકલાલ શાહ પાસે શરૂઆત આ રીતે જ સમજવાની કરેલ, પૂરાણી યાદ સાથે હૃદયના ભાવ અને પ્રેમ નો હિસાબ -કિતાબ જમા -ઉધાર પાસુ ખૂબજ સુંદર અને સરળ રીતે વાણિજ્યક ભાષામાં રચના દ્વારા વ્યક્ત કરવા કોશીશ કરેલ છે.

    ધન્યવાદ ..!

    Like

    Reply

  3. શ્રી કિશોરભાઇ,

    મને તો આ કવિતાની સાથે સાથે “ટાઇટલ” સૌથી વધારે ગમ્યું….

    “તું વાર્ષિક હિસાબ શેનો માંગે છે?”

    વાહ…ખુબ જ સરસ…

    Like

    Reply

  4. Posted by વિમેશ પંડ્યા "તુલસીને છાંયે વિસામો..." on 27/09/2011 at 5:25 pm

    અદભુત તાલમેલ…..

    Like

    Reply

  5. સુંદર રચના … સરસ રજૂઆત..

    Like

    Reply

  6. ડોશ્રીકિશોરભાઈ
    આપે જમા પાસુ છલકાવી દીધું. એક આગવી કૃતિ…અભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    Reply

  7. માનનીય શ્રી કિશોરભાઈ,

    હું તારા દિલનો દેવાદાર છું.

    તું મારા દિલની લેણદાર છે.

    એક હવાલાની અસર બાકી છે.

    કોઈ કસર છોડે તે પહેલાં

    વાર્ષિક હિસાબ શેનો માંગે છે?

    નહિ માંગીએ હવે હિસાબ સાહેબ હવે તો તમે રાજીને ? (ગમ્મત)

    ખુબ સરસ ભાવ સજાવીને જામ ઉધારનો હિસાબ માંડ્યો છે. મૂળ

    તો શિક્ષક ખરાને!

    Like

    Reply

  8. Posted by ભરત ચૌહાણ on 03/10/2011 at 2:15 pm

    Vah Vah Khubaj Sundar Kavya
    Bhai Aato Shikshak chhe ane te pan Commerce na
    Saras Kavya manvani maza aavi

    Like

    Reply

Leave a reply to • » નટખટ સોહમ રાવલ « • Cancel reply