Archive for January, 2012

!…કોઈ મારા ગોવિંદજીને સંદેશો કહેજો…!


 “ ગુજરાત ગૌરવ ગાથા ” ના સંચાલક, “ ગોદદીયો ચોરો ” ના કટાર લેખક,  “ હાસ્ય દરબાર ” ના

હસમુખા એવા “ ગોપ ” તરીકે જાણીતા તથા બ્લોગ જગતમાં કવિ, લેખક તરીકેની આગવી ઓળખ ધરાવનાર

http://swapnasamarpan.wordpress.com ( પરાર્થે સમર્પણ ) આણંદ જિલ્લાના “ જેસરવા ” ગામના વતની

ઝંડાપ્રેમી “ સ્વપ્નજેસરવાકર ” તરીકે જાણીતા એવા ( હાલ લોસ એન્જલસ – અમેરિકા નિવાસી ) શ્રી. ગોવિંદભાઈ આઈ.પટેલ

પોતાના વતનમાં ત્રણ અઠવાડિયા માટે પધારનાર છે તે પ્રસંગે એક રચના મુકવાના વિચારને હું આ તબક્કે રોકી ન શક્યો

તેથી આપ સમક્ષ આવ્યો છું. મને આશા અને શ્રધ્ધા છે કે કદાચ આપને ગમશે…!     

!…કોઈ મારા ગોવિંદજીને સંદેશો કહેજો…!

કોઈ મારા ગોવિંદજીને સંદેશો કહેજો

આવી આપણાં દેશમાં રહેજો,

એકવાર આવો ગુજરાત

આપણે જાગીશું રાત-મધરાત,

જેસરવાના સ્વપ્નને સજાવો

મહીજીકાકાના મેળવો આશીર્વચનો,

તમો આણંદમાં આવો

આવી મારા સ્વપ્નાંનદને સજાવો,

આશા-નિરાશાની વચ્ચે છે મારૂ સ્વપ્ન

સુખ-દુખમાં મને સાચવી લેજો,

ભુલોના આ મહાસાગરમાં

રાહ ભુલુ તો, રથી બની નાવ હંકારજો,

આરતીમાં માત-પિતાનાં દર્શન કરજે

આંખોમાંથી હર્ષાશ્રુની ધારા વહેડાવજે,

 લાગ્યો તમને કવિતા જેવી સવિતાનો રંગ

જો લાવ્યા હોત સંગ, તો બેવડાતે ઉમંગ,

કાશ હર્ષદ-અવકાશને

મળવાનો આપજો અવકાશ,

ગોદડીયા ચોરે જાજો

કનુ, ભદો, નારણ શંખને મળજો 

કમલેશ-રૂપેશની જોડીને

મળીને કરજો જય જયકાર,

તમે સુરતમાં જઈ ઉધિયું ખાજો

જુનાગઢમાં જઈ ગિરનાર ગજાવજો,

અશોક-કિશોર સાથે,

શોર મચાવી, મને દર્શન દેજો

+++++++++++++++++++++++++++++++++++++++++

( રચનામાં પ્રાસ બેસાડવા માટે નામો ટૂંકમાં લખેલ છે.)

ગુગલ અને નેટ જગતનો ચિત્ર લેવા બદલ ઋણી છું.

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત

 

!…પ્રાર્થના એ પ્રિમિયમ વગરનો વીમો છે…!


!…પ્રાર્થના એ પ્રિમિયમ વગરનો વીમો છે…!

પ્રાર્થના એ પ્રિમિયમ વગરનો વીમો છે,

ખરા દિલથી કરેલ પ્રાર્થનાનો વીમો જરૂર પાકે છે.

પ્રાર્થનાનો વીમો ઉતરાવવા માટે કોઈ એજન્ટની જરૂર પડ્તી નથી,

ભગવાન અને ભક્ત વચ્ચે થયેલ એક બિનશરતી કરાર છે.

પરંતુ એક કઠિન શરત એ છે કે નિ:સ્વાર્થભાવ હોવો જોઈએ,

પ્રાર્થનાનાં વીમા માટે GIC ને અરજી કરો,

યાને કે God Insuranace Corporation

આ GIC 24 x 7 દિવસ ચાલે છે, એને સમયની કોઈ પાબંદી નથી.

ભગવાન પાસે આપણી પ્રાર્થના સાંભળવાનો સમય છે, પરંતુ સવાલ એ છે કે આપણી પાસે ભગવાનની પ્રાર્થના કરવાનો સમય છે કે નહિ.

આ વીમા કરારનો સ્વીકાર કરવો કે ન કરવો એ

God Insuranace Corporation ના હાથમાં છે.

તેનુ પ્રિમિયમ રોકડ સ્વરૂપમાં ભરવાનું નથી,

તેને ત્યાં તો વિશ્વાસ નામનો બેલેન્સ ચેકથી જ ખાતું ખોલાવવું પડે છે.

 

આ ચેક જમા કરવો કે ઉધાર કરવો તે માટે

 એ ધનરાશિનું પ્રાપ્તિસ્થાન જોવામાં આવે છે.

તેને કોઈ ખરાબ વાયરસ તો નથી લાગ્યાને,

પછી એને સ્કેન કરવામાં આવે છે,

બધા માર્કાની તપાસ કરીને જ જમા લેવામાં આવે છે.

બોગસ જણાતા ચેકો રિટર્ન કરવામાં આવે છે.  

 

આ વીમો પકવવા માટે ભગવાને કેટલાક Norms નક્કી કરેલ છે,

 જેવાં કે પ્રમાણિકતા, જીવદયા, સંયમ, સંસ્કાર, સાદગી, વિદ્યાદાન છે.

કહેવાય છે કે જેણે વિદ્યાદાન કરેલ હોય તે જ કન્યાદાન કરી શકે.

આ બધામાંય શ્રેષ્ઠ પૂજ્ય મોરારિબાપુના કહેવા મુજબ, 

“ જેના પૂર્વજોએ ગૌદાન કરેલ હોય તેને ત્યાંજ દીકરી જન્મ લે છે. ”

કર્મ વગર પ્રાર્થનાનું ફળ આ કળિયુગમાં મળતુ નથી.

આ મનુષ્ય લોકમાં પ્રભુ સ્મરણ કરવા માત્રથી પ્રભુ ફળ આપે જ છે.

આવા મજબુત આધાર સ્તંભોથી જ પ્રભુની પેઢી ચાલે છે.

જય સિયારામ ”     

++++++++++++++++++++++++++++++++++++++++++

(ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો હું ઋણી છું.

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત

!…સ્નેહની મિઠાશ લઈ ઉડે રે પતંગ…!


!…સ્નેહની મિઠાશ લઈ ઉડે રે પતંગ…!

ઉડે ઉડે રે પતંગ મારો ઉડે રે

ઉમંગોની છોળ લઈ ઉડે રે પતંગ,  

કાઈપોચના બુમરાણ મચાવતો ઉડે રે

પક્ષીઓને બચાવતો ઉડે રે પતંગ,

અગાસી – ધાબા પર ગીતો ગુંજે રે  

સાવચેતીમાં ના રાખશો રે ઢીલ    

અમે તો તલ – ગોળની ચીકી બનાવી રે,

સ્નેહની મિઠાશ લઈ ઉડે રે પતંગ,

નાનેરા – મોટેરાઓને સંગ ઉડે રે

સૌને સંગાથ લઈ ઉડે રે પતંગ,

ભાતૃભાવના – સ્નેહની દોરીથી ઉડે રે

ફરર ફિરકી લઈ ઉડે રે પતંગ,

સરર સરતી મુકાવતો ઉડે રે

લપેટ લપેટના ઘોંઘાટે ઉડે રે પતંગ,

પાપડી – ઉધિયાની મજા માણતો ઉડે રે

મજાની કૉમેન્ટ માંગતો ઉડે રે પતંગ 

 

+++++++++++++++++++++++++++++++++++++++++

 ( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો હું ઋણી છું.

ડૉ કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,

પાલનપુર પાટિયા, રાંદેરરોડ, સુરત-9

!…એજ છે, આજ પ્રભુનું ફરમાન રે…!


!…એજ છે, આજ પ્રભુનું ફરમાન રે…!

દીકરા – દીકરીને ગણજો સમાન

એજ છે આજ પ્રભુનું ફરમાન રે,

નારીને તું આપજે સમ્માન

ના કરશો કદી અપમાન રે,

નવલા નૂતનવર્ષમાં હકારાત્મક બનીએ

હકારાત્મક બની, સ્વાસ્થ્ય સુધારીએ રે,

પર્યાવરણનું કરીએ દિલથી જતન

વતનને ભાવથી આદર આપીએ રે,

વડીલો અને ગુરૂજીને નમન કરીને

સૌના આશીર્વચનો મેળવીએ રે,

ભ્રષ્ટાચારથી દુર રહીને

આચાર-વિચાર સુધારીએ રે

નૂતનવર્ષમાં “ ગુડ લક ”  કહીને

“ વેલકમ ” નો સંદેશો મોકલીએ રે,

પ્રેમની પ્રસાદી વહેંચીને

ભાઈચારો ફેલાવીએ રે,

મિત્રોને કોમેન્ટ આપીને

સૌને “ વેલકમ ”  કરીએ રે

+++++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો હું ઋણી છું. ) 

ડો.કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯