!…પ્રાર્થના એ પ્રિમિયમ વગરનો વીમો છે…!


!…પ્રાર્થના એ પ્રિમિયમ વગરનો વીમો છે…!

પ્રાર્થના એ પ્રિમિયમ વગરનો વીમો છે,

ખરા દિલથી કરેલ પ્રાર્થનાનો વીમો જરૂર પાકે છે.

પ્રાર્થનાનો વીમો ઉતરાવવા માટે કોઈ એજન્ટની જરૂર પડ્તી નથી,

ભગવાન અને ભક્ત વચ્ચે થયેલ એક બિનશરતી કરાર છે.

પરંતુ એક કઠિન શરત એ છે કે નિ:સ્વાર્થભાવ હોવો જોઈએ,

પ્રાર્થનાનાં વીમા માટે GIC ને અરજી કરો,

યાને કે God Insuranace Corporation

આ GIC 24 x 7 દિવસ ચાલે છે, એને સમયની કોઈ પાબંદી નથી.

ભગવાન પાસે આપણી પ્રાર્થના સાંભળવાનો સમય છે, પરંતુ સવાલ એ છે કે આપણી પાસે ભગવાનની પ્રાર્થના કરવાનો સમય છે કે નહિ.

આ વીમા કરારનો સ્વીકાર કરવો કે ન કરવો એ

God Insuranace Corporation ના હાથમાં છે.

તેનુ પ્રિમિયમ રોકડ સ્વરૂપમાં ભરવાનું નથી,

તેને ત્યાં તો વિશ્વાસ નામનો બેલેન્સ ચેકથી જ ખાતું ખોલાવવું પડે છે.

 

આ ચેક જમા કરવો કે ઉધાર કરવો તે માટે

 એ ધનરાશિનું પ્રાપ્તિસ્થાન જોવામાં આવે છે.

તેને કોઈ ખરાબ વાયરસ તો નથી લાગ્યાને,

પછી એને સ્કેન કરવામાં આવે છે,

બધા માર્કાની તપાસ કરીને જ જમા લેવામાં આવે છે.

બોગસ જણાતા ચેકો રિટર્ન કરવામાં આવે છે.  

 

આ વીમો પકવવા માટે ભગવાને કેટલાક Norms નક્કી કરેલ છે,

 જેવાં કે પ્રમાણિકતા, જીવદયા, સંયમ, સંસ્કાર, સાદગી, વિદ્યાદાન છે.

કહેવાય છે કે જેણે વિદ્યાદાન કરેલ હોય તે જ કન્યાદાન કરી શકે.

આ બધામાંય શ્રેષ્ઠ પૂજ્ય મોરારિબાપુના કહેવા મુજબ, 

“ જેના પૂર્વજોએ ગૌદાન કરેલ હોય તેને ત્યાંજ દીકરી જન્મ લે છે. ”

કર્મ વગર પ્રાર્થનાનું ફળ આ કળિયુગમાં મળતુ નથી.

આ મનુષ્ય લોકમાં પ્રભુ સ્મરણ કરવા માત્રથી પ્રભુ ફળ આપે જ છે.

આવા મજબુત આધાર સ્તંભોથી જ પ્રભુની પેઢી ચાલે છે.

જય સિયારામ ”     

++++++++++++++++++++++++++++++++++++++++++

(ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો હું ઋણી છું.

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત

Advertisements

6 responses to this post.

 1. Posted by Gopal Shah on 17/01/2012 at 9:37 am

  It’s a true story of our life.A teacher is salute to a true teacher

  Like

  Reply

 2. શ્રી કિશોરભાઈ,

  સાચી વાત પ્રાર્થના એ પ્રીમીયમ વગરનો વીમો છે. અને ક્યારેય પ્રીમીયમ

  ગાયબ થતું નથી. કોઈ પહોચ કે રસીદ વગર સ્વીકારાઈ જાય છે . જયારે

  બેલેન્સ તપાસીએ તો જમા જ બોલે છે.

  સુંદર વિષય સાથે એક નવીનતમ રજૂઆત માટે ધન્યવાદ.

  Like

  Reply

 3. સુંદર વિચાર દર્શન અને ચૈતન્યને પરમ અહોભાવ, આપ જેવા જ નિખાલસતાથી માણી શકે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  Reply

 4. Posted by MILAN PATHAK on 26/02/2012 at 10:39 am

  good one.

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s