!…બ્લોગરોને આ પોસ્ટ દિલમાં ભળે તો…!


!…બ્લોગરોને આ પોસ્ટ દિલમાં ભળે તો…! 

ઝરણુંમાં ઝરણું ભળે તો

સરોવર બની જાય,

માનવમાં મહેક ભળે તો

માનવ પણ દેવ બની જાય,

શિક્ષકમાં સ્નેહ ભળે તો

શિક્ષક પણ પ્રભુ બની જાય,

કાર્યમાં નિષ્ઠા ભળે તો

કર્મયોગી બની જાય,

અજ્ઞાનીમાં જ્ઞાન ભળે તો

 જ્ઞાનનું સરોવર બની જાય,

વાણીમાં મીઠાશ ભળે તો

તો તે આકાશવાણી બની જાય,

રચનામાં “ આપના સૂચન ” ભળે તો

તો અમ અજ્ઞાનીને જ્ઞાન મળી જાય,

બ્લોગરોને આ પોસ્ટ દિલમાં ભળે તો

તો અમ જેવાને કોમેન્ટ મળી જાય. 

+++++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર બદલ ગુગલ અને નેટ જગતનો હું ઋણી છું. )

ડો.કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

Advertisements

6 responses to this post.

  1. Posted by Arvind Adalja on 06/12/2011 at 2:38 pm

    અમારા જેવાં વાચક બ્લોગર માટે આપની આ પંક્તિઓ ગમી

    “રચનામાં “ આપના સૂચન ” ભળે તો

    તો અમ અજ્ઞાનીને જ્ઞાન મળી જાય,

    બ્લોગરોને આ પોસ્ટ દિલમાં ભળે તો

    તો અમ જેવાને કોમેન્ટ મળી જાય. “

    Like

    Reply

  2. “ઝરણુંમાં ઝરણું ભળે તો
    સરોવર બની જાય,” — સુંદર વિચાર.

    લેખમાં પ્રતિભાવ ભળે તો’ભાવ’ વધી જાય ! મજા આવી, આભાર.

    Like

    Reply

  3. ડોશ્રી કિશોરભાઈ
    અતિ ઉત્તમ વિચારધારા વહી.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    Reply

  4. માનનીય શ્રી કિશોરભાઈ,

    રચનામાં “ આપના સૂચન ” ભળે તો

    તો અમ અજ્ઞાનીને જ્ઞાન મળી જાય,

    બ્લોગરોને આ પોસ્ટ દિલમાં ભળે તો

    તો અમ જેવાને કોમેન્ટ મળી જાય.

    લ્યો ત્યારે આ કોમેન્ટ આપી દીધી બસ હવે તો શિક્ષણ સરોવર

    વિચારમાળાથી ઉભરાઈને આવા સુંદર અભિવ્યક્તિ રજુ કરતી

    કૃતિઓ પીરસશે.

    Like

    Reply

  5. તમ રચના પોસ્ટરૂપે વાંચતા, હૈયું મારૂં નાચે,
    તમ સૂચન પ્રમાણે, પ્રતિભાવ આપ​વા મન મારું કહે,
    શું લખું ?શું લખું ? મનને હું તો પૂછતો રહું,
    ત્યારે, એ મૌન રહે અને હું નારાજીમાં પાગલ બનું,
    ત્યારે, હ્રદય દ્વાર ખુલે, ફરી મુખડે આનંદ રહે,
    અને, હ્ર્દયમાંથી શબ્દો વહેતા રહે,
    ખ્યાલમાં આવે કે “શિક્ષણ સરોવર​” પર છું હું.
    કિશોરને યાદ કરી, મિત્રતાની ચોપડી ખોલ​વા તૈયાર હું,
    ત્યાં, ફરી “પ્રતિભાવ​”આપ​વાનું યાદ આવે મને,
    શું લખું ? શું લખું ? ફરી મુજ​વે મને,
    ત્યારે જ મન મારું મૌન વ્રતનો ભંગ કરે,
    કહે” રચના સરસ છે એટલું તો કહેવું રહે !”
    અને, મેં ત્યારે ઉમેર્યુ, આ પોસ્ટ મુજને ગમી,
    હ​વે, કંઈક લખ્યુંના સંતોષમાં ચંદ્ર​વિચારધારા વધી,
    કિશોરભાઈ, ચંદ્રપૂકાર પર આવી, “પૂકાર​” લખો છો તમે,
    એ વાંચું ત્યારે મિત્રતાના ભાવમાં તમે ગમો છો ખુબ મને !
    …….ચંદ્ર​વદન​
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Avjo !

    Like

    Reply

  6. આદરણીય ડૉ.કિશોરભાઈ,

    ખૂબજ સુંદર ભાવ સાથેની રચના અને એ હકીકત છે દરેક ભાવ જરૂરી એટલા જ છે..

    ધન્યવાદ !

    Like

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s