Archive for October, 2011

!…ભાઈબીજનું નજરાણું સ્વીકારશો રે…!


!…ભાઈબીજનું નજરાણું સ્વીકારશો રે…!

અમે મોંઘવારી ઘટાડીશું રે

રાંધણ ગેસના ભાવ હમણાં ન વધારીશું રે

તહેવાર ઉજવો મજાથી રે

પછી વધારીશું ડિઝલના ભાવ રે

વેટ માટે હાલ કોઈ વિચારણા નથી રે

ચૂંટણીની ચટની થઈ જાય તે અમને નથી પસંદ રે

હવાઈ ભાડા વધે તો તમને ન નડે રે

બીજો કોઈ જોટો અમને ન જડે રે

દુધ – મિઠાઈમાં ભેળસેળ થાય રે

રજાનો લાભ બધા લઈ લે રે

ભ્રષ્ટાચારથી નવરા પડીશું તો વિચારીશું રે

હાલ બધા પંચોની નિમણૂંકમાં પૈસા વપરાય રે

 

+++++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર માટે ગુગલ અને નેટ જગતનો હું ઋણી છું. )

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

!…નવલુ નૂતન વર્ષ આવ્યુ રે…!


!…નવલુ નૂતન વર્ષ આવ્યુ રે…!

નવલુ નૂતન વર્ષ આવ્યુ રે

મારા વ્હાલમને સંદેશો પાઠવુ રે

તન, મનથી રહે સમૃધ્ધ રે

તુજ ધનમાં થાય વૃધ્ધિ રે

રિધ્ધિ – સિધ્ધિના સ્વામી રે

કરાવે તુજને ધંધામાં શ્રીગણેશ રે

નવલુ નજરાણું લાવ્યુ રે

સૌને સાલમુબારક પાઠવીએ રે

ગુણોના ગુણાકારમાં સંદેશો મોકલું રે

સ્નેહનો સરવાળો કરી સ્વીકારજે રે

દોસ્તીનો હાથ ફેલાવીએ રે

પ્રેમનો સંદેશો મોકલાવીએ રે

કિશોર કહે કરો કંકુના ચાંદલા રે

જગમાં ગુજરાતની મીઠાશ પ્રસરાવીએ રે

+++++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર બદલ ગુગલ અને નેટ જગતનો  હું ઋણી છું.

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત-9

હે…પ્રભુ…!


 

હે…પ્રભુ…!

તારા ચરણોની છે.મને તલાશ,
ભલે થાય મારી જીન્દગી ખલાશ…હે…પ્રભુ…!

તમને પામવાનો છે.મને વિશ્વાસ,
હોય જીન્દગીનો છેલ્લો શ્વાસ…હે…પ્રભુ…!

કર્મથી પામવાની છે.મને આશ,
ન થયો કદાપિ જીન્દગીમાં નિરાશ…હે…પ્રભુ…!

ન થઈશ કદી હું હતાશ,
તમને પામીને જ થશે મન હાશ…હે…પ્રભુ…!

કેટલીયવાર કાઢયો છે.મેં કયાસ,
તેથી હું કરું છું.તમને પામવાનો પ્રયાસ…હે…પ્રભુ…!

જીન્દગીમાં અનેકવાર થઇ છે.કળવાશ,
પરંતુ તારી ભક્તિ આપે છે.મને હળવાશ…હે…પ્રભુ…!

ભક્તિનો માર્ગ છે.કર્મ અને સન્યાસ,
આપના ભક્તોમહિ હું પણ છું.એક ખાસ…હે…પ્રભુ…!

++++++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર બદલ ગુગલ અને નેટ જગતનો ઋણી છું. )

રચયિતા ઃ ડો. કિશોરભાઈ મોહનભાઈ પટેલ
આઈ.એન.ટેકરાવાલા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત-૯

 

 

 

 


!…આજકાલ ડોલરની બોલબાલા છે ભાઈ…!


!…આજકાલ ડોલરની બોલબાલા છે ભાઈ…!

આજકાલ ડોલરની બોલબાલા છે ભાઈ

ગ્રાઉન્ડ પર તો લાગે છે બહુ સાઉન્ડ

આજકાલ ડોલરની બોલબાલા છે ભાઈ

પાઉન્ડ પર પણ અમને નથી કોઈ ડાઉટ્

આજકાલ ડોલરની બોલબાલા છે ભાઈ

બન્ને એ વિશ્વમાં ખુબ લીધા છે રાઉન્ડ

આજકાલ ડોલરની બોલબાલા છે ભાઈ

દોડે છે ડોલર પાછળ દુનિયાનું ક્રાઉડ

આજકાલ ડોલરની બોલબાલા છે ભાઈ

અમેરિકનોને છે તેના પર બહુ પ્રાઉડ

આજકાલ ડોલરની બોલબાલા છે ભાઈ

અમેરિકામાં ઘેરાયા છે મંદીના ક્લાઉડ

આજકાલ ડોલરની બોલબાલા છે ભાઈ

આ તો બધુ આભાસી છે તુ હવામાં ના ઉડ

++++++++++++++++++++++++++++++++++++++++++

 ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ,સુરત-9

!… ઠેર ઠેર ખવાય જલેબી-ફાફડા…!


!… ઠેર ઠેર ખવાય જલેબી-ફાફડા…!

ઠેર ઠેર ખવાય જલેબી ફાફડા

ફાટ્યો દુકાનોનો રાફડો

છોડો રૂપ, રૂપિયા અને રૂઆબ

ન જુઓ ખોટા ખોટા ખ્વાબ

 

કેટલા કરશો રાવણ દહન

અહીં તો છે ઠેર ઠેર રાવણ

આજે કરો અહમ-વહેમનો ત્યાગ

અહંકાર એજ છુપો રાવણ છે.

એક બાજુ ભક્તિનો છે કાફલો

બીજી બાજુ ભ્રષ્ટાચારનો રાફડો

પદમાં કોઈ “ દમ ” ન હોય

ને આવી જાય તેને “ મદ ”

અહીં તમે કોને કરશો રાવ

ખોટો “ શોર ”  ન મચાવ કિશોર

+++++++++++++++++++++++++++++++++++++++

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત-9

મારૂ નામ બોલો………..!


મારૂ નામ બોલો………..! 

એક શિક્ષકને વર્ષો પહેલા ભણી ગયેલ. એક જુની વિદ્યાર્થીની મળી. 

 છોકરીએ હોંશે હોંશે બધી જ માહિતી તેના શિક્ષકને પુછી, પરંતુ પેલા શિક્ષક 

 મહાશય વર્ષોના વહાણા વાય ગયા હોવાથી તે છોકરીનુ નામ ભુલી ગયા હતા. 

તે શિક્ષક વર્ગખંડમાં ” આંકડાશાસ્ત્ર ” વિષય ભણાવતો હતો.

 અંતે શિક્ષકને નામ યાદ ન હોવાથી તેને નામ પુછ્યુ તો તેણીએ 

આંકડાશાસ્ત્રની ભાષામાં જ જવાબ આપ્યો કે સાહેબ મારૂ નામ……..! 

થ્રી માઈનસ ઈલેવન ટુ ઈલેવન “ 

ચાલો તો શોધી કાઢો નામ. 

 ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ 

શ્રીમતી આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ , સુરત 

 ( ચિત્ર લેવા બદલ નેટ જગત અને ગુગલનો ઋણી છું. )