!… પીપળાના પાનમાં પ્રભુનો વાસ…!


!… પીપળાના પાનમાં પ્રભુનો વાસ…!

 

પીપળાના પાનમાં પ્રભુનો વાસ

ફેલાવે ચારેકોર

ઓકસિજનની સુવાસ રે

 

પીપળો જોડે પ્રભુ સાથે તાર

ધન્ય છે, તેનો અવતાર રે

 

માતા પાર્વતીના શાપથી

કર્યો પુરુષોત્તમે પીપળામાં વાસ રે

 

કરે લોકો પુજા – અર્ચના

પુરુષોત્તમ માસમાં

ફળે તેની બધી આશ રે

 

બ્રાહ્મણોને દઈ દક્ષિણા

કરે શ્રધ્ધાથી પ્રદક્ષિણા રે

 

પીપળાની છત્રછાયામાં

મેળવ્યુ જ્ઞાન ભગવાન બુધ્ધે

સર્વત્ર ઓળખાય બૌધ્ધિવૃક્ષ રે

 

તેના પાકા શીતળ ફળ

મટાડે શરદી, શોષ અને દાહ

બધા વૃક્ષોમાં ઉમદા રે

 

મુલાયમ છાલ – નવા પાન

મટાડે ડાયાબિટીશ કાયમ રે

 

શ્રીકૃષ્ણે કહ્યુ વૃક્ષોમા હું પીપળો

ચાલો સૌ સાથે કરીએ વંદન રે

+++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભાર )

ડો. કિશોરભાઈ એમ.પટેલ 

શ્રીમતી આઈ. એન. ટેકરાવાળા ઉ. મા. શાળા,

રાંદેરરોડ, સુરત

Advertisements

10 responses to this post.

 1. આદરણિય કિશોરભાઈ, પ્રથમ તો મને કોમેન્ટ ન થઈ શકવાની સમસ્યાને કારણે ભાગ્યે જ આપની સાથે ચર્ચાનો લાભ મળે છે એ વાતે ક્ષમાપ્રાર્થી છું. (આજે વળી એક બે બ્લોગ પર કોમેન્ટ પાસ થઈ શકી તો અહીં થશે તેવી આશા છે.)

  જો કે આપની સુંદર રચનાઓ માણવાનું સદભાગ્ય તો મળે જ છે. અને ઘણો આનંદ આવે છે. અહીં પીપળાનાં ધાર્મિક, વૈદિક, વૈજ્ઞાનીક વગેરે ગુણગાન એક સાથે થયા. સ_રસ. ચિત્રો પણ સરસ મુક્યા છે. જો કે પીપળાનાં પાન પર પોઢેલા બાલકૃષ્ણનું બહુ જાણીતું ચિત્ર ખુટ્યું. મળે તો મેલવા જેવું છે.

  ’वटस्य पत्रस्य पुटे शयानम, बाल मुकुन्दम सिरसा नमामि’ — आभार.

  Like

  જવાબ આપો

  • આદરણીયશ્રી. અશોકભાઈ ( વાચનયાત્રા )

   શ્રીમાન. અશોકભાઈ મારી આંખો કેટલાય વખતથી

   તમારા શબ્દો વાંચવા તરફડતી હતી, આખરે પ્રભુએ

   મારો સાદ સાંભળ્યો અને તમારા પાવન પગલા

   આજે પડ્યા ખુબ ખુબ આભાર પ્રેરણા બદલ

   બીજુકે આપ સાહેબ પાસે દર્શાવેલ ચિત્ર હોય તો મોકલવા વિનંતિ

   Like

   જવાબ આપો

 2. Posted by chandravadan on 01/09/2012 at 11:50 પી એમ(pm)

  કિશોરભાઈ,

  આ રચના વાંચી ખુબ જ આનંદ !

  તમારા શબ્દો જ ચુંટી મે પીપળા વિષે કહેવા પ્રયાસ કર્યો.

  આ જે કર્યું તેમાં મારી ભુલ હોય માફ કરશો.

  તામારી રચના સુંદર છે, એથી જ મને પ્રેરણા મળી છે !

  તો હવે ચંદ્ર શબ્દોમાં>>>>

  પીપળાના વૃક્ષને રાખો તમે મનમાં રે,

  હર દિન પ્રભુ વસે એના દીલમાં રે,

  માતા પાર્વતી પણ રહે એના મનમાં રે,

  ફળે પુરૂસોત્તમ માસે સૌની આશા રે,

  પીપળા વૃક્ષ નીચે બેસી, બુધ્ધ બની ગયા જ્ઞાની રે,

  હવે, પીપળાનું સર્વ આરોગે જે કોઈ તે બને નિરોગી રે,

  હવે, શ્રી કૃષ્ણનું નામ લઈ, પીપળાને યાદ કરે ચંદ્ર રે,

  ચંદ્ર કિશોર તો પીપળાનું કહી સૌને કરે જ્ઞાની રે !

  …ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

  Like

  જવાબ આપો

  • શ્રીમાન. પુકાર સાહેબ

   આપની પ્રેરણા મને સતત મળતી રહે છે, સાહેબ

   તમારા શબ્દો મને જુદી જુદી રચના લખવા પ્રેરે છે,

   આપે તો સુંદર રચના દ્વારા મને બિરદાવ્યો તે બદલ ધન્યવાદ

   આવી લાગણીવર્ષા કરતા રહેશોજી

   Like

   જવાબ આપો

 3. વાહ વાહ કીશોરભાઇ… સાચી વાત છે પીપળો અને લીમડો તો આપણા મિત્ર વૃક્ષ કહેવાય દરેક રીતે ઉપયોગી.. તેના મુળથી લૈ છાલ પત્તા તેના ફળ વગેરે ઘણા જ ઉપયોગી ..સરસ વિષય લીધો…

  Like

  જવાબ આપો

 4. Posted by Ramesh Patel on 05/09/2012 at 10:52 એ એમ (am)

  પીપળો, વડ , આમ્ર વૃક્ષ ..દૈવી વૃક્ષ. કેટલા અગણિત ઉપકાર.
  આપે સર્વ મહાત્મ્યને કાવ્ય અંજલિથી મઢી દીધું.સુંદર કવિતા…ડોશ્રી કિશોરભાઈ
  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  જવાબ આપો

 5. માનનીય શ્રી કિશોરભાઈ,
  .પીપળાની છત્રછાયામાં
  મેળવ્યુ જ્ઞાન ભગવાન બુધ્ધે
  સર્વત્ર ઓળખાય બૌધ્ધિવૃક્ષ રે
  અધિક માસમાં કિશોર કલમે પવન પવિત્ર પીપળાનું આબેહુબ લેખાન્ક્ન
  કોમ્પ્યુટરમાં મોટો ખોટકો સર્જાવાથી હું આપના તેમજ અન્યના બ્લોગ પર વિચારો
  પ્રદર્શિત નથી કરી શક્યો તે બદલ ક્ષમા ચાહું છું
  ગણેશોત્સવની સર્વેને ખુબ શુભ કામના

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s