Archive for February, 2012

!…ચન્દ્ર લખે ભુરિયા ફળિયાની કથા…!


ડો. ચન્દ્રવદન મિસ્ત્રી સાહેબ કે જેઓ નેટ જગતમાં એક મજાના કવિ અને સાહિત્યકાર છે, તેઓએ અનેક ભક્તિસભર રચનાઓ લખેલ છે, તેઓ નેટ જગતમાં http://chandrapukar.wordpress.com/ નામે સુંદર ભક્તિસભર બ્લોગ લખે છે. તેઓનું નેટ જગતમાં હુલામણું નામ “ પુકાર ” છે.

 તેઓ હાલ ગુજરાતના નવસારી જિલ્લાના વેસ્મા ગામે અમેરિકાથી વતનમાં પધારેલ છે. એક વહેલી સવારે અડાજણ, સુરત ખાતે મારા ઘરનો ફોન ટહુકા દેવા લાગ્યો. ડૉ. પુકાર સાહેબનો મીઠો મધુર અવાજ સાંભળી હું આનંદ વિભોર બની ગયો. ત્યારે તેમની એક સ્વરચિત રચના તેમની મંજુરી લઈ બનાવવાનો અવસર ઝડપી લઈ આપની સમક્ષ ઉપસ્થિત થવા માંગુ છું. આપના યોગ્ય પ્રતિભાવની પ્રતિક્ષા કરીશ.

!…ચન્દ્ર લખે ભુરિયા ફળિયાની કથા…!

ચન્દ્રને પુકારે છે, ગુજરાતની ધરતી

એમના પાવન પગલાની છે. તરસી,

ચન્દ્રએ વતન તરફ માંડી ડગલી

આખરે ભીની માટી પર પાડી પગલી,

ગુજરાત પર એમની કૃપા દ્રષ્ટિ વરસી

માયાની શીતળ છાયા વેસ્મા ગામે પાથરી,

ભુલી ગયા આખરે અમેરિકાની વાતો સઘળી

આંખોમાં ભરી લીધી ગામની યાદો હરઘડી, 

નવી હવેલી પર નજર ફેરવી

ચન્દ્ર લખે ભુરિયા ફળિયાની કથા,

બાળ રમતો લખોટી અને પાનની રમતો

કહે સ્વાતંત્ર સંગ્રામની કરામતો,

જન જનમાં ભજન મંડળની ફરી લહેર

એને તો કહેવાય ચન્દ્ર પર કુદરતની મહેર

C. M. ને છે. પુસ્તકાલયમાં પ્યાર

હા એ તો યાદ કરે માતા ખોડિયારને

વડીલ રહીશોને મસ્તક ઝુકાવી

યાદ કર્યા તળાવ અને બાલેશ્વર મંદિર,

મારી શી વિસાત કે હું ચન્દ્ર વિશે લખું

એ તો નથી કંઈ ખાવાના ખેલ

કિશોર કહે સાંભળુ હું ચન્દ્રની વાણી

જાણે થઈ પ્રભુની આકાશવાણી.

++++++++++++++++++++++++++++++++++++++++++++++

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

શ્રીમતી આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત-9

!…નથી હવે કંઈ દાદા-દાદીના હાથમાં…!


!…નથી હવે કંઈ દાદા-દાદીના હાથમાં…!

T.V નું રિમોટ ગયું

હવે પૌત્ર-પૌત્રીના હાથમાં,

                                   નથી હવે કંઈ દાદા-દાદીના હાથમાં…!

દીકરા-દીકરીને લીધા બાથમાં

હવે નથી કોઈ તેમના હાથમાં,

                                 નથી હવે કંઈ દાદા-દાદીના હાથમાં…!

થાય ભેળસેળ શાકભાજી,ઘી-દૂધની કોથળીમાં

કોઈ પાસે સમય નથી તેને નાથવા,

                               નથી હવે કંઈ દાદા-દાદીના હાથમાં…!

 

પૌત્રો-પૌત્રીને લઈ ગયેલા બાગમાં

તેઓ માને છે, આવ્યા દાદા-દાદી લાગમાં,

                             નથી હવે કંઈ દાદા-દાદીના હાથમાં…!

નથી F.D / N.S.C હવે હાથમાં

જાત ઘસાઈ ગઈ તેમના વિકાસમાં,

                            નથી હવે કંઈ દાદા-દાદીના હાથમાં…!

 

નથી ફેર કોઈ વિચારોના બ્લડ ગૃપમાં

સમાજ પરિવર્તને લીધા છે. બાનમાં,

                            નથી હવે કંઈ દાદા-દાદીના હાથમાં…!

હવે નથી રસ કોઈને શાક-રોટલી, ભાતમાં

આખો દિ’ વિતાવે મન્ચુરિયન, આલુપૂરી, પિઝામાં 

                            નથી હવે કંઈ દાદા-દાદીના હાથમાં…!

સાઈકલનું સ્થાન લીધુ બાઈકે

મોબાઈલે કબજો લીધો કાનમાં,

                            નથી હવે કંઈ દાદા-દાદીના હાથમાં…!

પ્રભુએ નથી છોડી આશ બાળ સર્જનમાં

નાહક નિરાશ ના થા કિશોર, જીવતો રહે એજ આશમાં,

                            નથી હવે કંઈ દાદા-દાદીના હાથમાં…!

 

+++++++++++++++++++++++++++++++++++++++++++++++

(ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો ખુબ ખુબ આભાર

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

શ્રીમતી આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત-9