!…શિક્ષણ સરોવરના ચતુર્થ વર્ષના મંગલ પ્રવેશે….!


!…શિક્ષણ સરોવરના ચતુર્થ વર્ષના મંગલ પ્રવેશે….!

4 

          આજના મંગલ પ્રભાતે ચતુર્થ વર્ષમાં પ્રવેશતા આપ સૌના સથવારે મળેલ 228 પોસ્ટ પર 1193 જેટલા

મંગલભાવો તથા 1, 12, 475 અતિથિઓના પાવન પગલાંને આવકારતા “શિક્ષણ સરોવર ”  આપ સૌના પ્રેમ

અને શુભેચ્છા મેળવવા આતુર છું.

 તા. 10 / 12 / 2010સુધીમાં કુલ 122 પોસ્ટ હતી ( પ્રથમ વર્ષ

તા. 10 / 12 / 2011સુધીમાં કુલ 73 પોસ્ટ હતી ( બીજુ વર્ષ ) સુધીમાં

તા. 10 / 12 / 2012 સુધીમાં કુલ 33 પોસ્ટ થઈ ( ત્રીજુ વર્ષસુધીમાં કુલ 228 પોસ્ટ મળી.

આપના પ્રેમ સ્વરૂપે 1193 શુભેચ્છા સંદેશાઓ મળ્યા.મારા “શિક્ષણ સરોવર ” પર પાવન પગલાં પાડનાર

અતિથિઓ કુલ 1, 12, 475 થયા તે તો મારૂ અહોભાગ્ય જ કહેવાય.

          મને બ્લોગ જગતમાં જોડાવાની દિશા બતાવનાર આદરણીયશ્રી. હિતેષભાઈ પંડ્યા સાહેબ

( ગાંધીનગર, PRO to C.M ) કે જેઓએ મને “ ગુજરાતી કવિતા અને ગઝલ નિંગ ” માં જોડાવા માટેનો માર્ગ બતાવ્યો.

        ત્યાં સંચાલક તરીકે શ્રી. ભરતભાઈ સૂચક સાહેબ પાસે પા – પા પગલી દ્વારા તેમના હકારાત્મક  સહકારથી

બ્લોગ જગતના પાઠો શીખવા મળ્યા, થોડી જવાબદારીઓ તેમણે મને નિભાવવાની તક આપી

મારામાં ઉત્સાહ અને પ્રેરણાનું સિંચન કર્યું હું તેમનો આભારી છું. 

           આવા કઠિન લાગતા માર્ગ પર મને આંગળી પકડીને શીખવનાર શ્રી. કાંતિભાઈ કરશાળા સાહેબ

કે જેઓએ “શિક્ષણ સરોવર ” બ્લોગની પ્રથમ વર્ષગાંઠ તા.૧૦ / ૧૨ / ૨૦૦૯ ના રોજથી માંડી આજ દિન

સુધી વિશાળ તેમની દરિયાદીલીથી શરૂ કરેલ. મારા બ્લોગને આજદિન સુધી સુશોભિત કરી આપની

સમક્ષ રજુ કર્યો, Special Thanx 2 ભાણેજ શ્રી.અંકિતભાઈ ( બિલિમોરા-પુના ) અને શ્રી.કાન્તિભાઈ કરશાળા સાહેબ.

નો હું આભારી છું.

 મને મળેલ “પ્રેરણાંના પુષ્પો”  વરસાવનાર મિત્રોની યાદી વિશાળ છે.જેમાં…….!

          અપાર પ્રેમનો ઉમળકો આપનાર મારા મોટાભાઈ સમાનસ્વપ્નજેસરવાકર ”  ( USA ),

શ્રી.ચન્દ્રપુકાર સાહેબ ( USA ), શ્રી. આકાશદીપ સાહેબ( USA ),“ શ્રી. ડગલો પરિવાર ”( USA ), 

શ્રી. સુરેશભાઈ જાની સાહેબ , શ્રીમાન. યશવંતભાઈ,  શ્રી. અશોકભાઈ ( USA ), “ દાદીમાની પોટલી

શ્રી. દાવડા સાહેબ ( USA ), જે અનેક્વાર મુંબઈ અને હાલ વિદેશથી ફોન કરી યાદ પાઠવે છે.

            શ્રી.હિતેષભાઈ પંડ્યા સાહેબ ( ગાંધીનગર ), શ્રી.ધવલભાઈ નવનીત, શ્રી.રજની ટાંક,

શ્રી.ગોવિંદભાઈ મારૂ સાહેબ, શ્રી. રૂપેનભાઈ, શ્રી.જુ’ ભાઈ, શ્રી.સીમાબેન, શ્રી.પારૂબેન,  શ્રી.પી.યુ.ઠક્ક્રર,

શ્રી.રઘુવીર મહેતા સાહેબ ( મુંબઈ ),શ્રી. દિલિપભાઈ ગજ્જર સાહેબ, શ્રી. બકુલભાઈ શાહ,

શ્રી. વિમેષભાઈ પંડ્યા સાહેબ તથા શ્રી. ધવલ રાજગીરા સાહેબ, વાચનયાત્રાના શ્રી. અશોકભાઈ,

શ્રી.નિરવની નજરે, શ્રી. મેવાડા સાહેબ,  શ્રી.અરવિંદભાઈ અડાલજા, શ્રી.અરવિંદ પટેલ, શ્રી.પ્રીતિબેન, શ્રી.ઉષાબેન,

શ્રી. હસમુખભાઈ એજ્યુસફરટીમ, શ્રી.ભરતભાઈ ચૌહાણ, શ્રી.યુવરાજ, શ્રી.બટ્કભાઈ, શ્રી.વિપુલભાઈ,

શ્રી. કિર્તીદાબેન, શ્રી.વિવેકભાઈ દેસાઈ, શ્રી.પિનાકીનભાઈ, શ્રી.પરેશભાઈ પટેલ, શ્રી.પ્રહાલાદભાઈ પ્રજાપતિ,

શ્રી. શકિલભાઈ મુનશી, શ્રી.મુર્તઝા પટેલ, શ્રી.બગીચાના માળી, શ્રી. તપનભાઈ, શ્રી. બીનાબેન,

શ્રી. ભુપેન્દ્રસિંહ રાઓલ, શ્રી. પ્રવિણભાઈ શાહ, શ્રી. હિતેષભાઈ માખેચા સાહેબ, શ્રી. કમલેશભાઈ

શ્રી. નરેન્દ્રભાઈ જગતાપ સાહેબ “ગઝલ લેખક”  શ્રી. સુરેશચન્દ્ર સાહેબ જેવા અનેક મિત્રોનો અપાર પ્રેમ 

મને દરેક દિવસ જીવંત રહેવાનો ઉમળકો આપી “ શિક્ષણ સરોવર ” પર તરફ તમને મળવા દોડી આવું છું.     

 આપના ચરણોમાં આપનો અહોભાવ વ્યક્ત કરતાં ડૉ. કિશોર પટેલ અંતરની ઉર્મિઓમાં આનંદની લાગણી અનુભવે છે.

31

 લિ.

 

આપની પ્રેરણાનો અભિલાષી 

 

 ડૉ. કિશોર પટેલ

 

!…અસ્તુ…!

Advertisements

20 responses to this post.

 1. ગુજરાતી બ્લોગજગતમાં શિક્ષણ ક્ષેત્રે ચાર ચાર વર્ષ અને તે પણ અત્યંત ગુણવતા સાથે પસાર કરવા બદલ , હૃદયથી ખુબ ખુબ શુભકામનાઓ .

  અને મિત્રોની યાદીમાં મારું તથા સર્વે બ્લોગર મિત્રોનું નામ જોઇને ખુબ ખુશીની લાગણી થઇ 🙂

  Like

  Reply

 2. ભાઈશ્રી. નિરવભાઈ

  આપની મધુર શુભકામનાઓ બદલ આભાર

  Like

  Reply

 3. Posted by ગોવીંદ મારુ on 09/12/2012 at 4:58 pm

  શીક્ષણ સરોવરના ચતુર્થ વર્ષના મંગલ પ્રવેશે હાર્દીક શુભેચ્છાઓ… અઢળક અભીનન્દન… મીત્રોની યાદીમાં સર્વ બ્લોગર મીત્રોની સાથે મારું નામ વાચીને આનન્દ થયો… ધન્યવાદ…

  Like

  Reply

 4. Posted by kishor madlani on 09/12/2012 at 10:25 pm

  ગમતાનો ગુલાલ કરતા..શિક્ષણ સરોવરને હાર્દિક શુભકામના..

  Like

  Reply

 5. Posted by nabhakashdeep on 09/12/2012 at 11:24 pm

  ડોશ્રી કિશોરભાઈ પટેલ

  અભિનંદન..ચતુર્થ વર્ષના મંગલ પ્રવેશે.

  ખૂબ જ સંસ્કાર સીંચતા ભાવોથી , એક શિક્ષક હૃદયની વાણી શબ્દોથી સદા મહેકતી લાગી.

  સમાજને ઉત્કૃષ માર્ગે દોરવાની આ યાત્રા પવન વેગે ઘૂમતી ઝૂમતી મંગલા વર્ષા કરતી રહે,

  એવી ભાવના સાથે ખૂબખૂબ શુભેચ્છા.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  Reply

  • આદરણીયશ્રી. રમેશભાઈ

   સાહેબ, આપના એક એક શબ્દ મારા માટે સંજીવની સમાન છે,

   તમારી વાતો કરવાનું મન થાય પરંતુ તે અશક્ય લાગે છે,

   જેવી કુદરતની ઈચ્છા.

   આવીજ લાગણી ભવિષ્યમાં પણ રાખશોજી.

   Like

   Reply

 6. આદરણીય ડો. કિશોરભાઈ,

  ખૂબ ખૂબ અભિનંદન ! બ્લોગ જગતમાં ‘શિક્ષણ સરોવર’ નાં નામે સરોવર સદા ભરપૂર અને સ્વચ્છ રહ્યું. એક શિક્ષક હોવા છતાં, કાવ્ય રસ, પ્રેરક વાતો સાથે નિત નવીન gif ચિત્રમાળા આપના બ્લોગ પર માનવા મળી અને પ્રેરણારૂપ રહી…. જનજાગૃતિ માટે જે સંસ્કાર સિંચન કરતા રહો છો તે સદા કરતા રહો અને આપની યાત્રા વધુને વધુ યશસ્વી રહે તેજ શુભભાવનાઓ સાથે પ્રાર્થના …તેમજ શુભેચ્છાઓ …

  અશોકકુમાર દેશાઈ (દાસ)
  ‘દાદીમા ની પોટલી’
  લંડન

  Like

  Reply

  • આદરણીયશ્રી. અશોકભાઈ

   આપે મારા માટે લખેલ એક એક શબ્દ મારે મન ખુબ જ મહત્વના છે,

   આપે મારા પ્રેમની ખુબ જ મોટી વર્ષા કરી આવી લાગણી સદાય રાખતા રહેશોજી.

   ફરી એકવાર આભર

   Like

   Reply

 7. Congratulations!!Dr.Kishorbhai… for your blog and always my good wishes are with you and I am sure that this will much fruitfull for society and can do better service for all. Omshanti.

  Like

  Reply

 8. Posted by chandravadan on 10/12/2012 at 2:30 pm

  શું કરૂં કોમ્પ્યુટરટથી દુર હતો હું ?
  ૯મી ડિસેમ્બરે “શિક્ષણ સરોવર”વિષે અજાણ હું !
  ચાલો, પ્રભુ ઈચ્છા એવી જ હશે !
  આજે જ “શિક્ષણ સરોવર” દર્શન હશે !
  “શિક્ષણ સરોવર”માં કમળો અનેક તરતા કર્યા,
  એવા કમળોમાં “ચંદ્રપૂકાર”કમળ નિહાળી આનંદ થયો !
  નથી હું અમેરીકાના લેન્કેસ્ટર કેલીફોર્નીઆમાં આજે,
  છું ઈન્ગલેન્ડના ઈસ્ટ લીક નામના નાના ગામમાં આજે,
  મોડો છું પ્રતિભાવ માટે, છતાં એટલો મોડો તો નથી !
  તો…કાવ્યરૂપે વિચારો મારા પ્રગટ કરતા અચકાતો નથી,
  “ગુજરાતી બ્લોગ જગત”માં સફરો કરતા કરતા,
  “શિક્ષણ સરોવર”માં તરવાનો લ્હાવો લેતા,
  કિશોરને મળ્યાનો આનંદ મુજ હૈયે હું ભરૂં,
  એ જ આનંદ આજે હું ફરી સૌને કહું !
  એ આનંદ તો મુજ હૈયે જીવનભર રહેશે,
  પણ, “શિક્ષણ સરોવર”ની ત્રીજી એનીવરસરી છે આજે ,
  તો, અભિનંદન મારા પાઠવી રહ્યો છું આજે !
  હોય અનેક એનીવરસરીઓ કહું હું આજે !
  નથી કેલીફોર્નીઆ અને છું ઈન્ગલેન્ડમાં અહી,
  હોઈશ ભારતમાં તો ગુજરાતમાં કેમ નહી ?
  બસ, એવી આશા પ્રભુ જો શક્ય કરે,
  તો, કિશોરને મળવું જરૂર રહે !
  બસ….એવી જ પ્રાર્થના છે ચંદ્ર હૈયે,

  પ્રભુ ઈચ્છાથી જ એ પુરી એવું ચંદ્ર કહે !

  ……ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo

  Like

  Reply

  • આદરણીયશ્રી. પુકાર સાહેબ

   આપ જરાપણ એવું વિચારશો નહિ કે આપ મોડા પડે,

   ” આ દુનિયામાં જીવતા જાગતા બે જ ભગવાન છે,

   એક તો સૂર્યનારાયણ ભગવાન અને બીજા ચન્દ્ર દેવ

   આપના લાગણી સભર શબ્દો વાંચીને તો મારી આંખો ભીની થઈ ગઈ

   હું કેવો કમનસીબ કે આપ ભારતમાં હોવાં છતાં આપને મળી ન શક્યો,

   ખેર …! પ્રભુની જેવી ઈચ્છા

   આપનો ખુબ ખુબ આભાર

   Like

   Reply

 9. પરમ આદરણિય શ્રી કીશોરભાઇ….આપને મારા અંત:કરણના અભિનંદન …આપ સરસ રીતે બ્લોગ નિભાવો છો..અને આપની જે રસ ને રુચિ છે તે દાદ માંગી લે તેવી છે… આપનુ વ્યક્તિત્વ સ્પર્શે તેવુ છે જે મે આપને મળીને અનુભવ્યુ છે…..આપ આ ક્ષેત્રે ખુબ ખુબ પ્રગતી કરો તેવી દીલી શુભેચ્છા…

  Like

  Reply

  • શ્રીમાન. નરેન્દ્રભાઈ

   આપનો લાગણી સભર સંદેશો વાંચીને હું આનંદ વિભોર બની ગયો,

   આપના શબ્દો સાંભળીને સાક્ષાત મળ્યાનો આનંદ થયો

   આભાર

   Like

   Reply

 10. માનનીય ભાઈ શ્રી કિશોરભાઈ
  ૨૦૧૨ માં ” શિક્ષણ સરોવરે ” સફળતાના શિખરો સર કરી વિજય વાવતા ફરકાવ્યા છે.
  જ્ઞાનના મહાકુંભ સરીખું ” શિક્ષણ સરોવર ” ચતુર્થ વર્ષમાં પ્રવેશ કરે છે એ આનંદ સાથે અહોભાગ્યની વાત છે.
  ખોબલા ભરીને અભિનંદન આપતા નીચેના શબ્દો સરી જાય છે.

  ” ચતુર્થ્મ વર્ષે માં સરસ્વતીની ભગ્ય કૃપાની સતત વર્ષા થાય
  દેશ વિદેશમાં કિશોર કુમાર વિજય વાવટા ફરકતા જ થાય
  ભાવ પ્રતિભાવ ને મુલાકતીઓ દ્વારા સરોવર ઉભરાતું થાય
  સ્વપ્ન પણ સાથે આવીને કિશોર ના ગુણલા હરદમ જ ગાય ”

  સને ૨૦૧૩ ના વર્ષની ખુબ ખુબ શુભ કામના

  Like

  Reply

 11. ( ગાંધીનગર, PRO to C.M ) કે જેઓએ મને “ ગુજરાતી કવિતા અને ગઝલ નિંગ ” માં જોડાવા માટેનો માર્ગ બતાવ્યો.

  Like

  Reply

  • આદરણીય સાહેબશ્રી.

   આપ દ્વારા મોકલેલ સૂચનનો સ્વીકાર કરીને પ્રવેશ મેળવ્યો તો આજે

   નેટ જગત શું છે તેનો અહેસાસ થયો.

   મને નવો રાહ બતાવવા બદ્લ આપનો આભારી છું.

   Like

   Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s