!…ચન્દ્ર લખે ભુરિયા ફળિયાની કથા…!


ડો. ચન્દ્રવદન મિસ્ત્રી સાહેબ કે જેઓ નેટ જગતમાં એક મજાના કવિ અને સાહિત્યકાર છે, તેઓએ અનેક ભક્તિસભર રચનાઓ લખેલ છે, તેઓ નેટ જગતમાં http://chandrapukar.wordpress.com/ નામે સુંદર ભક્તિસભર બ્લોગ લખે છે. તેઓનું નેટ જગતમાં હુલામણું નામ “ પુકાર ” છે.

 તેઓ હાલ ગુજરાતના નવસારી જિલ્લાના વેસ્મા ગામે અમેરિકાથી વતનમાં પધારેલ છે. એક વહેલી સવારે અડાજણ, સુરત ખાતે મારા ઘરનો ફોન ટહુકા દેવા લાગ્યો. ડૉ. પુકાર સાહેબનો મીઠો મધુર અવાજ સાંભળી હું આનંદ વિભોર બની ગયો. ત્યારે તેમની એક સ્વરચિત રચના તેમની મંજુરી લઈ બનાવવાનો અવસર ઝડપી લઈ આપની સમક્ષ ઉપસ્થિત થવા માંગુ છું. આપના યોગ્ય પ્રતિભાવની પ્રતિક્ષા કરીશ.

!…ચન્દ્ર લખે ભુરિયા ફળિયાની કથા…!

ચન્દ્રને પુકારે છે, ગુજરાતની ધરતી

એમના પાવન પગલાની છે. તરસી,

ચન્દ્રએ વતન તરફ માંડી ડગલી

આખરે ભીની માટી પર પાડી પગલી,

ગુજરાત પર એમની કૃપા દ્રષ્ટિ વરસી

માયાની શીતળ છાયા વેસ્મા ગામે પાથરી,

ભુલી ગયા આખરે અમેરિકાની વાતો સઘળી

આંખોમાં ભરી લીધી ગામની યાદો હરઘડી, 

નવી હવેલી પર નજર ફેરવી

ચન્દ્ર લખે ભુરિયા ફળિયાની કથા,

બાળ રમતો લખોટી અને પાનની રમતો

કહે સ્વાતંત્ર સંગ્રામની કરામતો,

જન જનમાં ભજન મંડળની ફરી લહેર

એને તો કહેવાય ચન્દ્ર પર કુદરતની મહેર

C. M. ને છે. પુસ્તકાલયમાં પ્યાર

હા એ તો યાદ કરે માતા ખોડિયારને

વડીલ રહીશોને મસ્તક ઝુકાવી

યાદ કર્યા તળાવ અને બાલેશ્વર મંદિર,

મારી શી વિસાત કે હું ચન્દ્ર વિશે લખું

એ તો નથી કંઈ ખાવાના ખેલ

કિશોર કહે સાંભળુ હું ચન્દ્રની વાણી

જાણે થઈ પ્રભુની આકાશવાણી.

++++++++++++++++++++++++++++++++++++++++++++++

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

શ્રીમતી આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત-9

Advertisements

4 responses to this post.

 1. આત્મિયતાની મનોહર વાત સાથેની કવિતા માણી. સાચે જ ડોશ્રી ચંદ્રવદનભાઈ સાથે વાત કરવી એ લ્હાવો જ છે. બ્લોગ પોષ્ટ પર તેમના
  પ્રતિભાવનો વિયોગ સાલતો હતો ને આપે તેની પૂર્તિ કરી આનંદ આપ્યો.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  Reply

 2. આદરણીય ડૉ. કિશોરભાઈ,

  ડૉ, ચન્દ્રવદનભાઈ સાથે વાત કરી મેળવેલ અનેરો લાહવા નો લાભ અમોને રચના દ્વારા પીરસી ખૂબજ આનંદ આપ્યો…!

  Like

  Reply

 3. Posted by mukesh bhatt on 11/02/2012 at 7:18 pm

  NASKAR SIR APNA POST MNE NIYAMIT PRAPT THAY 6 JE VACHI NE GNU BDHU SIKHVA MLE 6 નથી હવે કંઈ દાદા-દાદીના હાથમાં…! AA VCHI NE KHUB KHUS THYO HTO A J RITE AJNI POST PAN KUB SUNDAR 6 1 ECONOMICS NA TEACHER THAY NE AP JE RITE GUJARATI NE NYAY API RHYA 6O TE KABILE TARIF 6 PAN MARI AETLI AGE NTHI KE HU TMARI TARIF KRU PARNTU SLAM TO KRI SKU SIR APNE MUKESH BHATT NI SALAM SALAM SALAM………………………………………………

  Like

  Reply

 4. માનનીય શ્રી કિશોરભાઈ,

  લ્યો બોલો સુરતમાં અમેરિકાના ચન્દ્ર્પુકારનો ટહુકો સંભળાયો.

  એક વિરલ વ્યક્તિત્વ સાથે ભક્તિભાવથી ભરપુર એક સમાજ સેવાની ખેવના

  રાખનારા અનેરા વ્યક્તિના વ્યક્તિત્વને આબાદ રીતે કાવ્યમાં સર્જ્યું છે.

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s