!… સારા નેતા શોધવા જાશું તો થાકી જઈશું…!
સારા નેતા શોધવા જાશું તો થાકી જઈશું,
પણ નેતાઓમાં સારૂ શું છે,
તે શોધીશું તો ફાવી જઈશું.
સારા માણસો શોધવા જાશું તો થાકી જઈશું,
પરંતુ માણસોમાં સારૂ શું છે,
તે શોધીશું તો ફાવી જઈશું.
નેતાઓના વચનો ગણવા જઈશું તો થાકી જઈશું,
પરંતુ કેટલા વચનો પાળે છે,
તે શોધીશું તો ફાવી જઈશું.
ભ્રષ્ટાચાર કોણે કર્યો તે ગોતવા જાશું તો થાકી જઈશું,
પરંતુ કોણે ભ્રષ્ટાચાર ઓછો કર્યો છે,
તે શોધીશું ફાવી જઈશું.
કોનામાં નૈતિકતા છે. તે શોધવા જાશું તો થાકી જઈશું,
પરંતુ કોણે નૈતિકતા જાળવી છે.
તે શોધીશું તો ફાવી જઈશુ.
અભદ્ર ભાષા કોણ બોલે છે. તે શોધવા જાશું તો થાકી જઈશું,
પરંતુ કોણ અભદ્ર ઓછી બોલે છે.
તે શોધીશું તો ફાવી જઈશું.
કિશોર કહે કોને મત આપવો તે ચર્ચીશું તો થાકી જઈશું,
પરંતુ આપણાં વિસ્તારમાં કયા-કામો કેટલા થયા,
તે શોધીશું તો ફાવી જઈશું.
+++++++++++++++++++++++++++++++++++++
( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભાર )
ડો. કિશોરભાઈ એમ.પટેલ
પ્રતિભાવો…