ઋણ સ્વીકાર


તા. 23 / 1 / 2013

પ્રતિ,

       પ્રમુખશ્રી. ગોવિંદભાઈ પટેલ ( સ્વપ્ન )

C/o  પ્રિ. શ્રી. હર્ષદભાઈ સુથાર સાહેબ

       સુરજબા મેમોરીયલ પબ્લિક ટ્રસ્ટ, જેસરવા

મુકામ – જેસરવા ૩૮૮૪૫૦   તાલુકો- પેટલાદ

જીલ્લો- આણંદ  ( ગુજરાત )

go2

આદરણીયશ્રી. ગોવિંદભાઈ ( સ્વપ્ન )

        અમેરિકા અને જેસરવાકર, ગુજરાત

નમસ્કાર

            સુરજબા ચેરિટેબલ ટ્રસ્ટની સામાજિક પ્રવૃતિઓથી, આદરણીયશ્રી. ગોવિંદભાઈની

દેશભક્તિ   ખરેખર દાદ માંગી લે છે. તેમના તરફથી મને આપના ટ્રસ્ટના નેજા હેઠળ

લગભગ નાના – મોટા મળીને 200 જેટલા ધ્વજ તથા કાર ધ્વજ પ્રાપ્ત થયેલ છે, જે મે

આપના ટ્રસ્ટ તથા શ્રી.ગોવિંદભાઈના નામથી સુરતના 100 જેટલા શિક્ષકો તથા સુરતની

જિલ્લાશિક્ષણાધિકારી સાહેબની કચેરીમાં તથા કોલેજો, શાળાઓમાં તથા શ્રી.

ગોવિંદભાઈના તથા મારા ઈંટરનેટ મિત્રોને કુરિયર દ્વારા વિતરણ કર્યા. ચારે બાજુથી

આપની દેશભક્તિના વખાણ સાંભળી મને ખુબજ આનંદ મળ્યો. છતાં એ બધા મિત્રોની

ફલેગ મેળવવાની ભુખ સંતોષાય ન હતી.

        પ્રિ.શ્રી. હર્ષદભાઈ તથા એમનો દીકરો અવકાશના પણ સમાચાર એમના તરફ્થી

વારંવાર મળતા રહે છે, ભાઈ અવકાશે બનાવેલ બ્લોગ ખુબજ સુંદર છે. શ્રી. હર્ષદભાઈ

શાળા સાથે આ ટ્રસ્ટને સંભાળીને એક પ્રિ. તથા શિક્ષક તરીકેનું કાર્ય કાબિલે તારીફ છે.

શિક્ષક ધર્મની સાથે સમાજ ધર્મ બજાવે તે જાણી આનંદ થયો. ભગવાન એમનું ભલુ કરે. 

        આજે શ્રી.ગોવિંદભાઈ તરફથી વિશ્વના ૧૯૩ દેશોના ફલેગની બહુમૂલ્ય ભેટ આપી તે

બદલ આપના દરિયાદીલી સ્વભાવને તથા આપનો દેશપ્રેમ દાદ માંગી લે છે. મે ઘણાં

વ્યક્તિઓને પરદેશમાં જોયા છે. પરંતુ આપ ઍક વિશેષ માટીના બનેલ છે.

            સાહેબ, મારી લાગણીઓ વ્યક્ત કરવા માટે આજે શબ્દો જ ખુટી ગયા છે. મારી પાસે

કોઈ ઍવી ચીજ નથી કે હું તમને તેની ભેટ આપી શકું. સિવાય ભગવાન પાસે દુવા, મને ઍ

પણ ખબર નથી કે આપણે કોઈક્વાર મળીશું.

            બીજુ કે સાહેબ આપના ગામ જેસરવાકર ખાતે શ્રી.સુરજબા ચેરિટેબલ ટ્રસ્ટના આપ

પ્રમુખશ્રી તથા ઍક સમયના આપ પ્રાથમિક શિક્ષક છો, આપ દ્વારા રચાયેલા પ્રાથમિક

શિક્ષણના પાયા પર અમો આજે મોટા બાળકોને ભણાવીઍ છીએ.

        આપનું ટ્રસ્ટ આપના વિસ્તારના બાળકોનું શૈક્ષણિક ઘડતર કરે છે, તે જાણીને અનહદ

આનંદ થયો, તથા શ્રી. ગોવિંદભાઈ પાસેથી સાંભળેલ છ કે ખુબજ નાનું ગામ છે, તે ધરતી

પર આપના જેવો સેવાભાવી પરિવારની સમાજ સેવાની સુવાસ ચો તરફ ફેલાયેલ છે.

            પ્રાથમિક શિક્ષણ ઍ માણસમાં રહેલ માનવતાના આધાર સ્તંભો છે. ખરેખર ઍક

કહેવત છે કે દેશની સેવા તન, મન અને ધનથી કરવી જોઈઍ. તે આપે આજે ફલિતાર્થ

કરેલ છે.

 

” તનનું શિક્ષણ પ્રાથમિક શિક્ષણમાંથી મળે,

 

મનનું શિક્ષણ માધ્યમિક શિક્ષણમાંથી મળે,

 

અને ધનનું શિક્ષણ ઉચ્ચ શિક્ષણમાંથી મળે “

 

            ઍ ઉક્તિને આજે બદલીને તમે ઍ સાબિત કરી બતાવ્યુ કે સાચુ શિક્ષણ એ દેશપ્રેમ,

માતા-પિતાના સંસ્કાર, રાષ્ટીય ઍકતા, ભાઈચારાથી મહાન આજે કોઈ નથી. બસ અંતે

આપ આપના પરિવાર સાથે આનંદ મંગલ રહો ઍવી મારી અંતરની મનોકામનાઓ.

 

લિ. આપનો…,

ડૉ. કિશોરભાઈ એમ. પટેલ

         આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,

        રાંદેરરોડ, સુરત – 9

 

        

 

Advertisements

8 responses to this post.

 1. ગોવિંદભાઈ નાં કાર્ય અને ભાવના બદલ તેઓ ધન્યવાદ ને પાત્ર છે. ખૂબ ખૂબ અભિનંદન !

  Like

  જવાબ આપો

 2. Let the MAHEK of the Public Work of Govindbhai & the Family for Surajba, be always there for others
  Dr. Chandravadan Mistry
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see ALL on Chandrapukar !

  Like

  જવાબ આપો

  • ડૉ. પુકાર સાહેબ

   કોઈપણ વ્યક્તિએ આપેલ નિ:સ્વાર્થ ભેટ નું મૂલ્ય આંકી શકાય એમ નથી.

   તેથી આ રાષ્ટ્રીય પર્વ આવે એટલે એમની સવિશેષ યાદ આવે.

   આપે શુભેચ્છા સંદેશો પાઠવ્યો તે બદલ આપનો આભારી છું.

   આપ દ્વારા મળેલ પુસ્તક અમૂલ્ય છે સાહેબ

   Like

   જવાબ આપો

 3. Posted by nabhakashdeep on 09/02/2013 at 8:51 એ એમ (am)

  ડોશ્રી કિશોરભાઈ

  ગોવિંદભાઈ . અને તેમનો પરિવાર એટલે વિશાળ દિલ અને મૈત્રી ભાવનું ઝરણું.

  સમાજ આવા વ્યક્તિત્ત્વથી જ ઉજળો છે.આપે સરસ માહિતી આપી , સુંદર કામ કર્યું.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  જવાબ આપો

 4. Posted by P.K.Davda on 08/10/2013 at 7:08 એ એમ (am)

  કિશોરભાઈ,
  હું પ્રભુને પ્રાર્થના કરૂં છું કે મારા પુત્રમાં પણ ગોવિંદભાઈ જેવા ગુણ આવે. ગોવિંદભાઈ મારા મિત્ર છે એનો મને અતિ ગર્વ છે.

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s