!…ભૂલો બીજુ બધું પરંતુ ફિશરને ભૂલશો નહિ…!


પ્રિય મિત્રો,

ધોરણ : 12 સામાન્યપ્રવાહના આંકડાશાસ્ત્ર વિષયમાં પ્રકરણ – 1 સૂચકઆંક  છે,

જેમાં આદર્શસૂચકઆંક પ્રો. ફિશરનો સૂચક આંક છે તેના પરથી

ભુલો બીજુ બધુ પણ મા – બાપને ભુલશો નહિ ” 

એ રાગ આધારિત શૈક્ષણિક કાવ્ય બનાવવાનો પ્રયત્ન કરેલ છે,

આશા છે કે આપને પસંદ પડશે. 

!…ભૂલો બીજુ બધું પરંતુ ફિશરને ભૂલશો નહિ…!

RonaldFisher 

ભૂલો બીજું બધું પરંતુ ફિશરને ભૂલશો નહિ

અગણિત ઉપકાર છે, એના એ કદી વિસરશો નહિ,

લીધી FRT / TRT તણી કસોટી

જથ્થાને ભાવ અને ભાવને જથ્થો માન્યો,

સમય તત્વને બદલી નાંખીને

એ પુનિત પગલાં થકી કહેવાયા આદર્શ,

સાબિતી એક લાવનારને કદી ભૂલશો નહિ,

આ દાખલા સરળ છે, એવું માનશો નહિ,

લાસ્પેયર – પાશેનો ગુણોત્તર મુકીને

ગણવા ચાહો તો ગણી શકાય એ વાત ભૂલશો નહિ,

જથ્થા – ભાવમાં અટવાયા પોતે

દાખલા ગણી આપ્યા આપને

એ વાતને કદી વિદ્યાર્થી જગત ભૂલશે નહિ,

ફરજિયાત પુછાતા દાખલાના ગુણ કદી ગુમાવશો નહિ,

ધ્યાનથી કૌષ્ટક બનાવી ચેક કરવાનું ભૂલશો નહિ,

સૂત્ર મુકી સાચી રકમ મુકવાનું ભૂલશો નહિ,

લોગટેબલમાં જોતા કિંમત મળશે બધી,

પરંતુ કેલ્ક્યુલેટર પર ગણતરી કરી

જવાબ મેળવવાનું કદી ભૂલશો નહિ,

આ માયાળુ સ્વભાવના ફિશરને

વંદન કરવાનું ભૂલશો નહિ.

2

+++++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભાર )

ડો. કિશોરભાઈ એમ.પટેલ 

શ્રીમતી આઈ. એન. ટેકરાવાળા ઉ. મા. શાળા,

રાંદેરરોડ, સુરત 

10 responses to this post.

  1. ધોરણ ૧૨ ની બોર્ડ એક્ઝામ બસ ટૂંક સમયમાં આવવાની છે, તેદરમ્યાન વિદ્યાર્થીઓની જાણકારી અને સમજ માટે કાવ્ય સ્વરૂપે આંક્ડાશાસ્ત્ર ની ઉપયોગી માહિતી આપી અને વિદ્યાર્થી જગત માટે ઉપયોગી કાર્ય કરેલ છે.

    ઘણી વખત આવી સરળતાથી આપાયેલ સમજણ દ્વારા કઠિન બાબત પણ દિમાગમાં આસાનીથી ઉતરી જાય છે. ધન્યવાદ.

    Like

    Reply

  2. પરંતુ કેલ્ક્યુલેટર પર ગણતરી કરી

    જવાબ મેળવવાનું કદી ભૂલશો નહિ,

    આ માયાળુ સ્વભાવના ફિશરને

    વંદન કરવાનું ભૂલશો નહિ.
    By this Post I came to know of Mr Fisher.
    Thanks !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Avjo !

    Like

    Reply

  3. માન્નિય શ્રી કિશોર્ ભાઇ

    પ્રજાસત્તાક દિન વધામણી

    અએક શિશક્નિ સરસ શિખામ્ન

    Like

    Reply

  4. શ્રી કિશોર્ ભાઇ

    સુનદર મનોભાવ રજુ કર્યો

    Like

    Reply

  5. Posted by nabhakashdeep on 09/02/2013 at 8:46 am

    ડોશ્રી કિશોરભાઈ

    ખૂબ જ અનોખું અને ઉપયોગી કવન.સુંદર..અભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    Reply

Leave a comment