!…પ્રેમની પાંપણે બાંધુ કે ભક્તિના તાંતણે બાંધુ…!


!…પ્રેમની પાંપણે બાંધુ કે ભક્તિના તાંતણે બાંધુ…!

પ્રેમની પાંપણે બાંધુ કે ભક્તિના તાંતણે બાંધુ

મારે પણ શામળિયાને બાંધવા છે.

યશોદા મૈયાએ મમતાથી બાંધ્યા

 વૃંદા તે વનમાં, રાધા-ગોપીઓએ બાંધ્યા

પ્રેમની પાંપણે બાંધુ કે ભક્તિના તાંતણે બાંધુ

મારે પણ શામળિયાને બાંધવા છે.

નરસૈયાએ, કેદારે કૃષ્ણને બાંધ્યા

મીરાએ ભક્તિરસથી, બાંધ્યા રણછોડને

પ્રેમની પાંપણે બાંધુ કે ભક્તિના તાંતણે બાંધુ

મારે પણ શામળિયાને બાંધવા છે.

સુદામાએ, મિત્રતાના દોરે બાંધ્યા

વિદુરજીની ભાજીએ, કર્યા કિસનને રાજી

પ્રેમની પાંપણે બાંધુ કે ભક્તિના તાંતણે બાંધુ

મારે પણ શામળિયાને બાંધવા છે.

પાંડવોએ, ધર્મના ધાગે બાંધ્યા

 ભક્ત બોડાણાએ, નથણીએ બાંધ્યા

પ્રેમની પાંપણે બાંધુ કે ભક્તિના તાંતણે બાંધુ

મારે પણ શામળિયાને બાંધવા છે.

કિશોર કહે, શામળિયાના ભક્તોને

મારે પણ યોગી બની,

કર્મયોગથી શામળિયાને બાંધવા છે.

+++++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો   હું  ઋણી છું. )  

ડો.કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

Advertisements

18 responses to this post.

 1. આદરણીય ડૉ. કિશોરભાઈ,

  ખૂબજ સુંદર રચના, પ્રેમનું બંધન એ બંધન ના હોવા છતાં જેન્મો જન્મનું બંધન છે છતાં આ બંધન મા કોઈ બંધનનો અનુભવ થતો નથી અને છતાં પ્રેમથી બાંધીએ તે બંધાઈ જાઈ છે…

  સુંદર રચના !

  આભાર !

  Like

  જવાબ આપો

 2. કિશોર કહે, શામળિયાના ભક્તોને

  મારે પણ યોગી બની,

  કર્મયોગથી શામળિયાને બાંધવા છે.
  Kishorbhai,
  Saras Rachana !
  Gami !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  See you on Chandrapukar for next Post !

  Like

  જવાબ આપો

 3. શામળિયાને બાંધવો છે મારા પાલવડે
  ભિંજવુ એના ચરણ મારા ઉના આંસુ વડે
  ઓ શ્યામ તારા ચરણોમાં રહેવા દે સદા
  ભવ ભવ બાંધુ તને મારી ભક્તિ વડે …………….. સરલ સુતરિયા…

  Like

  જવાબ આપો

 4. bahu saras lakhyu 6… krushn na vyaktitv ne kyarey aakhe aakhu baath maa levano prayatn karo to pan kaik to rahi j jay 6 j fari prayatn karva prere 6… adbhut kavita… adbhut blog… abhinandan…sadhuvaad!!!!

  Like

  જવાબ આપો

 5. વાહ શ્રી કિશોરલાલ ભક્ત સુરતવાલા,

  કિશોર કહે, શામળિયાના ભક્તોને

  મારે પણ યોગી બની,

  કર્મયોગથી શામળિયાને બાંધવા છે.

  આપે તો દરેક યુગના ભગવાન અને ભક્તોને લાગણીના

  તાંતણે બધી સુંદર ભાવ યુક્ત ભજન રચી દીધું.

  બોલો ભક્ત શ્રી કિશોર મહારાજની જય હો.

  Like

  જવાબ આપો

 6. આદરણીયશ્રી. ગોવિદભાઈ

  આપનો લાગણી સભર સંદેશો વાંચીને ખુબ જ આનંદ થયો સાહેબ

  આવીજ લાગણીનો વરસાદ વરસાવતા રહેશોજી

  Like

  જવાબ આપો

 7. સુંદર રચના !

  Like

  જવાબ આપો

 8. મા.કિશોરભાઇ..સાદર નમસ્કાર…આ રચના ખરેખર ખુબ જ સરસ છે… અને શબ્દો અને સાથે જે સરસ ચિત્રો મૂકો છો તે લાજવાબ હોય છે…આપની આ બ્લોગ પાછળની મહેનત અને લગન દાદ માંગી લે તેવી છે….આપને દીલથી ખુબ ખુબ અભિનંદન

  Like

  જવાબ આપો

 9. સુંદર રચના કિશોરભાઈ.. આ મનુષ્યજન્મ એળેના જાય જ્ઞાન ભક્તિ અને યોગથી જ સંસારમાં સાચો વૈરાગ શક્ય છે. નવાવર્ષે આપની મુલાકાત બ્લોગજગત અને શિક્ષણગંગાને તીરે..આદ્યાત્મિકતાના આચમને સૌની આત્મા ઈશ્વર તૃપ્ત રાખે એવી શુભભાવના અને કોટિકોટિ વંદન જગનિયંતાને..ઈશ્વરીય સેવામાં…ઉષા

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s