!…મેઘો જામ્યોને, ધરતીપુત્રો હરખાયા…!


!…મેઘો જામ્યોને, ધરતીપુત્રો હરખાયા…!

 

મેઘો જામ્યોને, ધરતીપુત્રો હરખાયા

સાથે સાથે અન્નપ્રધાન મલકાયા,

 

ટી. વી. પર સમાચાર દેખાયા

અનાજના ભંડારો પાણીમાં ભીનાયા, 

 

વૃક્ષોએ ફેલાવી પોતાની છાંયા

પશુ – પક્ષીઓએ ફેલાવી કાયા,

 

ચારેકોર નદી સરોવર છલકાયા

કુદરતની શરૂ થઈ માયા,

 

ગરીબી – બેકારીમાં કુટુંબો અટવાયા,

મોઘવારીમાં કોમળ ફૂલ કરમાયા,

 

ભ્રષ્ટ લોકો રોજેરોજ ચમક્યા

છતાં નવા દાવપેચ નથી છોડી શક્યા,

  

આજ કુદરતી ‘ કણ ’  શોધાયા

માનવો થયા આજ રઘવાયા  

 

+++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભાર )

ડો. કિશોરભાઈ એમ.પટેલ  

શ્રીમતી આઈ. એન. ટેકરાવાળા ઉ. મા . શાળા,

રાંદેરરોડ, સુરત 

12 responses to this post.

  1. આદરણીય ડૉ. કિશોરભાઈ,

    સ્વાગત છે. ઘણા સમય બાદ ફરી સુંદર ચિત્રો સાથે સુંદર રચના માણવા મળી.

    ધન્યવાદ !

    Like

    Reply

  2. Posted by chandravadan on 08/07/2012 at 8:55 pm

    Welcome to the Rain !
    Nice !
    Gamyu !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Avjo !

    Like

    Reply

  3. લાંબા વેકેશન બાદ ફરી આપ ઝળક્યા…. સુંદર ચિત્રોસાથેનુ સરસ નિરુપણ…..

    Like

    Reply

  4. જેમ ચાતક પક્ષી વરસાદની રાહ જુએ તેમ કિશોર કલમે આલેખાયેલી કૃતિની
    ઝંખના હતી તે બે માસ બાદ ધામ ધૂમથી વરસી ને મેઘ જામી પડ્યો.
    ખેડૂતો પશુ પક્ષી અને ધરતી સંતોષ પામ્યા એમ અમે પણ આ કૃતિને માણી
    હર્શોલાસ થઇ ઝૂમી ઉઠ્યા .
    વાહ કિશોરભાઈ વાહ.. મેઘ વર્ષના અભિનંદન

    Like

    Reply

  5. ડોશ્રી કિશોરભાઈ
    મેઘરાજાની મહેર જેવાં જ વધામણાં આપે દીધા. પાછા અસલ રંગમાં આવી
    જજો….
    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    Reply

  6. ફરી સુંદર ચિત્રો સાથે સુંદર રચના માણવા મળી.

    ધન્યવાદ !

    Like

    Reply

Leave a comment