!…માનવ તું જીવન જીવતા શીખી લે…!


!…માનવ તું જીવન જીવતા શીખી લે…!

 

મનના મંદિરયામાં,

તું ગરીબી સજાવી લે…!

 

દિલના દરિયામાં,

તું બેકારી બેસાડી દે…!

 

મન મનાવી,

તું મોંઘવારી પચાવી લે…!

 

મુખડુ મલકાવી,

તું જીવતા શીખી લે…!

 

ભુખ ભગાવી,

તું અરમાન દબાવી દે…!

 

ભ્રષ્ટાચારના દરિયામાં,

તું દુ:ખને પ્રસાદી સમજી લે…!

 

આંસુ ટપકાવી,

તું હૈયુ છલકાવી દે…!

 

+++++++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભારી છું.) 

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત

 

 

Advertisements

12 responses to this post.

 1. આદરણીય ડૉ. કિશોરભાઈ,

  વર્તમાન પરિસ્થિતિને સમજાવતી ખૂબજ સુંદર રચના ! માર્મિક ભાવ સાથે સચોટ શીખ !

  ધન્યવાદ !

  Like

  Reply

  • શ્રીમાન. અશોકભાઈ

   આપના લાગણી સભર સંદેશો મળ્યો,

   આજકાલ લોકોમાં સંવેદના ઓછી થતી જાય છે

   આપનો પ્રેમ મારા માટે અનેક ભાવનાઓ જગાડે છે.

   તે બદલ આભાર

   Like

   Reply

 2. ડોશ્રી કિશોરભાઈ
  આપની એકએક પંક્તિમાં ગહન મનોવેદના વ્યક્ત થઈ છે , આજની વિષમ
  પરિસ્થિતિનો ચીતાર આંખ સામે ખડો થઈ જાય છે. આજે યુવાધન બેકારીના
  ઘાથી વ્યથિત છે. મોંઘવારીએ નીતિમત્તાથી જીવતા લોકોને હડફેટે લીધા છે.
  પૈસા કમાવા માટે પરદેશ જતા બાળકો , ગુનેગારની જેમ સંતાઈ લંડનના પૂલ
  નીચે રાત વિતાવી મજૂરી કરે અને આંખના રતન જેવા લાડકાઓની આ વાત
  જાણી , આપ જેવા સહૃદયી કવિની કલમે જે ચીતાર મળે..એ હૃદયને વિંધે જ.
  આપની કવિતા હચમચાવી ગઈ..હવે ખોટા તાગડ ધીન્ના વાળા લોકોને બદલે
  લોકોની વેદનાને ઓછી કરવાવાળા આગળ આવે એ તાતી જરૂર છે.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  Reply

  • શ્રીમાન. રમેશભાઈ

   આપના લાગણી સભર સંદેશો મળ્યો,

   આજકાલ લોકોમાં સંવેદના ઓછી થતી જાય છે

   તેવા સંજોગોમાં આપનો પ્રેમ મારા માટે અનેક ભાવનાઓ જગાડે છે.

   તે બદલ આભાર

   Like

   Reply

 3. માનનીય શ્રી કિશોરભાઈ,
  દેશની અત્યારની પરિસ્થિતિ અને જનતાના મનમાં ઉદભવતી વેદનાની અસરને
  આપે કાવ્યમાં ગુંથી એક કસાયેલી કલમનાં અસરકાર કવિની હરોળમાં આવી ગયા છો.
  આપની આ વેદનાને કાયમાં ઢાળી પ્રદર્શિત કરવા બદલ ખુબ ખુબ અભિનંદન.

  Like

  Reply

 4. ખૂબજ સુંદર રચના ! માર્મિક ભાવ સાથે સચોટ શીખ……..પરંતુ લોકોની વેદનાને ઓછી કરવા……

  મનના મંદિરયામાં,

  આત્મ જગાડી દે…..!

  દિલના દરિયામાં,

  તું બધાને સમાવી લે ….!

  મ ન મનાવવાની જરૂર નથી ,

  જે છે તેમ બધું સ્વીકારી લે

  મુખડુ મલકાવી,

  તું જીવતા શીખી લે…!

  ભુખ ભગાવી,

  જ્ઞાન ની ભૂખ જગાડી દે …!

  ભ્રષ્ટાચારના દરિયામાં,

  તું તરી લોકોને તારી લે…!
  હું જીવન સાથે સતત પોઝીટીવ.. હકારાત્મક અભિગમ સાથે …ચાલવામાં માનું છું..

  આસું ટપકાવી જરૂર નથી સહજ થઇ

  તું હૈયુ છલકાવી દે…!

  Like

  Reply

  • આદરણીયશ્રી. પ્રજ્ઞાજીબહેન

   આપે મારા બ્લોગ પર પધારી સુંદર મજાનો

   હકારાત્મક અભિગમ દર્શાવી ગુજરાતી સમાજ માટે

   જે નવો રાહ બતાવ્યો તે તેની સરાહના કરૂ છું.

   બહેન ભવિષ્યમાં પણ આવા જ સંદેશાઓની

   હારમાળા સર્જશોજી.

   આભાર બહેન…!

   Like

   Reply

 5. કિશોરભાઈ,
  આજે તમારા બ્લોગ પર આવી, આ તમારી રચના વાંચી.
  “મનનું મંદિર​”….”દિલનો દરિયો”…..મુખડાની મલક​”…..”હૈયાની છ્લકાટ​……સાથે “આંસુઓનું ટપક​વું”……..”દુ:ખની પ્રભુપ્રસાદી” વિગેરેના વિચારો થકી તમારી રચનાને સ્વરૂપ મળ્યું અને જે શક્ય થયું તે તમારા હૈયાની પૂકાર હતી.
  રચના ખુબ જ ગમી !
  અને, એની સાથે મારા હૈયેથી આ શબ્દો છે….
  છે તું કિશોર​, અને રહે યુવાનીમાં હંમેશા તું !
  ત્યારે ચંદ્ર કહે”યુવાની એજ કિશોર્, મિત્ર મારો તું !”
  ચંદ્રવદન​
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

  Like

  Reply

  • આદરણીયશ્રી. ડૉ. ચન્દ્રવદન પુકાર સાહેબ

   આપે મારા બ્લોગ પર લાગણીઓનો વરસાદ વરસાવ્યો તે જોઈ

   હું આનંદવિભોર થઈ ગયો.

   આપ કેટલા શીતળ છો, સાહેબ

   મને બિરદાવ્યો………………..!

   આનંદમંગલ

   Like

   Reply

 6. Respected Ahokbhai,
  It is really simple but nicely rendered solace to the people who have been affected by these modern problems. Only sensitive mind can capture such things!

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s