!…નથી હવે કંઈ દાદા-દાદીના હાથમાં…!


!…નથી હવે કંઈ દાદા-દાદીના હાથમાં…!

T.V નું રિમોટ ગયું

હવે પૌત્ર-પૌત્રીના હાથમાં,

                                   નથી હવે કંઈ દાદા-દાદીના હાથમાં…!

દીકરા-દીકરીને લીધા બાથમાં

હવે નથી કોઈ તેમના હાથમાં,

                                 નથી હવે કંઈ દાદા-દાદીના હાથમાં…!

થાય ભેળસેળ શાકભાજી,ઘી-દૂધની કોથળીમાં

કોઈ પાસે સમય નથી તેને નાથવા,

                               નથી હવે કંઈ દાદા-દાદીના હાથમાં…!

 

પૌત્રો-પૌત્રીને લઈ ગયેલા બાગમાં

તેઓ માને છે, આવ્યા દાદા-દાદી લાગમાં,

                             નથી હવે કંઈ દાદા-દાદીના હાથમાં…!

નથી F.D / N.S.C હવે હાથમાં

જાત ઘસાઈ ગઈ તેમના વિકાસમાં,

                            નથી હવે કંઈ દાદા-દાદીના હાથમાં…!

 

નથી ફેર કોઈ વિચારોના બ્લડ ગૃપમાં

સમાજ પરિવર્તને લીધા છે. બાનમાં,

                            નથી હવે કંઈ દાદા-દાદીના હાથમાં…!

હવે નથી રસ કોઈને શાક-રોટલી, ભાતમાં

આખો દિ’ વિતાવે મન્ચુરિયન, આલુપૂરી, પિઝામાં 

                            નથી હવે કંઈ દાદા-દાદીના હાથમાં…!

સાઈકલનું સ્થાન લીધુ બાઈકે

મોબાઈલે કબજો લીધો કાનમાં,

                            નથી હવે કંઈ દાદા-દાદીના હાથમાં…!

પ્રભુએ નથી છોડી આશ બાળ સર્જનમાં

નાહક નિરાશ ના થા કિશોર, જીવતો રહે એજ આશમાં,

                            નથી હવે કંઈ દાદા-દાદીના હાથમાં…!

 

+++++++++++++++++++++++++++++++++++++++++++++++

(ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો ખુબ ખુબ આભાર

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

શ્રીમતી આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત-9 

Advertisements

6 responses to this post.

 1. Best words SIr…

  Keep Blessing with your words always

  Like

  Reply

 2. ડોશ્રી કિશોરભાઈ
  જીવનની સમસ્યાઓને કેવી સુંદર અને હળવી રીતે પણ ઊંડાણથી ઝીલી
  લીધી છે. આપનો કસબ ખૂબ ખીલતો જાય છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  Reply

 3. આજની પરિસ્થિતિ નિ ચિતાર ખૂબજ સુંદર રાતે વર્ણવ્યો છે, અને આશા રાખીએ કે સમજમાં આવી રચનાઓ દ્વારા જાગૃતિ આવે… ! ખૂબજ સુંદર ભાવ સાથેની રચના !

  Like

  Reply

 4. Posted by chandravadan on 26/02/2012 at 1:45 am

  Kishorbhai,
  As I was in Navsari, you contacted me by phone….it was my pleasure talking to you from near you…..yet we were unable to meet eachother….But, as we talked one day you had surprised me with this KAVYA….Thanks for expressing your “thoughts & feelings”for me..I feel honored !
  I thank Rameshbhai/Ashokbhai/Heenaben/JankiJani for reading this Post & their Comments.
  DR. CHANDRAVADAN MISTRY

  Like

  Reply

 5. માનનીય શ્રી કિશોરભાઈ,

  જવન ક્રમને આપે કાવ્યમાં ખુબ સરસ રીતે ઢાળ્યો છે.

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s