Archive for January, 2013

ઋણ સ્વીકાર


તા. 23 / 1 / 2013

પ્રતિ,

       પ્રમુખશ્રી. ગોવિંદભાઈ પટેલ ( સ્વપ્ન )

C/o  પ્રિ. શ્રી. હર્ષદભાઈ સુથાર સાહેબ

       સુરજબા મેમોરીયલ પબ્લિક ટ્રસ્ટ, જેસરવા

મુકામ – જેસરવા ૩૮૮૪૫૦   તાલુકો- પેટલાદ

જીલ્લો- આણંદ  ( ગુજરાત )

go2

આદરણીયશ્રી. ગોવિંદભાઈ ( સ્વપ્ન )

        અમેરિકા અને જેસરવાકર, ગુજરાત

નમસ્કાર

            સુરજબા ચેરિટેબલ ટ્રસ્ટની સામાજિક પ્રવૃતિઓથી, આદરણીયશ્રી. ગોવિંદભાઈની

દેશભક્તિ   ખરેખર દાદ માંગી લે છે. તેમના તરફથી મને આપના ટ્રસ્ટના નેજા હેઠળ

લગભગ નાના – મોટા મળીને 200 જેટલા ધ્વજ તથા કાર ધ્વજ પ્રાપ્ત થયેલ છે, જે મે

આપના ટ્રસ્ટ તથા શ્રી.ગોવિંદભાઈના નામથી સુરતના 100 જેટલા શિક્ષકો તથા સુરતની

જિલ્લાશિક્ષણાધિકારી સાહેબની કચેરીમાં તથા કોલેજો, શાળાઓમાં તથા શ્રી.

ગોવિંદભાઈના તથા મારા ઈંટરનેટ મિત્રોને કુરિયર દ્વારા વિતરણ કર્યા. ચારે બાજુથી

આપની દેશભક્તિના વખાણ સાંભળી મને ખુબજ આનંદ મળ્યો. છતાં એ બધા મિત્રોની

ફલેગ મેળવવાની ભુખ સંતોષાય ન હતી.

        પ્રિ.શ્રી. હર્ષદભાઈ તથા એમનો દીકરો અવકાશના પણ સમાચાર એમના તરફ્થી

વારંવાર મળતા રહે છે, ભાઈ અવકાશે બનાવેલ બ્લોગ ખુબજ સુંદર છે. શ્રી. હર્ષદભાઈ

શાળા સાથે આ ટ્રસ્ટને સંભાળીને એક પ્રિ. તથા શિક્ષક તરીકેનું કાર્ય કાબિલે તારીફ છે.

શિક્ષક ધર્મની સાથે સમાજ ધર્મ બજાવે તે જાણી આનંદ થયો. ભગવાન એમનું ભલુ કરે. 

        આજે શ્રી.ગોવિંદભાઈ તરફથી વિશ્વના ૧૯૩ દેશોના ફલેગની બહુમૂલ્ય ભેટ આપી તે

બદલ આપના દરિયાદીલી સ્વભાવને તથા આપનો દેશપ્રેમ દાદ માંગી લે છે. મે ઘણાં

વ્યક્તિઓને પરદેશમાં જોયા છે. પરંતુ આપ ઍક વિશેષ માટીના બનેલ છે.

            સાહેબ, મારી લાગણીઓ વ્યક્ત કરવા માટે આજે શબ્દો જ ખુટી ગયા છે. મારી પાસે

કોઈ ઍવી ચીજ નથી કે હું તમને તેની ભેટ આપી શકું. સિવાય ભગવાન પાસે દુવા, મને ઍ

પણ ખબર નથી કે આપણે કોઈક્વાર મળીશું.

            બીજુ કે સાહેબ આપના ગામ જેસરવાકર ખાતે શ્રી.સુરજબા ચેરિટેબલ ટ્રસ્ટના આપ

પ્રમુખશ્રી તથા ઍક સમયના આપ પ્રાથમિક શિક્ષક છો, આપ દ્વારા રચાયેલા પ્રાથમિક

શિક્ષણના પાયા પર અમો આજે મોટા બાળકોને ભણાવીઍ છીએ.

        આપનું ટ્રસ્ટ આપના વિસ્તારના બાળકોનું શૈક્ષણિક ઘડતર કરે છે, તે જાણીને અનહદ

આનંદ થયો, તથા શ્રી. ગોવિંદભાઈ પાસેથી સાંભળેલ છ કે ખુબજ નાનું ગામ છે, તે ધરતી

પર આપના જેવો સેવાભાવી પરિવારની સમાજ સેવાની સુવાસ ચો તરફ ફેલાયેલ છે.

            પ્રાથમિક શિક્ષણ ઍ માણસમાં રહેલ માનવતાના આધાર સ્તંભો છે. ખરેખર ઍક

કહેવત છે કે દેશની સેવા તન, મન અને ધનથી કરવી જોઈઍ. તે આપે આજે ફલિતાર્થ

કરેલ છે.

 

” તનનું શિક્ષણ પ્રાથમિક શિક્ષણમાંથી મળે,

 

મનનું શિક્ષણ માધ્યમિક શિક્ષણમાંથી મળે,

 

અને ધનનું શિક્ષણ ઉચ્ચ શિક્ષણમાંથી મળે “

 

            ઍ ઉક્તિને આજે બદલીને તમે ઍ સાબિત કરી બતાવ્યુ કે સાચુ શિક્ષણ એ દેશપ્રેમ,

માતા-પિતાના સંસ્કાર, રાષ્ટીય ઍકતા, ભાઈચારાથી મહાન આજે કોઈ નથી. બસ અંતે

આપ આપના પરિવાર સાથે આનંદ મંગલ રહો ઍવી મારી અંતરની મનોકામનાઓ.

 

લિ. આપનો…,

ડૉ. કિશોરભાઈ એમ. પટેલ

         આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,

        રાંદેરરોડ, સુરત – 9

 

        

 

!…ભૂલો બીજુ બધું પરંતુ ફિશરને ભૂલશો નહિ…!


પ્રિય મિત્રો,

ધોરણ : 12 સામાન્યપ્રવાહના આંકડાશાસ્ત્ર વિષયમાં પ્રકરણ – 1 સૂચકઆંક  છે,

જેમાં આદર્શસૂચકઆંક પ્રો. ફિશરનો સૂચક આંક છે તેના પરથી

ભુલો બીજુ બધુ પણ મા – બાપને ભુલશો નહિ ” 

એ રાગ આધારિત શૈક્ષણિક કાવ્ય બનાવવાનો પ્રયત્ન કરેલ છે,

આશા છે કે આપને પસંદ પડશે. 

!…ભૂલો બીજુ બધું પરંતુ ફિશરને ભૂલશો નહિ…!

RonaldFisher 

ભૂલો બીજું બધું પરંતુ ફિશરને ભૂલશો નહિ

અગણિત ઉપકાર છે, એના એ કદી વિસરશો નહિ,

લીધી FRT / TRT તણી કસોટી

જથ્થાને ભાવ અને ભાવને જથ્થો માન્યો,

સમય તત્વને બદલી નાંખીને

એ પુનિત પગલાં થકી કહેવાયા આદર્શ,

સાબિતી એક લાવનારને કદી ભૂલશો નહિ,

આ દાખલા સરળ છે, એવું માનશો નહિ,

લાસ્પેયર – પાશેનો ગુણોત્તર મુકીને

ગણવા ચાહો તો ગણી શકાય એ વાત ભૂલશો નહિ,

જથ્થા – ભાવમાં અટવાયા પોતે

દાખલા ગણી આપ્યા આપને

એ વાતને કદી વિદ્યાર્થી જગત ભૂલશે નહિ,

ફરજિયાત પુછાતા દાખલાના ગુણ કદી ગુમાવશો નહિ,

ધ્યાનથી કૌષ્ટક બનાવી ચેક કરવાનું ભૂલશો નહિ,

સૂત્ર મુકી સાચી રકમ મુકવાનું ભૂલશો નહિ,

લોગટેબલમાં જોતા કિંમત મળશે બધી,

પરંતુ કેલ્ક્યુલેટર પર ગણતરી કરી

જવાબ મેળવવાનું કદી ભૂલશો નહિ,

આ માયાળુ સ્વભાવના ફિશરને

વંદન કરવાનું ભૂલશો નહિ.

2

+++++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભાર )

ડો. કિશોરભાઈ એમ.પટેલ 

શ્રીમતી આઈ. એન. ટેકરાવાળા ઉ. મા. શાળા,

રાંદેરરોડ, સુરત 

!…દીકરી તો પારકી થાપણ કહેવાય…!


!…દીકરી તો પારકી થાપણ કહેવાય…!

animated-girl-smile 

સ્નેહનો સાગર છલકાય

ને મારી દીકરીનું મૂખડુ મલકાય,

 

હેતનાં હર્ષાશ્રુ ઉભરાય

દીકરી તો પારકી થાપણ કહેવાય,

 

મમતાની માયા ઉભરાય

પિતાનું હૈયુ હરખાય

એ તો કોઈને ના કહેવાય,

 

સહનશીલતાની મૂર્તિ

એનું ઋણ કેમ રે કરી ચુકવાય,

 

ત્યાગની તપસ્વિનિ કહેવાય

મોકલીએ કુદરતના આશરે

બધા બંધનો છોડી સાસરે

Girl 

આંખના આંસુડા સુકાય

દિલમાં પીડા અનુભવાય

એ તો કોઈથી ના સહેવાય,

 

કિશોર કહે આજ સૌને

સહી ના શકાય

દીકરીની જુદાય

+++++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભાર )

ડો. કિશોરભાઈ એમ.પટેલ 

શ્રીમતી આઈ. એન. ટેકરાવાળા ઉ. મા. શાળા,

રાંદેરરોડ, સુરત

હેપી ડોટર્સ ડે


આજે તા. 12 સ્વામી વિવેકાનંદજીની 150 મી જ્ન્મજયંતિ નિમિત્તે કોટિ કોટિ વંદનસહ….!

આજના તા. 12 જાન્યુઆરીના દિવસને “ હેપી ડોટર્સ ડે ” તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે, તેથી દીકરી માટે કેટલાક મજાના જોડકણાં આપ સમક્ષ પ્રસ્તુત કરવાની તક ઝડપી લઉ છું.

 વિશ્વભરની દીકરીઓને અમારા સૌ ગુજરાતી સમાજ તરફથી “ હેપી ડોટર્સ ડે

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++

Daughters day

!…હેપી ડોટર્સ ડે નાં સંકલ્પો…!

++++++++++++++++++++++++++++++

વસાવો કમ્પ્યુટર

બચાવો વોટર

અપનાવો ડોટર

                                       ડૉ. કિશોર પટેલ

+++++++++++++++++++++

GIRL Means

 

G……..God

 

I…………In

 

R………Real

 

L………….Love

 

અર્થાત…,

 

“ ભગવાન પણ જેને ચાહે છે, તેનું નામ દીકરી ”

                                                    ડૉ. કિશોર પટેલ

+++++++++++++++++++++++++++++++++++++

 

 

Miss

 

પ્રત્યે

 

Misunderstanding

 

દુર કરો

                                                    ડૉ. કિશોર પટેલ

Girl

 ++++++++++++++++++++++++++++++++++++++++++++

“ દીકરો બાપનો હાથ છે, તો

 

દીકરી બાપનું હૈયુ છે.”

 

                           પૂજ્ય મોરારી બાપુ

+++++++++++++++++++++++++++++++++

 

“ દીકરો બાપનું રૂપ છે, તો

    દીકરી પિતાનું સ્વરૂપ છે.”

 

                        પૂજ્ય મોરારી બાપુ

+++++++++++++++++++++++++++++++++++++

“ દીકરો બાપનો શ્વાસ છે, તો

 

    દીકરી મા નો વિશ્વાસ છે. ”

 

                          પૂજ્ય મોરારી બાપુ

+++++++++++++++++++++++++++++++++++++

દીકરી એટલે…,

 

દી…….દીપ પ્રગટાવે તે,

 

ક…….કર્તવ્ય બજાવે તે,

 

રી…….રીતિ, પ્રીતિ અને નીતિનો સંગમ

                                                 ડૉ. કિશોર પટેલ

+++++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભાર )

ડો. કિશોરભાઈ એમ.પટેલ 

શ્રીમતી આઈ. એન. ટેકરાવાળા ઉ. મા. શાળા,

રાંદેરરોડ, સુરત

 

2012 in review


The WordPress.com stats helper monkeys prepared a 2012 annual report for this blog.

Here’s an excerpt:

19,000 people fit into the new Barclays Center to see Jay-Z perform. This blog was viewed about 58,000 times in 2012. If it were a concert at the Barclays Center, it would take about 3 sold-out performances for that many people to see it.

Click here to see the complete report.