!…રાષ્ટ્રપિતાને વંદન કરી લઉં…!


સ્નેહીમિત્રો,

પૂજ્ય મહાત્મા ગાંધી બાપુના જીવન કવન પર સ્વરચિત રચના તૈયાર કરેલ હતી

તેના ફળ સ્વરૂપ ગુજરાત રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રીશ્રી. નો આ પત્ર મળેલ છે.

જેનો આનંદ આપ સાથે વહેચવા માંગુ છું. 

!…રાષ્ટ્રપિતાને વંદન કરી લઉં…!

gandhiji

વંદન કરી લઉં,
સર્જન કરી લઉં,
વિચારોનું નવસર્જન કરી લઉં

સર્વેનો ઉદય છે, બાપુ,
શ્રમનું ગૌરવ છે, બાપુને,
વિશ્વનું ગૌરવ છે, બાપુ

સત્યના આગ્રહી છે, બાપુ,
સત્ય, અહિંસાના પુજારી છે, બાપુ,
સત્યમ્, શિવમ્, સુંદરમ્ છે, બાપુ

સત્ય જેમનું મંદિર છે, તે બાપુ,
અહિંસા જેમનો આધારસ્તંભ છે, તે બાપુ,
ચરખો જેમનું પ્રતિક છે, તે બાપુ

આંધીનો સામનો કરે તે ગાંધી બાપુ,
સાદગી જેમનો જીવનમંત્ર છે, તે ગાંધી બાપુ,
સરળતા જેમનો વૈભવ છે, તે મહાત્મા ગાંધી.

charkha-1

**********************************************
ડૉ. કિશોરભાઈ એમ.પટેલ
શ્રીમતી આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,
પાલનપુર પાટિયા, રાંદેરરોડ, સુરત

Rashtra pita Poem

13 responses to this post.

  1. શ્રી કીશોરભાઈ સાહેબ,
    ખૂબ ખૂબ અભીનંદન…
    મુળ રચના વાંચવા મળે તો વધારે આનંદ થાય.

    Like

    Reply

    • આદરણીયશ્રી. અતુલભાઈ સાહેબ

      આપના પાવન પગલા થતાંજ મારો આનંદ બેવડાય ગયો સાહેબ ,

      આવી પ્રેમ વર્ષા હંમેશા કરતા રહેશોજી.

      Like

      Reply

      • શ્રી કીશોરભાઈ,
        મુળ રચના ઘણી પ્રેરણાદાયી છે. આપે તે રચના અગાઉ બ્લોગ પર પ્રસિદ્ધ કરી છે? જો કરી હોય તો તેની લિંક આપો તો વાચકોને મુળ રચના પણ સાથે વાંચવા મળે તો સહુનો આનંદ મારી જેમ દ્વિગુણ થાય…

        Like

  2. આદરણીય ડૉ.કિશોરભાઈ,

    ખૂબજ સુંદર રચના ! આપની મૂળ રચના પર શ્રી નરેન્દ્રભાઈ નાં મળેલ પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ અભિનંદન ! પૂ.બાપુ ની વંદના પસંદ આવી.

    Like

    Reply

  3. Sundar Kavya Rachana….Congratulations !
    Happy to see theAbhinandan from CM Narendra Modi.
    Dr. Chandravadan Mistry
    http://www.chandrapukar.wordpress.com
    Invitng ALL to my Blog !

    Like

    Reply

  4. ખુબજ સુંદર કાવ્ય રચના !

    કેન્દ્ર સરકાર બાપૂને ‘રાષ્ટ્રપિતા’ની ઉપાધિ આપવા તૈયાર નથી
    https://groups.google.com/forum/?hl=hi&fromgroups=#!topic/gujblogs/FUCUOi5sIRM

    હિન્દી કો રાજભાષા કે રૂપ મેં સ્વીકાર કિયે જાને કા ઔચિત્ય

    હિન્દી કો રાજભાષા કા સમ્માન કૃપાપૂર્વક નહીં દિયા ગયા, બલ્કિ યહ ઉસકા અધિકાર હૈ| યહાં અધિક વિસ્તાર મેં જાને કી આવશ્યકતા નહીં હૈ, કેવલ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા બતાયે ગયે નિમ્નલિખિત લક્ષણોં પર દૃષ્ટિ ડાલ લેના હી પર્યાપ્ત રહેગા, જો ઉન્હોંને એક ‘રાષ્ટ્રીય ભાષા’ (રાષ્ટ્રીય ભાષા સે અભિપ્રાય રાજભાષા સે હી હૈ) કે લિએ બતાયે થે-
    (૧) અમલદારોં કે લિએ વહ ભાષા સરલ હોની ચાહિએ|
    (૨) ઉસ ભાષા કે દ્વારા ભારતવર્ષ કા આપસી ધાર્મિક, આર્થિક ઔર રાજનીતિક વ્યવહાર હો સકના ચાહિએ|
    (૩) યહ જરૂરી હૈ કિ ભારતવર્ષ કે બહુત સે લોગ ઉસ ભાષા કો બોલતે હોં|
    (૪) રાષ્ટ્ર કે લિએ વહ ભાષા આસાન હોની ચાહિએ|
    (૫) ઉસ ભાષા કા વિચાર કરતે સમય કિસી ક્ષણિક યા અલ્પ સ્થાયી સ્થિતિ પર જોર નહીં દેના ચાહિએ|
    ઇન લક્ષણોં પર હિન્દી ભાષા બિલ્કુલ ખરી ઉતરતી હૈ| yo opoo
    (વિકિપેડિયા લેખમાં થી )

    જુઓ, હિન્દી પ્રચાર કેન્દ્રો ગુજરાત માં મહાત્મા ગાંધીજી ના નામે હિન્દી નો પ્રચાર કરેછે. પણ ગુજરાતીઓ મહાત્મા ગાંધીજી ની માતૃભાષા લિપિ ની સરળતા ભારતિય જનો ને સમજાવી શકતા નથી, કેમ ?
    ઉપર ના મહાત્મા ગાંધીજી ના દરર્શાવેલ વિચારો પ્રમાણે ગુજરાતી માં આ બધાજ લક્ષણો છુપાએલ છે.
    ગુજરાતી લિપિને, હિન્દીની જેમનુક્તા, શિરોરેખા,પૂર્ણવિરામ અને આંકડા ઓ નું બંધન નથી.

    Like

    Reply

  5. એક એક શબ્દ ચૂંટીને કાવ્યમાળામાં આપે ગૂંથ્યો છે તેથી બાપુ વિશેની આ કાવ્યકૃતિમાં ચમક અનુભવાય છે. માનનીય મુખ્યપ્રધાનના અભિવાદનથી

    મળેલા ગૌરવને ખૂબખૂબ અભિનંદન..ડોશ્રી કિશોરભાઈ પટેલને. ખૂબ જ આનંદ થયો..સુંદર વિષય અને તેટલી જ સુંદર આપની કલમ.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    Reply

  6. માનનીય શ્રી કિશોરભાઇ,

    સત્યના આગ્રહી છે, બાપુ,
    સત્ય, અહિંસાના પુજારી છે, બાપુ,
    સત્યમ્, શિવમ્, સુંદરમ્ છે, બાપુ

    વાહ વાહ કિશોરજી બાપુ વિશે ઉતમોતમ

    રચનામા આપે હૈયાના હેતમાંથી ઉભરેલા

    રંગોને કલમની પીછી દ્વારા કાગળ પર અવિરત

    વહાવી દીધા.

    એમાંય ગુજરાતના મુખ્ય મંત્રીના શુભેચ્છા સંદેશે સોનામાં

    સુગંધ ભળે એમ ચર ચાંદ લગાવી દીધા.

    ધન્ય હો શિક્ષક ગણના ગણાધિકારી. ધન્યવાદ

    Like

    Reply

Leave a comment