!…આખરે એક સમાજ તુટશે, ભાઈ આજ છે રામાયણ…!


!…આખરે એક સમાજ તુટશે, ભાઈ આજ છે રામાયણ…!

 

શિક્ષક તુટશે તો,

તો તેનું દિલ તુટશે,

આખરે એક સમાજ તુટશે,

ભાઈ આજ છે રામાયણ

 

કેટ કેટલીય પંચવર્ષીય યોજનાના

વાયરા વહી ગયા,

શિક્ષણમાં કારણ વગરનું,

રાજકારણ ખેલતા થઈ ગયા,

આખરે તો દેશ તુટશે,

ભાઈ આજ છે રામાયણ 

 

પુસ્તકો પણ જાય પસ્તીમાં,

શિક્ષણમાં પણ થાય ભ્રષ્ટાચાર,

બિચારા બાળકો લાચાર, 

આખરે તો વિદ્યાર્થી તુટશે,

ભાઈ આજ છે રામાયણ

 

ભાઈ મારા શિક્ષકો

આ બધાનો મારગ

છે એક તમારી પાસે જ

તુ તો વિશ્વનો શ્વાસ છે,

તું જ રચશે ભરતના,

ભારતની ગૌરવ ગાથા,

આખરે તો એક સારા સમાજનુ 

નવસર્જન થશે ભાઈ મારા

+++++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ નેટ જગતનો અને ગુગલનો ખુબ ખુબ આભાર માનુ છું. )

ડો.કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

Advertisements

7 responses to this post.

 1. ડોશ્રી કિશોરભાઈ

  આજની વાસ્તવિકતાની વેદના અને ભાવિ સમસ્યાને આપે દર્દભરી વાચા આપી છે. દેશનું

  ભાવિ બાળકો છે તો તેને ઘડનારા પણ એટલા જ લાખેણા જે અને જવાબદાર છે.

  ખૂબ જ વૈચારિક રચના માટે આપને, સમાજ તથા શિક્ષણની ચીંતા કરનાર તરીકે ખૂબ જ અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  Reply

 2. Posted by chandravadan on 02/12/2011 at 9:21 am

  ભારતની ગૌરવ ગાથા,

  આખરે તો એક સારા સમાજની

  નવસર્જન થશે ભાઈ મારા
  The Wish for a Better Tomorrow !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

  Like

  Reply

 3. માનનીય શ્રી કિશોરભાઈ,

  તું જ રચશે ભરતના,

  ભારતની ગૌરવ ગાથા,

  આખરે તો એક સારા સમાજની

  નવસર્જન થશે ભાઈ મારા

  શિક્ષકો અને બાળકોનો સબંધ સેતુ જયારે રચાશે

  ત્યારે ભારતની ગૌરવ ગાથા રચાશે.

  ખુબ મનો મંથન કર્યા બાદ આ રચના ઉદભવી હશે. આજની પરિસ્થિતિ ને સંજોગો

  શબ્દોમાં ઢાળી માર્મિક કટાક્ષ પણ વેર્યો છે….અભિનંદન.

  Like

  Reply

 4. Posted by kishor m. madlani on 02/12/2011 at 3:22 pm

  સરકારશ્રીને અને સામાજીક સંસ્થાઓને અને હવે તો અખબારોને પણ રેલીઓ કાઢવી છે..આ બદ્યી રેલીઓમાં સંખ્યા કરવા સ્કુલના બાળકોનો ભોગ લેવાય..સરકારની કે સમાજની ચાપ્લુંશી કરવા શિક્ષણ અધિકારી સ્કુલના પ્રિન્સિપાલને આદેશ કરે ….પ્રિન્સીપાલ મજબુરીથી કે ચમચાગીરી કરવા વિદ્યાર્થીઓને ધકેલે..સ્કુલમાં બાળકોને અભ્યાસ માટે મોકલતા માં-બાપ કહે તો કોને કહે ???..કોઈ રેલીમાં માર્ક કરજો બિચારા મજબુર વિદ્યાર્થીઓ જ હોય છે..તેને ઘણી વાર રેલીના હેતુની ખબર પણ નથી હોતી..’દિવ્યભાસ્કર મારું પ્રિય અખબાર છે..એઇડ્સ વિરોધી રેલીઓમાં જેટલી સામાજીક સંસ્થાઓના નામ હતા તેના સભ્યો બે આંકડામાં પણ નહોતા ..આજનું શિક્ષણ જાતે રડે અને બધાને રડાવે..
  .

  Like

  Reply

 5. “ભાઈ મારા શિક્ષકો
  આ બધાનો મારગ
  છે એક તમારી પાસે જ”
  મહાન શિક્ષક ચાણક્યના અવાજનો પડઘો આ કડીમાં સંભળાયો. શિક્ષક સમાજનું ઘડતર કરે છે, અને ’શિક્ષક તુટશે તો……ભાઈ આજ છે રામાયણ !’

  સરસ સંદેશ આપતી રચના સાહેબ. વાચક તરીકે નિચેની એક કડીમાં કંઈક તકનિકી ક્ષતિ જણાઇ…
  ’આખરે તો એક સારા સમાજની
  નવસર્જન થશે ભાઈ મારા’ —— અહીં “સમાજની” ની જગ્યાએ “સમાજનુ” એમ હોઈ શકે. જો કે હું નિષ્ણાંત નથી, પણ વાંચવામાં ખૂંચ્યું તેથી વિચારાર્થે નમ્રતાપૂર્વક સૂચન કરૂં છું. આભાર.

  Like

  Reply

 6. આદરણીય ડૉ. કિશોરભાઈ,

  આજે નવભારત નું ઘડનાર શિક્ષક જ મહત્વનું અંશ છે, આજે ભૌતિક દોડમાં વિધાર્થીઓ ના કુટુંબીઓ સાથે શિક્ષક વર્ગ પણ ફસાઈ ગયો છે અને નજીવા સ્વાર્થ માટે મા સરસ્વતી ની જે અસીમ કૃપા તેમની પર ઉતરી છે તે નજીવી કિંમતે વેંચવા તૈયાર થઇ જાઈ છે અને પોતાના અંતર આત્માને પણ સમજતા નથી તે ખૂબજ દુ:ખદ ઘટના છે. તમારી રચના દ્વારા આજની પરિસ્થિતિનું તાદ્શ વર્ણન દર્શાવ્યું છે અને જે દરેકે જાણવું અને સમજવું ખૂબજ અગત્યનું છે તેવી મારી સમજ છે..

  ઉત્તમ રચના …

  Like

  Reply

 7. Agreed with U.

  Lata Hirani

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s