Archive for September 17th, 2012

!…એના આંગણાંમાં ગોવિંદ રમે, મન મુકીને ચીમન રમે…!


મારા મોટા ભાઈ જેવા અમેરિકા નિવાસી “ સ્વપ્નજેસવાકર ” પોતાની કર્મભૂમિ અમેરિકાને બનાવેલ છે. જેમના માતૃશ્રી. સ્વ. સૂરજબા પટેલ

( જન્મ તારીખ : 25 / 12 / 1910 તથા પરલોક ગમન તા. 18 / 9 / 1992 ) ની 20 મી પૂણ્યતિથિ પૂર્ણતા નિમિત્તે કોટિ  કોટિ વંદન

!…એના આંગણાંમાં ગોવિંદ રમે, મન મુકીને ચીમન રમે…! 

 

એના આંગણાંમાં ગોવિંદ રમે

મન મુકીને ચીમન રમે

 

હર્ષ – ઉલ્લાસ આનંદમાં

મોટા થયા આણંદમાં

 

સંસ્કારની બુનિયાદ રચી

સૂરજ બા એ જેસરવામાં,

 

યાદ કરો માતાના એ કામ આજ

જેણે પોંહચાડ્યા તમને મુકામ આજ

પગપાળા સંઘને છાશ, પાણી આપે સવાર-સાંજ

 

સૂરજબાના વટ્વૃક્ષમાં

કિરણો સમા ગોવિંદ – ચીમન,  

લીલા – સવિતા સંગ

ભાવિશા, મિનલ – જસ્મિના

 

તો

બ્રિજેશ, પૂર્વી

સાથ નિભાવે

દિપેશ, હેતલ

નાની પાંદડીઓ

આર્યન, રોહન, સીયારાની,

રોનિત, રાહિલ અને ટેણિયુ કિશન

સાથે વંદન કરે ઈશાન શાનથી

 

કિશોર કહે હું તો સુદામાને

મારો મિત્ર “ સ્વપ્ન ”  શ્રીકૃષ્ણ રે

 

મારી માતા એ

માત્ર મહિલા જ નહિ,

મારે મન એક મહિમા છે,

 

ચાલો સૌ સંગ મળી

યાદ કરીએ માતાને આજ

વંદન કરવાનો અવસર છે, આજ

+++++++++++++++++++++++++++++++++++++++++++

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત

 

  

!…ચન્દ્રની છબી દેખાય નાની…!


!…ચન્દ્રની છબી દેખાય નાની…! 

 

ચન્દ્રની છબી દેખાય નાની

સફેદ પવિત્રતાની નિશાની

 

શીતળતાની પાથરે ધરા પર ચાદર

જગમાં આપે બધા પ્રભુ સંગ આદર

 

સુર્ય – ચન્દ્રની જોડી સંયમની

પાલન કરે જગમાં નિયમની

 

સૂર્ય – ચન્દ્ર રમે સંતાકુકડી

આકાશે શ્વેત વાદળ સંગ   

 

એક આપે જગને રોશની

બીજો આપે જગને શીતળતા

 

ટમ ટમ કરતા ચમકે તારલાઓ

જાણે રચાય શિવજીની રૂદ્રાક્ષ માળા

 

સૂર્યદેવ સર્જે કિરણોની હારમાળા

રચાય જીવન જીવવાની ઘટમાળા 

 

+++++++++++++++++++++++++++++++++++++

 

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભાર )

ડો. કિશોરભાઈ એમ.પટેલ

શ્રીમતી આઈ. એન. ટેકરાવાળા ઉ. મા. શાળા, રાંદેરરોડ, સુરત