!… સારા નેતા શોધવા જાશું તો થાકી જઈશું…!


!… સારા નેતા શોધવા જાશું તો થાકી જઈશું…!

 

 સારા નેતા શોધવા જાશું તો થાકી જઈશું,

પણ નેતાઓમાં સારૂ શું છે,

 તે શોધીશું તો ફાવી જઈશું.

 

સારા માણસો શોધવા જાશું તો થાકી જઈશું,

પરંતુ માણસોમાં સારૂ શું છે,

તે શોધીશું તો ફાવી જઈશું.

 

નેતાઓના વચનો ગણવા જઈશું તો થાકી જઈશું,

પરંતુ કેટલા વચનો પાળે છે,

તે શોધીશું તો ફાવી જઈશું.

 

ભ્રષ્ટાચાર કોણે કર્યો તે ગોતવા જાશું તો થાકી જઈશું,

પરંતુ કોણે ભ્રષ્ટાચાર ઓછો કર્યો છે,

તે શોધીશું ફાવી જઈશું.  

 

કોનામાં નૈતિકતા છે. તે શોધવા જાશું તો થાકી જઈશું,

પરંતુ કોણે નૈતિકતા જાળવી છે.

તે શોધીશું તો ફાવી જઈશુ.

 

અભદ્ર ભાષા કોણ બોલે છે. તે શોધવા જાશું તો થાકી જઈશું,

પરંતુ કોણ અભદ્ર ઓછી બોલે છે.

તે શોધીશું તો ફાવી જઈશું.

 

કિશોર કહે કોને મત આપવો તે ચર્ચીશું તો થાકી જઈશું,

પરંતુ આપણાં વિસ્તારમાં કયા-કામો કેટલા થયા,

તે શોધીશું તો ફાવી જઈશું.

 

+++++++++++++++++++++++++++++++++++++

 

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભાર )

ડો. કિશોરભાઈ એમ.પટેલ

Advertisements

12 responses to this post.

 1. કિશોર કહે કોને મત આપવો તે ચર્ચીશું તો થાકી જઈશું,

  પરંતુ આપણાં વિસ્તારમાં કયા-કામો કેટલા થયા,

  તે શોધીશું તો ફાવી જઈશું.
  The Soul searching on the Election Day…Then & then VOTE !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting you to read the OLD Posts !

  Like

  Reply

 2. આદરણીય ડૉ. કિશોરભાઈ,
  સારા માણસો શોધવા જાશું તો થાકી જઈશું,
  પરંતુ માણસોમાં સારૂ શું છે,
  તે શોધીશું તો ફાવી જઈશું.

  ખૂબજ સુંદર વાત રચના દ્વારા કહી આપે,…!

  Like

  Reply

 3. ડોશ્રી કિશોરભાઈ પટેલ

  સત્ય દર્શન. આજના જમાનાની આપે સાચી ઓળખ આપી છે.

  ચૂંટણીની પણ એક અનેરી મજા છે. ..લોકોત્સવ છે..મનભરીને માણીએ

  અને પ્રજા તરીકે વિવેક વાપરીએ. આપની કવિતા ગમી.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  Reply

 4. સારા માણસો હવે નેતા બનવા તૈયાર નથી…પણ નેતા બનવા તૈયાર થયેલા જોશો તો થાકી જઇશું ……. સરસ વિચારો સાથેની સુંદર કૃતી ……..

  Like

  Reply

  • આદરણીયશ્રી. નરેન્દ્રભાઈ

   આપના પ્રેરણાભર્યા શબ્દો વાંચીને હું ખુબ જ ખુશ થઈ ગયો,

   આવી પ્રેરણાની વર્ષા હંમેશા કરતા રહેશોજી.

   Like

   Reply

 5. માનનીય શ્રી કિશોરભાઈ,
  કોનામાં નૈતિકતા છે. તે શોધવા જાશું તો થાકી જઈશું,
  પરંતુ કોણે નૈતિકતા જાળવી છે.
  તે શોધીશું તો ફાવી જઈશુ.
  આ હાર નેતા હોધવા જતા જન્મારો વીતી જાહે અને આપના સોકરાંના સોકરા આવશે તોય
  હર નેતા નઈ મળે. મારા વા’ લા ભૂખડી બરહના અવતાર જેવા સે. બોલ્વાનુય ભાન નથ.
  ( અત્યારે રાજકારણમાં ઓછા ભણેલા નેતાઓ હોય છે એટલે અએ ભાષામાં લખ્યું છે )

  Like

  Reply

  • આદરણીયશ્રી. સ્વપ્નજી

   આપની કોમેન્ટસ વાંચી આનંદ મંગલ થઈ ગયો.

   આપની બન્ને પ્રકારની કોમેન્ટસથી પ્રભાવિત થઈ ગયો,

   ગઈકાલે કયા પક્ષમાં કેટલા ભણેલા ઉમેદાવારો છે તે આપેલ છે,

   તેઓ આપણી ઉપર રાજ કરશે.

   આ શું દશા અને દિશા બદલવાના.

   Like

   Reply

 6. Posted by P.K.Davda on 10/10/2013 at 6:05 am

  બધા બ્લોગ વાંચવા જઈશું તો થાકી જઈશું,
  શિક્ષણ સરવર વાંચવા જઈશું તો ફાવી જઈશું !!

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s