श्रीराम भक्त वानर…..!


!…श्रीराम भक्त वानर…!

This is a real incident which happened at a Shri Ramayan Katha in Gujarat.

These photos were captured by a photo journalist Shahid Mir. The photographs are self explanatory.

But in short it seems like that Shri Hanuman paid a visit during the katha pravachan and blessed

the  Swamiji and Mahantji.

After blessings The Vanarji left.

Bajrangbali ki Jai

Jai Siya Ram

શ્રી કાલકા માતા મંદિર પટાંગણમાં રામકથા ગાયક દેવમિત્રાનંદ ગિરિજી અને રામકથા વાચક

મહંત ગોપાલદાસજી પ્રવચન આપી રહ્યા હતા. ઓચિંતા એક વાનર દર્શકો વચ્ચે અતિથિઓ માટેના

માર્ગેથી શાંતિપૂર્વક ચાલીને મંચ પર પહોંચ્યો. વાનરને જોઇને પહેલાં તો લોકો ચોંકી ગયા,

પરંતુ પછી વાનરનોધાર્મિક સ્વભાવ જોઇને મુગ્ધ થઇ ગયા.  જંગલી વાનર હતોતે ઓચિંતો

આવ્યો  અને પછી જતો રહ્યો.આ દ્રશ્ય ફોટો જર્નાલિસ્ટ શાહિદ મીરે કેમેરામાં કેદ કર્યું હતું.

દર્શકો વચ્ચેથી ચાલીને વાનર સીધો મંચ પર ચડી ગયો હતો. તેનાથી સ્વામીજી એક પળ માટે

આશ્ચર્ય ચકિત થઇ ગયા હતાપરંતુ વાનરનો શાંત સ્વભાવ જોઇને તેમણે પ્રવચન આપવાનું ચાલુ

રાખ્યુંહતું. ઓચિંતા વાનરને આવતો જોઇને બધા સંત મહાત્માઓએ સ્મિત સાથે હાથ જોડીને

અભિવાદન કર્યુંહતું. વાનર તેમની સામે જઇને બેસી ગયો. એક હાથ માઇક પર રાખીને વાનર

પ્રવચન સાંભળી રહ્યો હોય એવી રીતે શાંત બેસી ગયો હતો.

 

 અહીં વાનરે ક્યારેક સ્વામીના માથે હાથ મૂક્યો તો ક્યારેક હાથ પકડ્યો. આવી રીતે વાનરે ઘણી વાર સ્વામીજીને 

સ્પર્શ કર્યો. લાગતું હતું કેતે સ્વામીજીને ગળે લાગવા માગતો હતો. વાનરે પોતાનું માથું સ્નેહભાવથી સ્વામીજીની છાતી 

સાથે લગાવી દીધું હતું. વાનરનો  વ્યવહાર જોઇને સ્વામીજીએ પણ આશીર્વાદ આપ્યા હતા.

ત્યાર બાદ વાનર ભગવાન શ્રીરામના ઉપાસક બડા રામદ્વારાના મહંત ગોપાલદાસજી પાસે ગયો.

મહંતજી પાસે પહોંચતાંની સાથે  વાનરે પોતાના પગ તેમના ખોળામાં મૂકી દીધા. પછી તેમનો  હાથ

પકડ્યો અને આશીર્વાદ આપી રહ્યો હોય એવી રીતે એક હાથ માથે મૂક્યો હતો. દરમિયાનમાં તે પોતાનું

મોઢું બે વાર મહંતજીના કાન સુધીલઇ ગયો હતો. વાનરે મહંતજીના કાનમાં કશું કહ્યું હોય એવું લાગ્યું

હતું. વાનરનો આત્મીય વ્યવહાર જોઇને મહંતજીએ પણ હાથ જોડીને આશીર્વાદ મેળવ્યા.

 

મહંતજી પાસેથી ઊઠીને વાનર સીધો  જગ્યાએ પહોંચ્યો જ્યાં ટેબલ પર પ્રભુ શ્રીરામની તસવીર અનેપૂજાની સામગ્રી

રાખવામાં આવી હતી. થોડીક વાર સુધી આમ-તેમ જોયા બાદ વાનરે તસવીર

સમક્ષ રાખવામાં આવેલી પૂજાની થાળીમાંથી ગુલાબનાં ફૂલ ઉઠાવીને ખાધાં. ત્યાર બાદ શાંતિથી  મંચ

પરથી ઊતરીને ચાલ્યો ગયો.

++++++++++++++++++++++++++++++++++++++++++++

સૌજન્ય : હિતેષભાઈ પંડ્યા સાહેબ ( ગાંધીનગર – ગુજરાત, ભારત )

દ્વારા મળેલ ઈ – મેઈલ પરથી આભાર સહ

journalist Shahid Mir નો પણ ખુબ ખુબ આભાર

સૌ ગુજરાતી સમાજને જોવાનો લાભ મળે તેવા ઉમદા ઉદેશથી મુકેલ છે.

( કોઈપણ મિત્રને તકલીફ હોય તો જણાવશો મારા બ્લોગ પરથી હટાવી લઈશ. )

સંકલન : ડૉ. કિશોરભાઈ એમ. પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત  


Advertisements

4 responses to this post.

  1. Posted by chandravadan on 29/09/2011 at 1:17 am

    These photos were seen via an Email from someone.
    Nice to see again as a post on your Blog.
    Shree Ram Aya Ke Shree Hanumanji Aya Tha ?
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Kishorbhai…Inviting your Readers to my Blog !

    Like

    Reply

  2. માનનીય શ્રી કિશોરભાઈ,

    રામ ભક્તના હૈયે સદા રામ વસતા હોય અને એ કથામાં બિરાજે જ

    સુંદર અને અલભ્ય ફોટોગાફી સજાવી છે.

    શ્રી હિતેશભાઈ પંડ્યા, શ્રી શહીદભાઈ અને આપને સુંદર રજૂઆત કરવા

    બદલ અભિનંદન

    Like

    Reply

  3. પ્રાણી જગતની તેમના સ્વભાવથી વિપરિત વાતો આજે કેમેરામાંકેદ થઈ
    કઈક નવિનતાનાં દર્શન કરાવે છે.એક ચિત્તો માદા લંગુરને માર્યા બાદ તેની
    સાથેના નવજાત શીશુને માતાના ધર્મથી રક્ષા કરતી વિડિઓ પણ આવી જ
    વિસ્મયકારક હતી. સંતનો સમાગમ જ દિવ્યતા ભર્યો છે.
    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    Reply

  4. તસવીરો જોઈને એવુ લાગે જાણે સાક્ષાત શ્રીહનુમાનજી પ્રગટ થયા.અને સાચી વાત છે.
    શ્રીહનુમાનજી ચિરંજીવી છે .

    Like

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s