Archive for October 6th, 2011

!… ઠેર ઠેર ખવાય જલેબી-ફાફડા…!


!… ઠેર ઠેર ખવાય જલેબી-ફાફડા…!

ઠેર ઠેર ખવાય જલેબી ફાફડા

ફાટ્યો દુકાનોનો રાફડો

છોડો રૂપ, રૂપિયા અને રૂઆબ

ન જુઓ ખોટા ખોટા ખ્વાબ

 

કેટલા કરશો રાવણ દહન

અહીં તો છે ઠેર ઠેર રાવણ

આજે કરો અહમ-વહેમનો ત્યાગ

અહંકાર એજ છુપો રાવણ છે.

એક બાજુ ભક્તિનો છે કાફલો

બીજી બાજુ ભ્રષ્ટાચારનો રાફડો

પદમાં કોઈ “ દમ ” ન હોય

ને આવી જાય તેને “ મદ ”

અહીં તમે કોને કરશો રાવ

ખોટો “ શોર ”  ન મચાવ કિશોર

+++++++++++++++++++++++++++++++++++++++

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત-9