Archive for October, 2012

!…રૂદ્ર અવતારી ખોલે લોચન…!


!…રૂદ્ર અવતારી ખોલે લોચન…!

 

કેસરી નંદન

જગ કરે વંદન

 

સંકટ મોચન

ખોલે ત્રીજુ લોચન

 

રૂદ્ર અવતારી

ગદા ધારી

 

દુર કરે સૌના સંકટ

વિપદા કદી ન આવે નિકટ

 

અંજન પૂત્ર-પવનસૂત

કહેવાયા રામ દૂત

 

રામ શરણ

મુક્તિ અપાવે જન્મ-મરણ

 

અશોક વાટિકા જલાઈ

ભક્તિ કી શક્તિ દિખાઈ

 

મૈયા સિયાસે લેકર આજ્ઞા

લંકાપતિકો કિયા ભયભિત

   

વિભિષણને ધર્મનીતિ યાદ દિલાઈ

એમાં જ છે, સૌ રાક્ષસોની ભલાઈ

 

જય જય સંકટ મોચન

રૂદ્ર અવતારી ખોલે લોચન

 

+++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભાર )

ડો. કિશોરભાઈ એમ.પટેલ 

શ્રીમતી આઈ. એન. ટેકરાવાળા ઉ. મા. શાળા,

રાંદેરરોડ, સુરત

 

 

 

!…કોઈ જાશે મોઘવારીમાં તો કોઈ જાશે ભ્રષ્ટાચારમાં…!


!…કોઈ જાશે મોઘવારીમાં તો કોઈ જાશે ભ્રષ્ટાચારમાં…!

 

સ્વર્ગલોકથી નેતાઓ ઉતર્યા,

આપે વચનોની વણઝાર રે

 

દિવસે આપે વચનો ને,

રાત્રે ભષ્ટાચારની ભરમાર રે

 

ચૂટણીનાં ચક્રવ્યુહમાં,

મેદાને આવ્યા દાવેદારો રે

 

આઝાદીના દાયકામાં

એક હાકલ થાય ને,

ભેગા થાય કરોડો રે

 

કોઈ ધર્મના નામે

કોઈ સંતના નામે

પહોંચશે મુકામ રે

 

કિશોર કહે, કોઈ જશે

મોઘવારીમાં તો કોઈ ભ્રષ્ટાચારીમાં

મતદારો કરશે ડિપોઝીટ ડુલ રે

 

+++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભાર )

ડો. કિશોરભાઈ એમ.પટેલ 

શ્રીમતી આઈ. એન. ટેકરાવાળા ઉ. મા. શાળા,

રાંદેરરોડ, સુરત 

!…ચારેકોર ચૂટણીના ભણકારા વાગે રે…!


!…ચારેકોર ચૂટણીના ભણકારા વાગે રે…!

 

ચારેકોર ચૂટણીના ભણકારા વાગે રે

આક્ષેપો – પ્રતિ આક્ષેપો થાય રે

 

                                                       ભ્રષ્ટાચારના ભણકારા વાગે રે

વચનોની હારમાળા સર્જાય રે

 

પરિવર્તનના ચમકારા લાગે રે

પ્રજા વચ્ચે આવવાનો સમય સર્જાયો રે

 

આજે સૌ કામગરા લાગે રે

અભણ પ્રજા આજ ભરમાય રે

 

નેતાઓ સૌ રાત – દિ’ જાગે રે

વિકાસની રથયાત્રા હંકારાય રે

 

કરેલ કાર્યોની યાદી અપાય રે

પ્રજા બાપડી કરમાય રે

 

નેતા પસંદગીમાં શોધે નબળાઈ રે

કિશોર કહે, મતદારો સૌ શરમાય રે

+++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભાર )

ડો. કિશોરભાઈ એમ.પટેલ 

શ્રીમતી આઈ. એન. ટેકરાવાળા ઉ. મા. શાળા,

રાંદેરરોડ, સુરત